તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યંગવિશ્વ:કોણ શહેનશાહ? કોણ ભિખારી?

ડો. જગદીશ ત્રિવેદી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ણસ બંને આંખથી બરાબર જોઇ શકતો હોવા છતાં એ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગની માફક બંને હાથથી ફાંફાં મારતો ક્યારે ચાલે છે? એ ફિલ્મ જોવા જાય અને ફિલ્મ ચાલુ થઇ ગયા બાદ સિનેમાગૃહમાં પ્રવેશે પછી પોતાની સીટ સુધી એ સુરદાસની માફક ચાલતો હોય છે. એક દિવસ હું એવી જ રીતે ટોકિઝના અંધકારમાં ફાંફા મારતો અને ઠેબાં ખાતો મારી ખુરશીમાં જઇને ખડકાયો. એ ફિલ્મનો ઇન્ટરવલ થયો એટલે થિયેટરમાં લાઇટ થઇ. મેં મારી બાજુની સીટમાં કોણ બેઠું છે એ જોવા નજર કરી તો મને દુ:ખદ આશ્ચર્ય થયું. અમારી સોસાયટીમાં વર્ષોથી ભિક્ષા માગવા આવતો એવો મારો પરિચિત ભિક્ષુક મારી બરાબર બાજુમાં બેઠો હતો. મેં તરત જ પૂછ્યું કે, ‘તું અહીંયા શું કરે છે?’ એણે તરત જ કહ્યું કે, ‘હું મૂવી જોઉં છું.’ ત્યાર બાદ મને ભાન થયું કે મારાથી સવાલ જ ખોટો પૂછાઇ ગયો છે. સિનેમાગૃહમાં લોકો મૂવી જોવા જ આવે, કંઇ ક્રિકેટ રમવા ન આવે. હું એને આગળ શું કહેવું એ વિચારતો હતો, ત્યાં જ એણે પોપકોર્નનો મગ મારા તરફ લંબાવતા કહ્યું કે, ‘લ્યો... પોપકોર્ન ખાવ.’ મેં સંકોચ સાથે કહ્યું કે, ‘ના... ના... મારાથી ન ખવાય.’ એ મારી પીડા જાણી ગયો એટલે મારા માટે સંકટમોચક બનીને બોલ્યો કે, ‘અરે... ખાવને સાહેબ, આ તમારા રૂપિયાથી જ ખરીદ્યા છે.’ મને પણ થયું કે જો મારા રૂપિયાના હોય તો એ આરોગવાનો મારો હક થયો ગણાય. હું આજુબાજુ નજર કરીને ભિક્ષુકના પોપકોર્ન ઝાપટવા લાગ્યો. મેં પોપકોર્ન ખાતાં-ખાતાં એને પૂછ્યું કે, ‘છેલ્લા ઘણા સમયથી મેં તમને અમારી સોસાયટીમાં જોયા નથી.’ આ સાંભળીને એ ભિક્ષુક બોલ્યો કે, ‘હું છેલ્લા દોઢ મહિનાથી તમારી સોસાયટીમાં આવ્યો નથી. મને હવે તમારી સોસાયટીમાંથી કોઇ એક કરોડ રૂપિયાની ભીખ આપે તો પણ મારાથી એક રૂપિયો પણ લેવાય નહીં. હવેથી તમારી સોસાયટીની ભીખ મારા માટે ગાયની માટી બરાબર છે.’ આ સાંભળીને મારા અચરજનો પાર રહ્યો નહીં. મેં પોપકોર્ન લેતાં મારા હાથને સ્થિર કરીને કારણ પૂછ્યું, ત્યારે એ બોલ્યો કે, ‘છેલ્લા દોઢ મહિનાથી તમારી સોસાયટીમાં એક યુવાન ભીખ માગવા આવતો હશે. એ અમારો જમાઇ છે. તમારી છત્રીસ બંગલાની સોસાયટી મેં મારી દીકરીને કરિયાવરમાં આપી દીધી છે. અમારી નાતમાં દીકરીના ઘરનું પાણી પણ પીવાની મનાઇ છે.’ મને થયું કે આજનો માણસ એક ઘરનું ઘર બનાવવા માટે આખી જિંદગી બળદની માફક કામ કરે છે. ઘણા નોકરિયાત બિચારા નિવૃત્ત થાય પછી ઘરનું ઘર નંગ એક માંડ જોવા પામે છે. જ્યારે આ માણસે દીકરીનાં લગ્નમાં છત્રીસ બંગલાની સોસાયટીનું દાન કરી દીધું. બીજું કે, હવે એ સોસાયટીની ભીખ એ ભિક્ષુક માટે નૈતિક રીતે હરામ છે, એ જાણી મને થયું કે સાચો શહેનશાહ તો આ ભિખારી છે. કરોડોનું કૌભાંડ કરતા નેતાઓ, લાખોની લાંચ લેતા અધિકારીઓ અને ભળતો માલ પધરાવીને ગ્રાહકદેવતાને લૂંટતા વેપારીઓ ખરેખર શું છે એ નક્કી કરવાની જવાબદારી મારા વહાલા વાચકોની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો