જાણવું જરૂરી છે:ભરાવદાર સ્તન માટે હું શું કરું?

13 દિવસ પહેલાલેખક: ડૉ. પારસ શાહ
  • કૉપી લિંક

પ્રશ્ન : ડોક્ટર સાહેબ, મારી ઉંમર હાલમાં 27 વર્ષની છે. મારે 3 વર્ષનો બાબો છે. મારો પ્રશ્ન એ છે કે મારાં સ્તન ખૂબ જ નાનાં છે. ડિલીવરી પછી સ્તન ભરાવદાર અને સુડોળ લાગતાં હતાં, પરંતુ દીકરાએ ધાવણ છોડ્યું પછી સ્તન ઢીલાં, સંકોચાયેલાં અને નાનાં લાગે છે. મારા પતિને ભરાવદાર સ્તન ખૂબ જ ગમે છે. પરંતુ હું શું કરું? ફિગર સરસ હોય તો કોઇપણ કપડાં આપણે પહેરીએ તો સૂટ થઇ જાય. ડોક્ટર સાહેબ બજારમાં સ્તન સુડોળ કરવાની કેટલીક ક્રીમ આવે છે. તેઓ કહે છે કે તે આયુર્વેદિક છે, પરંતુ મને ડર છે કે એ ક્રીમ લગાડવાથી ભવિષ્યમાં મને કેન્સર તો નહીં થાય ને? માટે તમે મને એનો સાચો ઉપાય જણાવો. ડોક્ટર સાહેબ આ બધી વાત કરવી શરમદાયક છે, પણ પ્રશ્ન મારા માટે ગંભીર છે. તેથી તમારી સાથે સંકોચ વગર વાત કરું છું. પ્લીઝ મને આનો ઉકેલ આપો. ઉકેલ : સગર્ભાવસ્થા અવસ્થા અને સ્તનપાન વખતે શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે. ऱ्ऱ्ૅૅૅઆ ‌‌‌‌વાત ક્યારેય ભૂલશો નહીં. આ વખતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના બે હોર્મોન્સનું પ્રમાણ સ્ત્રીના શરીરમાં વધી જતું હોય છે. જેના કારણે સ્તનની અંદર આવેલા કોષોની સંખ્યા વધતી હોય છે અને સાથે સાથે તેઓ કદમાં મોટાં પણ થતાં હોય છે. તેથી આ સમયે સ્તન મોટાં અને ભરાવદાર લાગતાં હોય છે, પરંતુ સ્તનપાન બંધ થતાં આ હોર્મોન્સનું પ્રમાણ ધીરે-ધીરે ઓછું થઇને સંતુલિત થઇ જાય છે. એ કારણે સ્તનની અંદર આવેલા કોષોની સંખ્યા અને કદ ઘટવા માંડે છે અને સ્ત્રીને સ્તન ઢીલાં અને નાનાં લાગવા માંડે છે. આ ઘટના દરેક સ્ત્રી સાથે થતી હોય છે. જોકે, આનાથી ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. આ માટે સ્ત્રીએ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ ધ્યાન આપવું જોઇએ. જેમ કે યોગ્ય સાઇઝ અને ફિટિંગવાળી જ બ્રાનો ઉપયોગ કરવો જોઈએ, નિષ્ણાત ડોક્ટર પાસેથી પ્રસવ સારી રીતે થાય અને પ્રસવ બાદની કસરતોનું જ્ઞાન મેળવી અમલમાં મૂકવું. હજી પણ આપના કિસ્સામાં જરાય મોડું થયું નથી. નિષ્ણાત ડોક્ટર પાસેથી આ કસરતોનું જ્ઞાન મેળવીને તમે એની શરૂઆત કરી દો કે જેથી સ્તનના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા પાછી મેળવી શકશો અને ઢીલાંપણાનો અહેસાસ થશે નહીં. સ્તનનાં આકાર અને સાઇઝને લીધે જો આપને લઘુતાગ્રંથિ અનુભવાતી હોય તો જાહેર જીવન પૂરતું પેડેડ બ્રાનો ઉપયોગ કરી શકો છો. પેડેડ બ્રા પહેરવાથી કોઈ સમસ્યા નથી આવતી અને તમે કમ્ફર્ટ પણ રહેશો. આ માટે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ સમસ્યા કોઈ ગંભીર નથી એનો ઉકેલ લાવી શકાય એમ છે. આ માટે તમે વધુ પડતી ચિંતા કરશો નહીં, કારણ કે ચિંતાને કારણે તમારા વજનમાં ઘટાડો થશે કે જેથી સ્તન તમને વધુ નાનાં લાગશે. યોગ્ય પૌષ્ટિક ખોરાક લો. ક્રીમ કે તેલની માલિશ કરવાથી સ્તનનાં કદમાં કોઇ ફાયદો થતો નથી. આપ કોઇ પણ ક્રીમ, તેલ કે પાઉડરથી માલિશ કરશો તો પણ કદાચ સમયપૂરતો સ્તનનો વિકાસ થયેલો લાગશે, કારણ કે માલિશ કરવાથી એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને લોહીનો ભરાવો થાય છે, જેથી માલિશ વખતે અને તેના થોડા સમય સુધી કદાચ એમ લાગે કે આમ કરવાથી ફાયદો થયો છે. માટે યોગ્ય કસરતો અને પૌષ્ટિક આહાર મદદરૂપ થઇ શકે છે. પરંતુ કાયમી રાહત માટે માત્ર ઓપરેશન મદદરૂપ થઇ શકે છે. વિજ્ઞાનની પ્રગતિના લીધે આજના સમયના ઓપરેશન પણ હવે તો પહેલાં કરતાં ખૂબ જ આસાન થઇ ગયું છે. એની સાથે સાથે સ્તન પાછાં ભરાવદાર કરવા માટે જો તમે ઓપરેશન કરાવ્યું હોય તો તેની પણ કોઈને ખબર પડતી નથી. અને હા, આ ઓપરેશનની કોઈ આડઅસર પણ નથી થતી એ ભૂલશો નહીં.

