જાણવું જરૂરી છે:સેક્સમાં રોમાંચ માટે શું કરવું?

ડૉ. પારસ શાહ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ઉંમર બાવીસ વર્ષની છે. જ્યારે પણ મારી ફ્રેન્ડ જોડે હું સેક્સ માણવાનો પ્રયત્ન કરું છું તે વખતે મને પેનિસમાં આગળના ભાગમાં ખૂબ જ દુખાવો થતો હોય છે, જેના કારણે પ્રવેશ શક્ય બનતો નથી. મારે શિશ્નની આગળની ચામડી નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને દુખાવો થતો હોય છે. મારે જાણવું છે કે મારી આ તકલીફ આગળની ચામડી વધારે હોવાના કારણે થતી હશે? શું દરેક પુરુષમાં આ ચામડી નીચે ઉતરવી જરૂરી છે? ઉકેલ : દરેક પુરુષમાં શિશ્નનો આગળનો ભાગ ચામડીથી ઢંકાયેલો હોય છે. આ ચામડી, ઇન્દ્રિય જ્યારે કડક હોય ત્યારે પણ સામાન્ય રીતે કોઇપણ દુખાવા વગર ઉપર-નીચે થઇ શકતી હોય છે. આપની તકલીફને મેડિકલ ભાષામાં ફિમોસિસની તકલીફ તરીકે ઓળખવામાં આવતી હોય છે. જો આપની આગળની ચામડી ટાઇટ હોય અને સેક્સ માણવામાં દુખાવો અથવા તકલીફ થતી હોય તો આનો એક જ કાયમી રસ્તો છે સુન્નતનું ઓપરેશન. સુન્નત કરવાનાં કારણો ત્રણ પ્રકારનાં હોઈ શકે છે; ધાર્મિક, સાંસ્કૃતિક અથવા તબીબી. પ્રથમ બે કેસોમાં, તે સામાન્ય રીતે જન્મ સમયે અથવા ટૂંક સમયમાં કરવામાં આવે છે. તબીબી કારણોસર કોઈપણ ઉંમરે સુન્નતનું ઓપરેશન કરવું પડે છે. ફીમોસિસ, રીફ્રેક્ટરી બેલનપોસ્થેટિસ અને ક્રોનિક પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ (યુટીઆઈ) તેમજ ડાયાબિટીસના દર્દીઓમાં આગળના ભાગ ઉપર ચીરા પડવા અથવા તો ચામડી જાડી થઈ જવાના કિસ્સામાં સુન્નતનું ઓપરેશન સામાન્ય રીતે કરવામાં આવતું હોય છે. સુન્નતના મેડિકલી કેટલાક લાભો છે. જેમ કે, ગ્લાન્સ પેનિસ (અગ્ર ભાગ) ભાગમાં સેગ્મા જમા થતું નથી, જેથી ચોખ્ખાઈ રહે છે અને ચેપનું ઓછું જોખમ થાય છે. પુરુષોમાં કેટલાક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું જોખમ ઘટે છે. પેનાઇલ કેન્સર સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત સ્ત્રી સેક્સ પાર્ટનર્સમાં સર્વાઇકલ કેન્સરનું ઓછું જોખમ રહે છે. બેલેનાઇટિસ (ગ્લાન્સની બળતરા) અને બાલાનોપોસ્ટેહાઇટિસ (ગ્લાન્સ અને ફોરસ્કીનની બળતરા)ની બીમારી સામે રક્ષણ મળે છે. ફીમોસિસનું નિવારણ (આગળની ચામડીને પાછું ખેંચવામાં અસમર્થતા) અને પેરાફિમોસિસ (ફોરેસ્કીનને તેના મૂળ સ્થાને પરત કરવામાં અસમર્થતા) ઓપરેશન ખૂબ જ સામાન્ય નાનું ઓપરેશન છે. પંદરથી વીસ મિનિટમાં આ ઓપરેશન પૂરું થઈ જતું હોય છે. દર્દીએ ત્રણથી ચાર કલાક હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે. ઓપરેશન બાદ દોઢ મહિના સુધી જાતીય જીવનથી દૂર રહેવું જોઈએ. હવે આ ઓપરેશન લેઝર દ્વારા પણ શક્ય છે. લેઝર દ્વારા ઓપરેશન કરવાથી ટાંકા નથી આવતા, લોહી નીકળતું નથી, બિલકુલ દુખાવો થતો નથી અને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ જ ઓછી રહેતી હોય છે. તદુપરાંત લેઝરથી ઓપરેશન કરવાથી કોઈ જ કાપો કે નિશાન પડતો નથી. એટલે કે કોસ્મેટિકલી પણ ખૂબ જ સુંદર લાગતું હોય છે. લેઝરથી સુન્નતનું ઓપરેશન કર્યા બાદ તમે બીજા જ દિવસથી કામ પર જઈ શકો છો. પરંતુ જો તમે હમણાં ઓપરેશન કરાવવા ના માગતા હો તો તમે નિરોધનો પ્રયોગ કરી શકો છો. નિરોધ વાપરવાથી શિશ્નની અગ્રત્વચા ફિક્સ થઈ જશે, જેથી તમને જાતીય સંબંધ વખતે દુખાવો નહી થાય. પરંતુ આ ટેમ્પરરી ઉપાય છે કાયમી નહીં. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...