(એક્સપર્ટ : ડો. વેદાંત કાબરા, કેન્સર સ્પેશિયાલિસ્ટ)
કોલોરેક્ટલ કેન્સરની શરૂઆત કોલન અને મળાશયની વૃદ્ધિથી થાય છે. તેને પોલિપ્સ કહેવાય છે. સમયની સાથે પોલિપ્સમાં કેન્સર વિકસિત થઇ જાય છે. અગાઉ એવું માનવામાં આવતું કે કોલોરેક્ટલ કેન્સર પચાસ વર્ષથી ઉપરનાં લોકોમાં જ થાય, પણ હવે તે યંગસ્ટર્સમાં પણ જોવા મળે છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના જર્નલમાં પબ્લિશ એક સ્ટડીમાં એ સાબિત થયું છે કે યંગ લોકોમાં કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘણું વધી રહ્યું છે.
કોલોરેક્ટલ કેન્સરને મોટા આંતરડાનું કેન્સર પણ કહે છે. આ કેન્સર આંતરડા અથવા રેક્ટમ (ગેસ્ટ્રો ઈન્ટન્સ્ટાઈનલનો અંતિમ ભાગ)માં હોય છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કેન્સરમાં આ ત્રીજા પ્રકારનું છે. તેમાં મોટાભાગે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ વધારે જોવા મળે છે. મોટાભાગનાં લોકોને આ કેન્સરની શરૂઆતના સંકેત વિશે ખબર પડતી નથી. જો સમયસર આની સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
મહિલાઓમાં આ ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. તે મોટા આંતરડાને પ્રભાવિત કરે છે. મોટાભાગના કિસ્સામાં તેની શરૂઆત કોશિકાઓના નોન કેન્સરસ ટ્યૂમર રૂપે થાય છે, જેને અવગણવામાં આવે તો આ કેન્સર બની શકે છે. ડાયેરિયા અથવા કબજિયાત સહિત પેટ સંબંધિત તકલીફો, ચાર વીક કરતાં વધુ સમય સુધી મળમાં ફેરફાર, મળદ્વારથી લોહી આવવું, પેટમાં દુખાવો, વજન ઘટવું અને નબળાઇ તથા થાક લાગવો. વધારે વજનથી પણ આ કેન્સરનું જોખમ વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.