વિઝાને સમજીએ તે પહેલાં ‘H’ વિઝા કેટલા પ્રકારના છે તે જાણવું જરૂરી છે. ત્યાર પછી આપણે H-1B વિઝાની વિગતવાર ચર્ચા કરીશું. H-વિઝાના કુલ પ્રકાર નીચે મુજબ છે:-
1. H-1A વિઝા : આ વિઝા ફક્ત રજીસ્ટર્ડ નર્સીસ માટે જ છે. આ વિઝા કેવી રીતે મળે અને તેની શૈક્ષણિક લાયકાત, ડોક્યુમેન્ટ્સ, અનુભવ, તે માટેની પરીક્ષા વગેરેની ચર્ચા પછીના લેખમાં કરીશું.
2. H-1B વિઝા : આ વિઝા કોલેજ ડિગ્રી ધરાવનાર પ્રોફેશનલ્સ કે જેમને વર્ક એક્સપીરિયન્સ હોય તેમના માટે છે.
3. H-2A વિઝા : આ વિઝા એગ્રીકલ્ચરલ વર્કર્સ માટે છે, જે પ્રેક્ટિકલ નથી.
4. H-2B વિઝા : આ વિઝા યુ.એસ. એમ્પ્લોય તરફથી સીઝનલ નોન-એગ્રીકલ્ચરલ વર્કર્સને જોબ આપવામાં આવે તેના માટે છે તેમજ ફોરેન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી વર્કિંગ યુનિટ્સ જેવી કે ફિલ્મ કંપનીઝ વગેરે માટે છે.
5. H-3 વિઝા : આ વિઝા યુ.એસ. કંપનીમાં અમેરિકા બહાર નોકરી કરતા હોય તેમને ખાસ પ્રકારની અમેરિકાની કંપનીની ટ્રેનિંગ માટે બોલાવી આ વિઝા અપાવે છે.
6. H-4 વિઝા : આ વિઝા H-1B વિઝા ધારકના સ્પાઉસ-ડિપેન્ડન્ટ માટે છે. H4 વિઝા એ નોન-ઇમિગ્રન્ટ આશ્રિત વિઝા છે. H4 વિઝા એવાં પતિ-પત્ની અને બાળકોને આપવામાં આવે છે, જેઓ H-1B, H-2A, H-2B અને H-3 વિઝા ધારકો સાથે યુએસ પ્રવાસ કરે છે. આ વિઝા તમને કાયમી રહેઠાણની મંજૂરી આપતું નથી, પરંતુ તે તમને યુએસમાં રહેવા, અભ્યાસ કરવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે. H4 વિઝા ધારક પાર્ટ-ટાઇમ, ફુલ-ટાઇમ અથવા બિલકુલ કામ કરી શકે છે. H4 વિઝા ધારકને કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવાની પરવાનગી છે. H4 વિઝા ધારક જો રોજગાર ન શોધતો હોય તો પણ EAD માટે પાત્ર બની શકે છે.
ઉપરોક્ત છ પ્રકારના H-વિઝામાં આપણા દેશમાં વધુ ચર્ચિત અને વધુ પ્રચલિત વિઝા H-1B તથા H-4 હોવાથી આ વિઝા કેવી રીતે મળે તેની ચર્ચા કરીએ.
H-1B વિઝા
આ વિઝા થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ આવે છે. આ કેટેગરી મોસ્ટ કોમન છે અને ભારતમાં તે સૌ જાણે છે. આ વિઝા માટે એમ્પ્લોયમેન્ટે પિટિશન કરવાની હોય છે. આ વિઝાનો કુલ વાર્ષિક ક્વોટા 65,000 છે અને તે માટે ફિસ્કલ યરની પહેલી ઓક્ટોબર પહેલાં પિટિશન કરવાની હોય છે અને હવે આ વિઝા માટે લોટરી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. H-1B વિઝા ધારકોના જીવનસાથી પણ ઉચ્ચ શિક્ષિત હોય છે, જેમાંથી મોટાભાગના વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્રની ડિગ્રી ધરાવે છે. અમેરિકા આવતાં પહેલાં તેમણે ક્યાંક ને ક્યાંક તેમના ક્ષેત્રમાં કામ કર્યું હોય છે.
આ વિઝા કેવી રીતે મળે?
આ વિઝા મેળવવા માટે પહેલાં તો તમારે અમેરિકાની કોઈ સારી પ્રતિષ્ઠિત કંપની કે સંસ્થામાં નોકરી માટે અરજી કરી જોબ લેટર અથવા નિમણૂક પત્ર મેળવવો જોઈએ. એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા તમારું કૌશલ્ય, એક્સપીરિયન્સ વગેરેને ધ્યાનમાં લઈને તે કંપની તરફથી તમને નોકરીની ઓફર કરવામાં આવે અને પગાર, કેટલાક હક તથા ફરજો વગેરે દર્શાવતી શરતો સાથેનો પત્ર જે તે કંપની તમને આપશે. એ શરતો તમે મંજૂર રાખશો તો તે કંપની એટલે કે તમારા એમ્પ્લોયર તમારા માટે H-1Bની પિટિશન તથા લેબર સર્ટિફિકેશન માટે કાર્યવાહી કરશે.
આ વિઝા માટેની લાયકાત
આ કેટેગરીમાં વિઝા લેવા માટે કોઈપણ એન્ટ્રી લેવલના પ્રોફેશનલ અને બેચલર ડિગ્રી હોવી જોઈએ તેમજ સ્કિલ્ડ વર્કર તરીકે પોતાના ઓક્યુપેશનમાં ચાલુ રહેલા હોવા જોઈએ. આ ઉપરાંત તમારો તે ઓક્યુપેશનનો ઓછામાં ઓછો બે વર્ષનો ટ્રેઈનિંગનો અથવા તે ઓક્યુપેશનમાં કામ કર્યાનો બે વર્ષનો અનુભવ હોવો જ જોઈએ.(ક્રમશ:)
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.