તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણવું જરૂરી છે:ગર્ભનિરોધક ગોળીઓ ક્યારે લેવી જોઈએ?

5 દિવસ પહેલા
 • કૉપી લિંક

- ડૉ. પારસ શાહ

સમસ્યા. મારી ઉંમર 24 વર્ષની છે. મારી થોડા સમય પહેલાં જ સગાઈ થઈ છે. જ્યારે પણ મારી ફિયાન્સી જોડે સેક્સ માણવાનો પ્રયત્ન કરું છું તે વખતે મને પેનિસમાં આગળના ભાગમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. જેના કારણે યોનિપ્રવેશ શક્ય બનતો નથી. મારે શિશ્નની આગળની ચામડી નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને દુખાવો થાય છે. મારે જાણવું છે કે મારી આ તકલીફ આગળની ચામડી વધારે હોવાના કારણે થતી હશે? શું દરેક પુરુષમાં આ ચામડી નીચે ઉતરવી જરૂરી છે? ઉકેલ: દરેક પુરુષમાં શિશ્નનો આગળનો ભાગ ચામડીથી ઢંકાયેલો હોય છે. આ ચામડી, ઇન્દ્રિય જ્યારે કડક હોય ત્યારે પણ સામાન્ય રીતે કોઇ પણ દુખાવા વગર ઉપર-નીચે થઇ શકતી હોય છે. પણ આપને જે તકલીફ થઈ રહી છે તેને મેડિકલ ભાષામાં ફિમોસિસની તકલીફ તરીકે ઓળખવામાં આવતી હોય છે. જો આપની આગળની ચામડી ટાઇટ હોય અને સેક્સ માણવામાં દુખાવો અથવા તકલીફ થતી હોય તો આનો એક જ કાયમી રસ્તો છે સુન્નતનું ઓપરેશન. સુન્નતનું ઓપરેશન ખૂબ જ સામાન્ય-નાનું ઓપરેશન હોય છે. પંદરથી વીસ મિનિટમાં આ ઓપરેશન પૂરું થઈ જતું હોય છે. દર્દીએ ત્રણથી ચાર કલાક હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે. ઓપરેશન બાદ દોઢ મહિના સુધી જાતીય જીવનથી દૂર રહેવું જોઈએ. હવે આ ઓપરેશન લેઝર દ્વારા પણ શક્ય છે. લેઝર દ્વારા ઓપરેશન કરવાથી ટાંકા નથી આવતા અને લોહી પણ નીકળતું નથી, બિલકુલ દુખાવો થતો નથી અને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ જ ઓછી રહેતી હોય છે. તદુપરાંત લેઝરથી ઓપરેશન કરવાથી કોઈ જ કાપો કે નિશાન પડતા નથી. એટલે કે કોસ્મેટિકલી પણ ખૂબ જ સુંદર લાગતું હોય છે. લેઝરથી સુન્નતનું ઓપરેશન કર્યા બાદ તમે બીજા જ દિવસથી કામ પર જઈ શકો છો, પરંતુ જો તમે હમણાં ઓપરેશન કરાવવા ના માગતા હોવ તો તમે નિરોધનો ઉપયોગ કરી શકો છો. નિરોધ વાપરવાથી શિશ્નની અગ્રત્વચા ફિક્સ થઈ જશે. જેથી તમને જાતીય સંબંધ વખતે દુખાવો નહીં થાય, પરંતુ આ ટેમ્પરરી ઉપાય છે કાયમી નહીં.

સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે. આવતા વર્ષે મારા લગ્ન થવાના છે. મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીએ ગર્ભનિરોધક ગોળીઓ સમાગમ પછી કે દરેક સમાગમ પછી લેવી પડે? મહિનામાં કેટલો સમય ગોળીઓ લેવી પડે જેથી ગર્ભ ના રહે? ઉકેલ: નવપરીણિત યુગલો માટે બે ગર્ભનિરોધકો સૌથી વધારે અનુકૂળ આવે તેમ હોય છે. તેમાંથી એક છે નિરોધ અને બીજો સરળ રસ્તો ગર્ભનિરોધક ગોળીઓ. ગર્ભનિરોધક ગોળીમાં રહેલા હોર્મોન્સ સ્ત્રીના બીજાશયમાંથી બીજ છુટું પડવા નથી દેતા. જેથી સ્ત્રીને ગર્ભ રહેતો નથી, પરંતુ આ ગોળીઓ દરરોજ ચોક્કસ સમયે લેવી જ પડે છે. પહેલી વખત સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે આ ગોળી ચાલુ કરવી હિતાવહ છે. લગ્નના મહિના પહેલા આ ગોળી ચાલુ કરવાથી પહેલેથી જ ગર્ભાધાન સામે રક્ષણ મળે છે. આ ગોળીઓને લીધે ગર્ભનિરોધક ઉપરાંત નિયમિત માસિકસ્ત્રાવ, વેદનામાં રાહત, વધુ પડતા રક્તસ્ત્રાવમાં ફાયદો તેમ જ ગર્ભાશયના અંત:ત્વચાના કેન્સરમાં ઘટાડો થાય છે.

સમસ્યા: મારી ઉંમર 28 વર્ષની છે. મારા લગ્ન બે મહિના પછી થવાના છે. છેલ્લા 6 વર્ષથી હસ્તમૈથુન કરવાથી મારા મોઢાના ગાલ ચપટા થઇ ગયા છે. જે ઉપસેલા કરવા માટે યોગ્ય દવા, ઘરગથ્થુ ઉપચાર જણાવશો. હસ્તમૈથુનની ટેવ છોડવા માટે ઉપાય પણ જણાવશો. ઉકેલ: આપની તકલીફ અજ્ઞાનને કારણે છે. સેક્સ અંગે મનમાં ઘર કરી ગયેલી ગેરમાન્યતાને કારણે છે. હસ્તમૈથુન કરવાથી ખીલ થાય, નબળાઇ, નપુંસકતા, વૃદ્ધત્વ જલ્દી આવે વગેરે વગેરે ગેરમાન્યતાઓ છે. લગભગ 99 ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેકને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે. મારી પાસે આવતા દર્દીઓમાં જેને ક્યારેય હસ્તમૈથુન કર્યું નથી તેમનામાં ઘણીવાર લગ્ન પછી ઉતેજનાની તકલીફ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખીલ થવાના ઘણા કારણો છે. સૌથી સામાન્ય કારણ કબજીયાત રહેવી છે. પેટ સાફ આવે તેની દવા કરવાથી ઘણીવાર ખીલ મટી જાય છે. જો ફાયદો ના થાય તો સારા સ્કિનના ડોક્ટર પાસેથી તપાસ કરાવી ઇલાજ કરાવશો. હસ્તમૈથુન કરવાથી ગાલ ચપટા થતા નથી. ગાલ ઉપસાવવા શરીરનું વજન વધે તેવો પૌષ્ટિક આહાર લેવો જોઇએ. હસ્તમૈથુન એ કોઇ બીમારી નથી. ઉલટું લગ્ન પહેલાં જાતીય આવેગ શાંત કરવાનો હસ્તમૈથુન સૌથી સરળ અને સલામત રસ્તો છે. તેથી ઇલાજની જરૂર નથી. લગ્નબાદ જાતીયજીવન માણવા સાથી હોવાથી હસ્તમૈથુન આપોઆપ છૂટી જતું હોય છે. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો