જાણવું જરૂરી છે:ગર્ભ ન રહે એ માટે શું કરવું જોઇએ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : મારી સમસ્યા એ છે કે મે ફર્સ્ટ ટાઇમ સમાગમ કરેલ છે એને હજી મહિનો પણ થયો નથી, પણ મને એવું લાગે છે કે મને ગર્ભ રહેશે. મારે ગર્ભ રાખવો નથી. હું હમણાં મા બનવા માગતી નથી. પ્લીઝ ગર્ભ પડાવવા કે ગર્ભ ન રહે માટે જરૂરી દવા કે સલાહ આપો અને ભવિષ્યમાં સેક્સ કરવાથી ગર્ભ ન રહે એ માટે કોઇ સારી દવા જણાવશો. મારી મૂંઝવણ તમે દૂર કરી આપશો? ઉકેલ : સૌ પ્રથમ તમે મહિનો પુરો થાય તેની રાહ જુઓ અને જો દસેક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાઓ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આ માટે ડોક્ટરની રૂબરુ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે. પણ હવે તે સમય જતો રહ્યો છે. આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી. જો આપનાં લગ્ન ના થયેલ હોય તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉત્તમ રહેશે. તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી. સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે. મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત છે. હવે નિર્ણય આપ બંનેએ આંતરિક સહમતિથી કરવાનો રહેશે કે આપ ગર્ભ ધારણ ન થઇ જાય તે માટે કયું સાધન ઉપયોગ કરવા માગો છો. સમસ્યા : મારી ઉંમર 24 વર્ષ છે. મારે જાણવું છે કે શું નપુંસકતા એ કોઈ બીમારી છે? તેનાથી શું નુકસાન? ઉકેલ : જાતીય નબળાઇ કે નપુંસકતા જીવલેણ નથી, પરંતુ તેને હળવાશથી પણ ન લેવી જોઈએ. નપુસંકતાને જાતીય ઉણપના નામે પણ ઓળખવામાં આવે છે. જે ભવિષ્યમાં થનારા કોઈ મોટા રોગ તરફ ઈશારો કરે છે. પ્રયત્નપૂર્વક જાગૃત કરાતી કામોત્તેજના કે સમાગમ અગાઉના ચોકકસ સમયે શિશ્નોત્થાન ન થવું તે ભવિષ્યમાં થનારી શારીરિક તકલીફોનો નિર્દેશ કરે છે. જાતીય ઉણપથી પીડાતા લોકોને મોટા ભાગે હૃદયને સંભવિત કંઈ બીમારી હોવાની સંભાવનાઓ રહેલી છે. કામોત્તેજના વખતે શિશ્નની રક્તવાહિનીઓમાં પૂરતા પ્રમાણમાં લોહીનું વહન થવાથી શિશ્નોત્થાન થાય છે. આથી રક્તવાહિનીઓને અસર કરતાં રોગને કારણે શિશ્નમાં પહોંચતાં લોહીના પ્રવાહને અસર થાય છે. સ્કલેરોસીસ તથા હાઈ બ્લડ પ્રેશર જેવા રોગને કારણે શિશ્નોત્થાનમાં સમસ્યા ઊભી થાય છે. હૃદયરોગની સારવાર માટે અપાતી તેમજ હાઈ બ્લડ પ્રેશરમાં અપાતી કેટલીક દવાઓ પણ શિશ્નોત્થાનની સમસ્યા સર્જી શકે છે. આ તમામ બાબતોને જોતાં શિશ્નોત્થાનની સમસ્યાવાળી વ્યક્તિની સારવાર કરતી વખતે ડોક્ટરોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવા દર્દીને હૃદયરોગ થવાની શક્યતાઓ રહેલી છે. dr9157504000@shospital.org

સમસ્યા : મારી ઉંમર 21 વર્ષની છે. હું છેલ્લા કેટલાંય વર્ષોથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં નાના બાળકની ઇન્દ્રિય જેવી દેખાય છે. શુક્રપિંડ પણ ઉપર નીચે છે. તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉતેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની નાની ફોલ્લી જેવું કઇ થઇ ગયું છે. તો શું મને H.I.V. છે કે પછી મને એઇડ્સ તો નથી ને? મને કાંઇ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. શું હું મારી પત્નીને જાતીય સુખ આપી શકીશ કે નહીં? મારે લગ્ન કરવા કે નહીં? ઉકેલ : જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલ હોય છે. નુકસાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ. તમે નપુંસક નથી અને ચોક્કસ લગ્ન કરી શકો છો. આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે અને જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં બિલકુલ મુંઝવણ રાખ્યા વગર માતા-પિતાને વાત કરો અને યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. સફેદ ફોલ્લી કદાચ લોક્લ ચેપને કારણે હોઇ શકે છે. જે દવાથી દુર થઇ શકે છે. બાકી આ H.I.V. કે એઇડ્સની નિશાની નથી. એઇડ્સ મોટાભાગે અસુરક્ષિત જાતીય સંબંધને કારણે થાય છે.

અન્ય સમાચારો પણ છે...