તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલે ગગન કે તલે:‘જાતી ક્યા જાપાન, બીએફએફ?’

મધુ રાયએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાન્યુઆરી માસમાં 520 નવા શબ્દોને નાગરિકત્વ પ્રદાન થયેલ છે

નવા વરસની મુબારકબાદી દેવા ગગનવાલાએ ધડધડતા દિલે અમુક ‘વ્યક્તિ’ને લખ્યું ‘સાલમુબારક, માય બીએફએફ(BFF)! અને આવતા વર્ષે હમો જાપાનની ટિકિટ કપાવતા છે, તમો આવવાનાં કે?’ સંયોગથી તે ‘વ્યક્તિ’ ફીમેલ હતાં અને એમણે ઉત્તર વાળ્યો, હાલતા થાઓ, કોક બીએમએફ(BMF)ને હોધી લેવ જાપાન જાવા! હમોએ જણાવ્યું કે ઇન્ટરનેટની બોલીમાં બીએફએફ(BFF) એટલે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર! ફીમેલ કે મેલ, નો પોબલેમ. જોકે, ‘વ્યક્તિ’એ જે અર્થ કાઢ્યો તે બાબત ગગનવાલાને સ્લાઇટ ગુદગુદી તો થઈ, યુ ફોલો? અને તે ઉપરથી હમો ઇન્ટરનેટ બોલીમાં વપરાતા બીજા ટૂંકાક્ષરોના વિચારે ચડી ગયા. યથા, BFFN(Best Friends For Now) હાલ પૂરતા બેસ્ટ ફ્રેન્ડ, BFFTTE (Best Friends Forever Til The End) સદાકાળના બેસ્ટફ્રેન્ડ, BFFW (Best Friends Forever Work) ખાલી ઓફિસના બેસ્ટ ફ્રેન્ડ, BGF (Best GirlFriend) બેસ્ટ ગર્લફ્રેન્ડ, FOAF (Friend Of A Friend) ફ્રેન્ડના ફ્રેન્ડ! આ ઉપરાંત વિધવિધ વેબસાઇટો ઉપરથી સેલારા મારતા મારતા અમે તારવેલાં કેટલાંક રત્નો: ELI5 (Explain Like I’m 5)– યાને જાણે કે હું પાંચ વરસનું બાળક હોઉં એમ સમજાવો મને; IIRC (If I Recall Correctly)– જો હું ભૂલતો ન હોઉં તો! અને TIL (Today I Learned)–મને આજે જ ખબર પડી. IMHO (In My Humble Opinion)–મારા નમ્ર અભપ્રાય મુજબ, જેમકે ‘મારા નમ્ર અભિપ્રાય મુજબ તારું મોઢું ગંધાય છે, કોક બીજી પાસે જા!’ અથવા TBH (To Be Honest) મતલબ કે સાચું કહું તો, જેમકે સાચું કહું તો મને પ્રિયંકા બેટર લાગી! IMCO (In My Considered Opinion) મારા મંતવ્ય મુજબ. IRL (In real life)– યાને વાસ્તવમાં, જેમકે પ્રિયંકાનાં સપનાં રહેવા દે બેટમજી, ઇન રિયલ લાઇફ તારા નસીબમાં સરોજભાભીના હાથની રોટલી જ છે, ઓકે? NSFW (Not Safe For Work)–કામ ઉપર જોવામાં જોખમ છે, યાને કોઈ એવી વેબસાઇટની લિન્ક જેમાં ભૂંડી તસવીરો અથવા જોક્સ હોય જે તમારા શેઠ જાણે તો તમને તેની ઓફિસમાં બોલાવીને ધખે! અને આ જુઓ, ઇન્ટરનેટનો જાદુ! OTL! આનો મતલબ શું? સાહેબ, OTLને કોઈ લખાણ સાથે સંબંધ નથી, તે તો ‘ચિત્ર’ છે! ઓહ યસ, OTLને ધારીધારીને જુઓ તો કોઈ માણસ પડખું ફરીને સૂતો છે, યાચક મુદ્રામાં! O એટલે તે માણસનું માથું, T ની ઉપરની લીટી તે માણસની પીઠ અને Tની દાંડી તે તેના હાથ અને L એટલે ઘૂંટણથી વાળેલા પગ! એથીય વધુ મનસ્વી છે (U) એટલે તને ભેટું, (you=U), *$ એટલે સ્ટારબક્સ! અને 10Q = થેંક્યુ! ઔર 182 મીન્સ કે આઈ હેઇટ યુ! અને ભમરાળું CU46 (See You For Sex) આપણે અગડમ બગડમ માટે મળીશું, યાહ? ભાષા એટલે સતત વહેતી, વહેણ બદલતી સંસ્કૃતિની નદી અને એક રીતે જુઓ તો સમય સમયની દૈનંદિની. દરરોજ નવા શબ્દો બનતા હોય છે અને તેમાંથી કેટલાક જીવે છે ને કેટલાક મરણશરણ થાય છે. ગયા વર્ષે અલબત્ત કોવિડ–19ને લગતા અઢળક જુમલા બન્યા ને જીવ્યા. દર નવા વર્ષે મિરિયમ વેબ્સટર ડિક્શનરી તેમજ બીજી મોભાદાર ડિક્શનેરીઓ નવા નવા શબ્દોને આવકાર આપે છે અને આ જાન્યુઆરી માસમાં તેવા 520 નવા શબ્દોને નાગરિકત્વ પ્રદાન થયેલ છે. તેમાંના કેટલાક રસિક પદો: BIPOC (Black, Indigenous, People of Color) ગોરા સિવાયની પ્રજા; આ વખતે ચૂંટાયેલાં અમેરિકાનાં પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના પતિ માટે વપરાશે Second Gentleman. અને અંતે, ગગનવાલાને સહેજ ગલીગલી થાય તેવા બીજા બેએક રસઝરતા જુમલા છે, Sapiosexual: (sexual or romantic attraction to highly intelligent people) અત્યંત બુદ્ધિશાળી લોકો પ્રત્યે આસક્ત થવું તે; અને Silver fox: (an attractive middle-aged man having mostly gray or white hair), સફેદ કેશરાશિ મંડિત આધેડવયનો માડૂ. BTW કોઈ જાપાન જવા કુંપની આપે કે ગગનવાલાને? જય સામુરાઈ! madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો