તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇફ મેનેજમેન્ટ:વધુ કામ કરવાનો ફંડા શું હોય?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોફેશનલ, સોશિયલ, પર્સનલ અને ફેમિલી લાઇફ બેલેન્સ કરવા માટે પ્રોપર ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે

ઘણી વાર કામનો લોડ જો વધારે હોય ત્યારે આપણને એવું થાય કે ચોવીસ કલાક બહુ ઓછા પડે છે અને આવું થાય ત્યારે આપણે ચોવીસ કલાકમાં બહુ બધું કામ કરવાનું હોય છે. આજના સમયમાં વર્કલોડ વધ્યો છે ત્યારે ઓછા સમયમાં કઇ રીતે કામ કરવું એનો ફંડા અપનાવવો પડે એમ છે. મૂળ તો આપણી જિંદગી ચાર ભાગમાં વહેંચાયેલી છે. પર્સનલ લાઇફ, ફેમિલી લાઇફ, પ્રોફેશનલ લાઇફ અને સોશિયલ લાઇફ. જો પ્રોફેશનલ લાઇફને સાચવવા જઈએ તો પર્સનલ લાઇફ કે ફેમિલી લાઇફ અચૂક ડિસ્ટર્બ થાય છે. એટલે એક ભાગ સાચવવા જતા બીજો ભાગ ડિસ્ટર્બ થાય છે. આમ જોવા જઈએ તો લગભગ દરેક વ્યક્તિને આ પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે આ ચાર ભાગનું બેલેન્સ કરી શકાતું જ નથી. જો આ ચારેય ભાગનું બરાબર બેલેન્સ થઇ જાય તો પછી ક્યાંય કોઈ સમસ્યા ન થાય અને બધું બરાબર થઇ જાય, પણ એક વાત યાદ રાખવી કે આ બધું કરવા માટે ટાઇમ મેનેજમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. પચાસથી વધુ વર્ષ પહેલાંની વાત કરીએ તો એ સમયે કોઇ ટેક્નોલોજી નહોતી. કોઈ એકાદ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિ પ્રગતિ કરી શકતો હતો, પણ અત્યારે બધાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે એટલે આપણી પાસે કંઇક વિશેષ હોવું જરૂરી છે. આ વિશેષ મેળવવા માટે ટાઇમ શિડ્યુલ અને પ્રાયોરિટી ઓફ વર્ક અગત્યનાં પરિબળો છે. એટલે દિવસના કામનું એક લીસ્ટ બનાવો. કામની પ્રાયોરિટી નક્કી કરો (કયું કામ પહેલાં કરવું? કયું છેલ્લે? અને ક્યારે કરવું? 24 કલાકનું ટાઇમ શિડ્યુલ તૈયાર કરો. ટાઇમ વેસ્ટેજ અટકાવો કારણ વિનાનાં રિએક્શન બંધ કરો. જે-તે સમયે, જે-તે કામ કરી નાખો. જો તમારે ક્રિકેટર બનવું હોય અને તમે દિવસના પાંચથી છ કલાક ક્રિકેટ પાછળ ફાળવો તો બરાબર છે, પણ જો ક્રિકેટ તમારો ધ્યેય નહીં હોય અને તમે ફક્ત શોખ માટે જ રમતાં હો તો દિવસનો અડધો કલાક પણ આ માટે પૂરતો છે. આ રીતે દિવસની ઘણી પ્રવૃત્તિઓ વચ્ચેથી તમે થોડા કલાકો બાજુ પર મૂકી શકશો. તમારી પ્રાયોરિટીઝનું લીસ્ટ બનાવશો, તો ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ સરળ થઇ શકશે. ⬛

અન્ય સમાચારો પણ છે...