તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:‘ડેમો-ઓનેસ્ટી’ ડેન્જરસ બની જાય ત્યારે...

ડૉ. પ્રશાંત ભીમાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મને ખબર નથી ડોક્ટર, કે આને કોઇ મનોરોગ કહેવાય કે નહીં, પણ આ સત્યેનથી હું હવે થાકી ગઇ છું. અમારી રિલેશનશિપને પાંચ વર્ષ થયાં. અમે જ્યારે પહેલી વખત એકબીજાને એક પાર્ટીમાં મળેલા ત્યારે તો સત્યેન મને એવો લાગેલો કે જાણે એ આ બહુરંગી દુનિયામાં એકમાત્ર બેસ્ટ પીસ હોય. આવો સરસ છોકરો કોઇ નસીબદાર છોકરીને જ મળે! પોતાની પહેલાંની રિલેશનશિપ બાબતે પણ મને બધું જ કહેલું. એના ફાધર સાથે એને સંબંધ તંગ છે, એવું કહેવામાં એને જરાય સંકોચ નહોતો. પોતે એમ. બી. એ.ના ફર્સ્ટ યરમાં ફેઇલ થયો હતો એ વાત પણ એને મને પહેલી મીટિંગમાં જ કહી હતી. અરે, પોતાના બેન્ક એકાઉન્ટમાં કેટલા પૈસા છે, એ સુદ્ધાં એણે મને કહ્યું હતું. શરૂ-શરૂમાં કોઇ તમને મળે અને પોતાના જીવનની કિતાબ સાવ ખુલ્લી મૂકી દે તો પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ વિશે ખરાઇ કરવા જઇએ તો કેટલું ખરાબ લાગે! આઇ મીન, એ ભવિષ્યમાં પણ એવો જ રહેશે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત હતી. પણ ડોક્ટર, મને ધીરે-ધીરે ખબર પડી કે સત્યેન કદાચ એ વખતે દીવો હશે, પણ હમણાંથી તો મને અંધકાર જ જણાય છે. કોઇ વ્યક્તિ આટલી બધી મેનિપ્યુલેટિવ કેવી રીતે હોઇ શકે?’ ‘ડોક્ટર, એ બીજાં લોકો સાથે કે પોતાના બિઝનેસમાં ઇમ્પ્રેશન જમાવવા જે કંઇ કરે એની સાથે મારે મતલબ નથી, પણ મારી સાથેની એ જૂની ટ્રાન્સપરન્સી ગુમ થઇ ગઇ છે. હવે એ મને પણ બીજાંઓની જેમ જ ટ્રીટ કરે છે. શું એના માટે રિલેશનશિપ પણ એક બિઝનેસ જ હશે? એ મને મેરેજ કરવા બહુ ફોર્સ કરે છે, પણ હું તૈયાર નથી. હવે મને સત્યેન સાથે જોડાયાનું દુઃખ થાય છે. ગિલ્ટ થાય છે કે કેમ મેં મારી અમૂલ્ય લાગણીઓને એક જુઠ્ઠા માણસની પાછળ બગાડી. કદાચ વાંક એનો નહીં હોય, મારો જ હશે કે હું એના અસલ ચહેરાને ઓળખી ન શકી.’ સિદ્ધિ રડવાનું રોકી શકતી નહોતી. સિદ્ધિને વધારે દુઃખ એટલે થતું હતું કે, મમ્મી-પપ્પાએ ખૂબ સારા-સારા છોકરાઓ બતાવ્યા હતા. એટલું જ નહીં, બીજા પણ ઘણા સારા છોકરાઓએ એને પ્રપોઝ કર્યું હતું, પણ સત્યેન પાછળ એની આંખો પર પટ્ટી લાગી ગઇ હતી. ‘જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ સાઈકોલોજી : જનરલ’માં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન અનુસાર લોકો ક્યારેક પ્રામાણિક દેખાવા માટે જુઠ્ઠું બોલે છે, મતલબ ઓનેસ્ટી દર્શાવવા ડિસઓનેસ્ટી કરે છે. ઘણી વાર સાવ સામાન્ય બાબતમાં ભલે પોતાનો વાંક હોય તો પણ સામેવાળાને બતાવવા માટે ‘ડેમો-ઓનેસ્ટી’ બતાવે છે. કેટલાંક આવી ડેમોસ્ટ્રેશન માટેની ઓનેસ્ટી ઘણા લાંબા સમય સુધી ચાલુ રાખી શકે છે. મતલબ, પોતાનું પ્રામાણિકતાનું મહોરું સતત જડબેસલાક કરતા જાય છે, પણ અંદરથી ચહેરો ગંધાતો હોય છે. નવાઇની વાત એ છે કે આમાં ક્યારેક વ્યક્તિને એની જાણ હોય છે તો ક્યારેક એ અજ્ઞાતપણે જ આવું કર્યે જાય છે. પછી જ્યારે અચાનક સ્ટ્રેસફુલ કે કટોકટીની સ્થિતિ આવે ત્યારે એ ‘ડેમો-ઓનેસ્ટી’નું મહોરું ઊતરી જાય છે. જો રિલેશનશિપમાં આવું થાય તો શરૂઆતમાં ચોક્કસ દુઃખ થાય અને જો એવું લાગે કે આ વ્યક્તિ સાથે સંબંધ લાંબો નહીં ટકાવી શકાય તો ગમે તેટલી લાગણીના ભારનો પથ્થર હોય, એને દૂર કરવો જરૂરી છે. નહીં તો સતત ગિલ્ટ, ગુસ્સો અને છેતરાયાની ભાવના ચોક્કસ ડિપ્રેશન આપશે. ક્યારેક એવું પણ બને કે સામેની વ્યક્તિ જુઠ્ઠું બોલવાની ટેવવાળી જ હોય તો ભવિષ્યમાં એ સંબંધ ટકે કે નહીં તેની કોઇ ખાતરી નથી હોતી. આમ તો દરેક સંબંધ એક્સપાયરી ડેટ સાથે આવે છે. પછી ભલે વ્યક્તિએ પોતે એ સંબંધમાંથી એક્ઝિટ લીધી હોય કે પછી મૃત્યુ જેવી અંતિમ ઘટના હોય, પણ એટલું નક્કી છે કે, દરેક વ્યક્તિ સંબંધમાં પ્રામાણિકતા, શાંતિ, વિશ્વાસ અને પ્રેમ ઝંખે છે. જો આ બધી જરૂરિયાતો પૂરી ન થતી હોય તો જે–તે સંબંધ વિશે ચોક્કસ પુનર્વિચાર કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. આ માટે સામેની વ્યક્તિ સાથે પ્રેમથી વાતચીત કરવી અને ભવિષ્યની બિહેવિયરલ બ્લૂ-પ્રિન્ટ વિશેની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. અલબત્ત, સિદ્ધિને તો સપોર્ટિવ સાઈકોથેરેપીથી ઘણો ફરક પડ્યો, પણ એનો બોયફ્રેન્ડ સત્યેન પણ આ બાબત સમજી શક્યો અને એનો પોતાનો પણ અસ્વીકૃતિનો ભય અને લઘુતાગ્રંથિ ઓછા થયાં. એની ડેન્જરસ ‘ડેમો-ઓનેસ્ટી’ હવે પર્મનન્ટ ટ્રાન્સપરન્સી થઇ ગઇ છે, એટલીસ્ટ સિદ્ધિ માટે તો ખરી જ! વિનિંગ સ્ટ્રોકઃ પ્રામાણિકતાનો દેખાવ કરનાર વ્યક્તિને ધીમે-ધીમે પોતાનો જ ભાર લાગે છે, જેમાં શાંતિ, આનંદ અને સંબંધ એ ભાર તળે કચડાઇ જાય છે.{drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...