્રશ્ન : મારી ઉંમર 23 વર્ષની છે. આવતા વર્ષે મારાં લગ્ન થવાનાં છે. મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીએ ગર્ભનિરોધક ગોળીઓ સમાગમ પછી કે દરેક સમાગમ પછી લેવી પડે? મહિનામાં કેટલો સમય ગોળીઓ લેવી પડે? યોગ્ય માગદર્શન આપશો કે જેથી ગર્ભ ના રહે? ઉકેલ : નવપરિણીત યુગલો માટે બે ગર્ભનિરોધકો સૌથી વધારે અનુકૂળ આવે તેમ છે. એક છે નિરોધ અને બીજો રસ્તો છે ગર્ભનિરોધક ગોળીઓ. ગર્ભનિરોધક ગોળીઓમાં રહેલા હોર્મોન્સ સ્ત્રીના બીજાશયમાંથી બીજ છૂટું પડવા નથી દેતા. આને કારણે સ્ત્રીને ગર્ભ રહેતો નથી, પરંતુ આ ગોળીઓ દરરોજ ચોક્કસ સમયે લેવી જ પડે અને જો આમ કરવામાં આવે તો જ ગર્ભધાન સો ટકા ટાળી શકાય છે. પહેલી વખત આપના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરની સલાહ પ્રમાણે આ ગોળી ચાલુ કરવી હિતાવહ છે. લગ્નના મહિના પહેલાં આ ગોળી ચાલુ કરવાથી પહેલેથી જ ગર્ભધાન સામે રક્ષણ મળે છે. વળી, ગર્ભનિરોધના ઉદ્દેશ્ય સાથે લેવાતી આ ગોળીઓને લીધે ગર્ભનિરોધક ઉપરાંત નિયમિત માસિકસ્ત્રાવ, વેદનામાં રાહત, વધુ પડતા રક્તસ્ત્રાવમાં ફાયદો તેમજ ગર્ભાશયના અંત:ત્વચાના કેન્સરમાં પણ ઘટાડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...