તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:પૃથ્વીની આરપાર કાણું પાડીએ તો?

નિમિતા શેઠ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૃથ્વી સોંસરવું નીકળવું શક્ય નથી, કારણ કે ગુરુત્વાકર્ષણ એક જ દિશામાં લાગતું બળ નથી

ભાગ-2 000°સે. તાપમાન, વાતાવરણનાં દબાણ કરતાં 36 લાખ ગણું દબાણ અને ઓક્સિજનની અનિશ્ચિતતા જેવાં પ્રતિકૂળ પરિબળોને અવગણીને આપણે વિચારીએ કે, પૃથ્વીનાં કેન્દ્ર સોંસરવી છેક પેલે પાર સુધીની સુરક્ષિત ટનલ તૈયાર થઈ ગઈ છે. માત્ર કાલ્પનિક શક્યતા જોવાની હોવાથી, જાણકારો આ બાબતમાં વિવિધ અભિપ્રાય ધરાવે છે. મોટાભાગનાં લોકો એવું માને છે કે, કૂદતાની સાથે માણસ ગુરુત્વાકર્ષણનાં બળથી પૃથ્વીનાં કેન્દ્ર તરફ ખેંચાશે. જેમ કેન્દ્ર તરફ ગતિ કરશે એમ ગુરુત્વાકર્ષણની અસર વધતી જશે અને તેથી ઝડપ પણ વધતી જશે. પૃથ્વીનાં કેન્દ્ર પાસેથી પસાર થતી વખતે તેની ઝડપ લગભગ 28,400 કિમી/કલાક હશે, જે વાતાવરણમાં અવાજની ઝડપ કરતાં 23 ગણી છે. પૃથ્વીનાં કેન્દ્ર પાસેથી પસાર થઈ ગયા બાદ, પેલી બાજુ તરફની સફરમાં ઝડપ ધીર-ધીરે ઘટતી જશે. અંતે માણસ પૃથ્વી પર વિરુદ્ધ તરફના છેડે નીકળશે ત્યારે એની ઝડપ, કૂદતી વખતે જેટલી હતી, એટલી જ થઈ જશે. આ રીતે પૃથ્વીની આરપાર નીકળતાં આશરે 42 મિનિટનો સમય લાગે અને કોઈ પણ બાહ્ય બળ વગર ફક્ત ગુરુત્વાકર્ષણની અસરથી યાત્રા પૂર્ણ થાય. તેથી આ ગતિને gravity train પણ કહેવામાં આવે છે. પૃથ્વી પરનાં દરેક બિંદુ માટે માત્ર એક એન્ટિપોડ બિંદુ હોય છે. જેમ કે, ન્યૂઝીલેન્ડના મોટાભાગનાં એન્ટિપોડ સ્પેનમાં પડે છે. અમદાવાદ શહેરનું એન્ટિપોડ અમેરિકા ખંડ પાસે પ્રશાંત મહાસાગરમાં છે. એટલે કે, તમે અહીંથી ખોદો તો પૃથ્વીનાં કેન્દ્રમાં થઈને સીધાં ત્યાં સમુદ્રમાં નીકળો. જોકે, ભૌતિકશાસ્ત્રીઓના મત પ્રમાણે આ શક્ય નથી. પૃથ્વી 1600 કિમી/કલાકની ઝડપથી ચોવીસ કલાકમાં પોતાની ધરી ફરતે એક ચક્કર પૂરું કરે છે, જે સપાટી પર ગણેલી ઝડપ છે. જેમ જમીનની અંદર ઊતરતાં જશો તેમ આ ઝડપ ઘટતી જશે, કારણ કે પૃથ્વીનાં કેન્દ્રથી જેમ નજીક હશો તેમ આ ચક્કર નાનું થતું જશે. એટલે કે અહીંથી તમે ટનલમાં કૂદો અને થોડાં કિ.મી. અંદર જાઓ ત્યાં સુધીમાં પૃથ્વી એટલું ફરી ચૂકી હોય કે તમે ટનલની દીવાલ સાથે અથડાઈ જાઓ. આ અસરને Coriolis effect કહેવામાં આવે છે. Coriolis effectના કારણે તમે ટનલમાં જ ક્યાંક અટવાઈ જશો અને આગળ નહીં વધી શકો. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીનું બાકોરું હશે તો જ Coriolis effect શૂન્ય હશે, કારણ કે એ ટનલ પૃથ્વીની ધરી પરની ગતિને એકદમ કાટખૂણે હશે. ગુરુત્વાકર્ષણ એ એક જ દિશામાં લાગતું બળ નથી. 3000 કિમી અંદર ઊતર્યંા પછી તમારી ઝડપ ખરેખર ઘટવા માંડશે, કેમ કે પછી તો તમારી ઉપર પણ પૃથ્વી હશે, જેનું ગુરુત્વાકર્ષણ તમને ઉપર તરફ ખેંચશે. બરાબર કેન્દ્રમાં પહોંચશો ત્યારે બાકોરાંનાં બંને તરફના છેડા પરથી સરખું ગુરુત્વાકર્ષણ લાગશે. પરિણામી બળ શૂન્ય થવાનાં કારણે તમે કેન્દ્રમાં જ ફસાઈ જશો અને બાકીની જિંદગી ત્યાં કાઢવી પડશે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...