તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણવું જરૂરી છે:ઇન્દ્રિયમાં વળાંકનું કારણ શું હોઈ શકે?

ડૉ. પારસ શાહ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમસ્યા. મારા પતિની ઉંમર 56 અને મારી 47 વર્ષ છે. અમારે ચાર બાળકો છે. જાતીય જિંદગી અત્યાર સુધી ખૂબ જ આનંદપૂર્વક માણી છે ને ભવિષ્યમાં માણવાની ઇચ્છા છે. મારા પતિને ગુદા મૈથુનની ઇચ્છા વધુ થાય છે, પરંતુ છેલ્લા છ એક મહિનાથી પતિની ઇન્દ્રિય વાંકી થઈ રહી છે. શું આ વળાંક ઉંમરના કારણે થતો હશે કે ગુદા મૈથુનને કારણે તે જણાવશો. ઉકેલ: દરેક પુરુષની ઇન્દ્રિય થોડી ઉપર કે થોડી નીચે, થોડી ડાબી બાજુ કે થોડીક જમણી બાજુ વળાંક ધરાવતી હોય છે. સામાન્ય રીતે ઇન્દ્રિયનો વળાંક કેળા જેટલો હોય છે. આ એક સામાન્ય વસ્તુ છે. કોઈ બીમારી નથી, પરંતુ અમુક પુરુષોમાં આ વળાંક વધતો જતો હોય છે. જો ઇન્દ્રિય ધનુષ આકાર જેટલો વળાંક ધરાવતી હોય તો તેનું ધ્યાન રાખવું પડે. વળાંક દાંતરડા જેટલો હોય તો તેની સારવાર કરાવી પડે. ઘણીવાર પાયારોનિસ નામની બીમારીમાં વળાંકની તકલીફ ઈન્દ્રિયમાં જોવા મળતી હોય છે. 50 ટકા કિસ્સાઓમાં તે માત્ર દવા દ્વારા આ વળાંકને આગળ વધતો અટકાવી શકાય છે ને એમાં સુધારો પણ કરી શકાતો હોય છે, પણ જો આ વળાંક વધારે પડતો હોય અને જાતીય સુખમાં અવરોધરૂપ કે પીડાદાયક હોય તો ઓપરેશનની જરૂર પડી શકે છે. આપના પતિની આ વળાંકની સમસ્યા ચોક્કસ ગુદામૈથુન કે ઉંમરને કારણે નથી. યોગ્ય સેક્સોલોજિસ્ટ પાસે તપાસ કરાવી, સારવાર કરાવવી જરૂરી છે. સમસ્યા. મારી ઉંમર 37 વર્ષ છે. 15 વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુનની આદત હતી. આદત લગ્ન બાદ પણ ચાલુ રહી હતી, પરંતુ છેલ્લાં ચારેક વર્ષથી હસ્તમૈથુન કરવાનું બંધ કરી દીધેલ છે. પહેલાં તો મને સેક્સના વિચારથી પણ ઉત્તેજના આવી જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સેક્સના વિચારથી ઉત્તેજના આવતી નથી. મારામાં કોઈ ખામી આવી ગઈ હશે? શું હું નપુંસક થઈ ગયો હોઈશ? મારી પત્ની મારાથી છ વર્ષ નાની છે. જેથી મને ખૂબ જ ચિંતા થાય છે કે તેને હું સંતોષ આપી શકીશ કે નહીં આપી શકું? યોગ્ય રસ્તો બતાવવા વિનંતી. ઉકેલ: મોટાભાગના લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ઉત્તેજના અનુભવવામાં તકલીફ અનુભવાતી જ હોય છે. આ મોટેભાગે ટેમ્પરરી હોય છે. જ્યારે પુરુષના જીવનમાં તમારી જેમ પહેલીવાર ઈન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ આવે કે એકાદ-બેવાર જાતીય જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે તેને મનમાં તો એમ જ લાગે કે તે દુનિયામાં એકમાત્ર પુરુષ જે નપુંસકતાનો શિકાર થઈ ગયો છે અને એ જ ચિંતામાં ને ચિંતામાં જ રાત દિવસ પસાર કરે. અમુક સંવેદનશીલ પુરુષો તો પત્નીથી દૂર ભાગ્યા કરતા હોય છે, પરંતુ આમાં વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો કોઈ પણ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતા-સૂતા કે કોઈ પણ અવસ્થામાં, વિચારવાથી કે હસ્તમૈથુન વખતે કે કોઈ બીજી અવસ્થામાં, જો એક વાર પણ પૂરતું ઉત્થાન થાય તો તેને ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તે એકદમ નોર્મલ છે. આવા સમયે જે વ્યક્તિ શાંત ચિત્તે સાત-આઠ દિવસ ઇન્દ્રિય તરફ જોવાનું અને વિચારવાનું છોડી દે તો તેમને ફરીથી ઉત્તેજના અનુભવવા લાગે છે. અત્યારે તમે કોઈ ચિંતા કર્યા વગર ફોર-પ્લે એન્જોય કરો. ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે કે નથી આવતી એની ચિંતા છોડી દો. મોટાભાગના માનસિક નપુંસકતાના કિસ્સાઓમાં આમ કરવાથી ઇન્દ્રિયમાં ઉત્તેજના જાતે જ પાછી આવવા માંડશે. છતાં કોઈ તકલીફ હોય ફેમિલી ડોક્ટરને કે સેક્સોલોજિસ્ટ પાસે તપાસ કરાવી સારવાર કરાવવી

સમસ્યા. મારી ઉંમર 26 વર્ષ છે. મારા લગ્નને નવ મહિના થયેલા છે. અમને પતિ-પત્નીને ત્રણેક વર્ષ સુધી કોઈ જ બાળકની ઇચ્છા નથી. મારા પતિને નિરોધ ફાવતું નથી અને મારે ગર્ભનિરોધક ગોળીઓ લેવી નથી. અમારા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે અમે કોપર ટી મૂકાવવા ગયેલા. તો તેમને એમ કહ્યું કે, જો એક બાળક થાય પછી જ કોપર ટી મૂકી શકાય. મારે જાણવું છે કોપર ટીની સલાહ એક બાળક થઇ ગયા પછી કેમ આપવામાં આવે છે? શું કોપર-ટી મૂકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે? ઉકેલ: સામાન્ય રીતે જે સ્ત્રીને એક પણ બાળક ના થયેલ હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયનું મુખ ટાઈટ હોય છે. જેથી કોપર ટી મૂકતી વખતે સ્ત્રીને દુખાવો થવાની શક્યતા વધુ રહેતી હોય છે. આવી સ્ત્રીઓમાં ગર્ભાશયનો સોજો પણ આવી શકતો હોય છે જેનાથી ભવિષ્યમાં બાળક રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. જ્યારે એક બાળકને જન્મ આપી ચૂકેલ સ્ત્રીઓમાં આમ બનવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે. તેથી ડોક્ટર હંમેશાં માતા બની ચૂકેલી સ્ત્રીઓમાં જ કોપર ટીની સલાહ આપે છે. માતા ન બનેલી સ્ત્રીઓમાં ગર્ભનિરોધક ગોળી ઉત્તમ કોન્ટ્રાસેપ્ટિવ છે. આ ગોળીઓ ગર્ભ રહે તો અટકાવે છે, સાથે સાથે માસિક સ્ત્રાવ પણ નિયમિત કરે છે. માતા બની ચૂકીલ સ્ત્રીઓમાં કોપર ટી કાઢી લેવામાં આવે તો બીજા જ મહિનાથી તે ફરીથી માતા બની શકે છે. સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં કોપર-ટી કાઢ્યા પછી બાળક રહેવાની શક્યતામાં કોઇ જ ઘટાડો થતો હોતો નથી.​​​​​​​ જોઇએ.dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો