તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:અહો આશ્ચર્યમ!

13 દિવસ પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક
 • જ્યારે યમરાજનું દિમાગ પણ ચકરાઈ જાય છે!

તમે હમણાં-હમણાં કેમ ઓવરટાઈમ કરતા જોવા મળો છો?’યમરાજ ચિત્રગુપ્તને પૂછી રહ્યા હતા. ‘મહારાજ, હમણાં હમણાં 24,671 નંબરના ગ્રહ પરથી ઘણા જીવોનું આગમન થઈ રહ્યું છે. ત્યાંના જીવો જેને પૃથ્વી તરીકે ઓળખે છે એ ગ્રહ પર કોઈ રોગ ફેલાયો છે. ત્યાંના જીવો એકબીજાના સંપર્કમાં આવવાથી મરી રહ્યા છે. જેમનું આયુષ્ય પૂરું ન થયું હોય એવા જીવો પણ આવવા લાગ્યા છે એટલે મારે ઓવરટાઇમ કરવો પડે છે.’ ‘અરે! એવું તે કેવી રીતે બની શકે, ચિત્રગુપ્ત? આપણા યમદૂતો આવી ભૂલો કઈ રીતે કરી શકે?’ યમરાજને આઘાત લાગી ગયો. ‘અરે મહારાજ, એ ગ્રહની જવાબદારી સોંપાઈ છે એવા યમદૂતો પણ ફરિયાદ કરે છે કે પૃથ્વી પરના કેટલાક જીવો તેમની સાથે હરીફાઈમાં ઊતર્યા છે!’ ‘હેં! શું વાત કરો છો?’ યમરાજ આશ્ચર્યચકિત થઈ ગયા. ‘એ ગ્રહમાંય ભારત નામના વિસ્તારમાં સૌથી વધુ મૃત્યુ થાય છે. ઓક્સિજન નામની ચીજની અછતને કારણે ત્યાંના જીવો અકાળે મરી રહ્યા છે.’ ‘શું વાત કરો છો? પણ શાસકો પગલાં લેતાં નથી?’ ‘શાસકોની તો વાત જ રહેવા દો, મહારાજ! મહારાષ્ટ્રની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી અને 14 દર્દીઓ જીવતા સળગી ગયા...’ ‘અરેરે!’ યમરાજને પણ કંપારી છૂટી ગઈ. તેમણે સવાલ કર્યો, ‘આવું થયું છતાં કોઈના પેટનું પાણી ન હલ્યું?’ ‘ના. ઊલટું, ત્યાંના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મીડિયા પર તૂટી પડ્યા. તેમણે કહ્યું કે આ કોઈ નેશનલ ન્યૂઝ નથી, આ એક સ્થાનિક ઘટના છે. એને આટલી બધી શા માટે ચગાવો છો?’ ‘આવું થોડું ચાલે!’ યમરાજા અકળાઈ ઊઠ્યા. ‘એ દેશમાં કોઈ પણ પક્ષની સરકારોને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હોય એવું જણાતું નથી. ત્યાં જુદાં-જુદાં રાજ્યોમાં તમામ પક્ષોએ મોટી ચૂંટણી રેલીઓ યોજી અને એ રોગને વકરવાની તક આપી. ભારત નામનો આખો વિસ્તાર એ રોગના ભરડામાં છે. જોકે, તેલંગણા નામના વિસ્તારમાં ત્યાંના ઊર્જા પ્રધાન જગદીશ રેડ્ડી અને આરોગ્યપ્રધાન ઈ. રાજેન્દ્રએ તેમના વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી...’ ‘તો તો તે સારા જીવો કહેવાય.’ ‘પરંતુ, મહારાજ એવાં નિવેદનો કર્યાં પછી તેમણે જ 27 એપ્રિલ, 2021ના દિવસે મોટી-મોટી ચૂંટણી રેલીઓ યોજી!’ ‘અરે! પ્રજાએ એવી સરકારને રવાના કરી દેવી જોઈએ અને નવી સરકાર લાવવી જોઈએ.’ ‘મહારાજ, એ રાજ્યમાં વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી નામનો પક્ષ છે. એના પ્રદેશપ્રમુખ બી. સંજયકુમારે પણ વિશાળ ચૂંટણી રેલી યોજી હતી!’ ‘તો એ પક્ષના બીજા નેતાઓએ તેમને એવું કરતાં રોકવા જોઈએ ને!’ ‘કોણ રોકે, મહારાજ? હમણાં એ પક્ષના ગુજરાત રાજ્યના વડા સી.આર. પાટિલ જામનગરમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભીડ વચ્ચે જઈને ફોટોઝ પડાવી આવ્યા! તેમણે પણ ગુજરાતમાં ચૂંટણીઓ વખતે મોટી-મોટી રેલીઓ કરી હતી!’ ‘તો ત્યાંના જીવોમાં બુદ્ધિ નામની ચીજ નથી? આવી રેલીઓમાં શા માટે જવું જ જોઈએ?’ યમરાજને કુતૂહલ થયું. ‘જી મહારાજ. જોકે, ત્યાંની અદાલતો અને ન્યાયાધીશો હમણાં-હમણાં સક્રિય થયાં છે અને કહે છે કે આવી સ્થિતિમાં ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણીપંચના કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ!’ ‘હા, તો સાચી જ વાત છે ને!’ ‘અદાલતે ધમકાવ્યા પછી ચૂંટણીપંચ જાગૃત થયું અને એણે જે તે રાજ્યમાં ચૂંટણીઓનાં પરિણામો આવ્યાં પછી વિજય સરઘસ કાઢવાની સખત મનાઈ ફરમાવી દીધી, પણ એ દરમિયાન ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણીઓ યોજાઈ એમાં...’ ‘અરે! ત્યાંની સરકારે ચૂંટણીપંચને વિનંતી કરવી જોઈએ ને કે બધું થાળે પડે એ પછી ચૂંટણીઓ યોજો.’ ‘પણ મહારાજ, ઉત્તરપ્રદેશની સરકારે કહ્યું કે વિનોદ ઉપાધ્યાય નામના એક માણસે 2020ના વર્ષમાં 23377 નંબરની રિટ પિટિશન ફાઈલ કરી હતી એના આધારે અલાહાબાદ હાઈકોર્ટે જ 14 ફેબ્રુઆરી, 2021ના દિવસે ચૂંટણીપંચને આદેશ આપ્યો હતો કે ‘30 એપ્રિલ સુધીમાં આ રાજ્યની સ્થાનિક પંચાયત ચૂંટણીઓની પ્રક્રિયા પૂરી કરો!’ ‘હેં!’ યમરાજની નવાઇનો પાર ન રહ્યો. ‘મહારાજ, અદાલતના આદેશને કારણે યોજાયેલી ચૂંટણીઓની પ્રક્રિયામાં ફરજ નિભાવવા માટે ચૂંટણીપંચે જેમને કામે લગાડ્યા હતા, એમાંના 135 શિક્ષકજીવો અને શિક્ષામિત્રજીવો કોરોનાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા!’ ‘ઓહ!’ ‘પછી ત્યાંની એ જ અદાલતે સરકારને ફટકારી કે ‘ચૂંટણી પ્રક્રિયામાં 135 જણા મરી ગયા’ એ વાતની તમને શરમ નથી આવતી?’ ‘હેં!’ ‘મહારાજ, આવું તો ઘણુંબધું ત્યાં બની રહ્યું છે. ઉત્તરપ્રદેશના એક સંસદસભ્ય કૌશલ કિશોરે ઓક્સિજનની અછતના મુદ્દે ત્યાંના મુખ્ય શાસક યોગી આદિત્યનાથ સામે આમરણ ઉપવાસની ધમકી આપી.’ ‘તો તો ત્યાંના વિપક્ષી નેતાએ સારી ભૂમિકા નિભાવી કહેવાય!’ યમરાજે કહ્યું. ‘ના, ના. તેઓ ઉત્તરપ્રદેશના શાસક પક્ષના જ સંસદસભ્ય છે!’ ‘શું વાત કરો છો! આ તો તમે મારી સામે અવાજ ઉઠાવો એવી વાત થઈ!’ ‘નહીં, મહારાજ. તેમણે પહેલાં તો અવાજ નહોતો ઉઠાવ્યો. એ તો કૌશલ કિશોરના સગા ભાઈ મહાવીર પ્રસાદનું ઓક્સિજન ન મળવાના કારણે મૃત્યુ થઈ ગયું એટલે…’ ‘ચિત્રગુપ્ત, બસ, બસ. હવે તો મારું દિમાગ પણ બહેર મારી ગયું છે! એ ગ્રહના જીવો કોરોના વાઈરસ કરતાંય એકબીજાને જ વધુ નડતા હોય એવું લાગે છે મને!’{

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો