તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાઝે બયાં:વેલકમ ન્યૂ-યર 2021 આદમ અને ઈવ હાસ્ય સેલિબ્રેશન!

2 મહિનો પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • આદમ-ઈવના યાદગાર ને મજેદાર ટુચકાઓને માણીને નવા વરસનું સ્માઇલ સાથે સ્વાગત કરીએ

ટાઇટલ્સ ગાંઠિયા-જલેબીની વ્યવસ્થા રાખી હોય તો ગુજરાતીઓ આંદોલન કરવા ક્યાંય પણ ભારી સંખ્યામાં ઉમટી શકે! (છેલવાણી) રવીન્દ્રનાથ ટાગોર કહે છે: ઉત્સવ અમારી જાતિ અને આનંદ અમારું ગોત્ર... બસ આવી જ ફિલોસોફી સાથે એકધારું આપણે જીવ્યે રાખીએ છીએ. બે દિવસ બાદ, ડરી ડરીને ઊજવેલી ન્યૂ યરની પાર્ટીની મજા ભૂલાઇ જશે, હેપ્પીનેસનો હેંગ-ઓવર ઉતરી જશે, પણ ગયા વરસની કોરોના ઉપાધિ જીવનભર ક્યાંથી ભુલાશે? વળી આવતા નવા વરસે પણ બહુ કમાલનો ચમત્કાર થઇ જશે એની કોઇ ખાતરી નથી, પણ જેમ આ દેશમાં ભ્રષ્ટાચાર અને ગરીબી અમર છે, એમ આપણી આશા પણ અમર છે. જ્યારથી આ ધરતી પર આદમ અને ઈવ પધાર્યાં છે ત્યારથી માનવની સમસ્યાઓ તો ટી.વી. સીરિયલની વાર્તાઓની જેમ લંબાયા જ કરે છે. આ કોલમના લોકપ્રિય પાત્રો આદમ ને ઈવ એટલે બીજું કોઇ નહીં, પણ તમે કે હું કે આપણા જીવનસાથી કે મિત્રો કે પાર્ટનર... આદમ-ઈવની મીઠી નોંકઝોંકમાં કદીક આદમ ઈવ પર ભારે પડે તો ક્યારેક ઈવ આદમ પર... જેમ લાઇફમાં ક્યારેક સુખ વધુ આવે તો કદીક દુ:ખ! તો ચાલો, ગયા વરસના ટેન્શનાત્મક સમાચારો કે ઘટાનાઓની હાઇલાઇટ્સ કે સેડ સેડ સંભારણાંને યાદ કરવાને બદલે આદમ-ઈવના યાદગાર અને મજેદાર ટુચકાઓને માણીને નવા વરસનું સ્માઇલ સાથે સ્વાગત કરીએ. તો અમથું અમથું એન્જોય કરીને, વેલકમ કરો ન્યૂ યરને : આદમ: તું શાકાહારી છે?

ઈવ: ના કાંદાહારી! *** ઈવ : સાદું જીવન, ઉચ્ચ વિચાર- વિશે તું શું માને છે? આદમ : નથી માનતો! *** આદમ : અકબરનો જન્મ ક્યારે થયેલો? ઈવ: એના બર્થ-ડેના દિવસે! *** ઈવ: મેં પાંચ હજારનું પર્સ ખરીદ્યું! આદમ: પણ તો પછી હવે એમાં અંદર શું મૂકીશ? *** આદમ: ભૂખ લાગી છે. શું ખાઉં? ઈવ: કસમ ખા! *** ઈવ: આ વખતની ચૂંટણીથી શું શીખ્યા? આદમ: બે નવી ગાળો! *** આદમ : આપણું બેબી બોલતાં શીખી ગયુંને? ઈવ : હા, પણ હવે એને ચૂપ રહેતાં શીખવવું પડશે! *** ઈવઃ મૂરખ અને વિદ્વાનમાં શું સામાનતા છે? આદમઃ બેઉ એમ જ માને છે કે એ પોતે બધું જ જાણે છે! *** આદમ : તું ટેલિફોન ડિરેક્ટરી શા માટે વાંચે છે? ઈવ: જીવનમાં અજાણ્યાઓને ઓળખવાનો પ્રયત્ન કરું છું! *** ઈવ ઃ માતૃભાષા કેમ કહેવાય છે? આદમ ઃ કારણ કે ઘરમાં મા બોલતી હોય છે અને બાપ સાંભળે રાખે છે. *** ઈવ : સાડીની બોર્ડર કેવી લાગે છે? આદમ : અહીંયા દેશની બોર્ડર પર ટેન્શન છે અને તને સાડીની બોર્ડરની પડી છે? *** આદમ :મારું ચારિત્ર્ય ખુલ્લી કિતાબ છે. ઈવ : હા, પણ અનેક પાનાં પર ડાઘાં છે! *** આદમ : એક ઉંમર પછી સ્ત્રી ચાર્મલેસ લાગવા માંડે છે. ઈવ : અને એ ઉંમર પછી પુરુષ હાર્મલેસ! *** ઈવ: કેમ છે? આદમ : એ જ થાય છે કેમ છું? *** ઈવ : તારી હાઈટ કેટલી? આદમ : અહીં નાનપણથી ઊભું જ કોણ થયું છે માપવા માટે? *** ઈવ : વિચારીને વોટ આપવો, 5 વરસનો સવાલ છે. આદમ : આટલું તારે વિશે વિચાર્યું હોત તો જિંદગી ના બગડત! *** આદમ : આ સિઝનમાં ચાલને વર્લ્ડ ટૂર પર જઈએ।. ઈવ : ના, ત્યાં નહીં બીજે ક્યાંક જઈએ! ઇન્ટવલ વર્ષ નવ, હર્ષ નવ, જીવન ઉત્કર્ષ નવ, નવ ઉમંગ, નવ તરંગ, જીવન કા નવ પ્રસંગ (બચ્ચન) ઈવ : તને ટેકસ વિશે સમજાય છે? આદમ : સમજાતી તો તુંયે નથી? છૂટકો છે? *** ઈવ: અં…ઓન ધ અધર હેન્ડ, તને પેલી વાત વિશે શું લાગે છે? આદમ : અં...પણ મારા બીજા હાથમાં પણ આંગળા જ છે! *** આદમ: કોલમ ચોખા અને છાપાંની કોલમ વચ્ચે શું ફરક છે? ઈવ : કોલમ ચોખા જૂનાં થાય તો વધુ સારાં બને છે! *** ઈવ: મારી મૂર્તિ બને તો? આદમ : એમાં થોડા હાવભાવ ઉમેરવા પડે! *** આદમ : સાચું કહું? ઇવ : ના..જે ના ફાવે એ કામ ના કરવું. *** ઈવ: તને ખુશ કરવા શું કરું? આદમ : ખાલી નડ નહીં મને. *** ઈવ : સ્વાર્થી! તેં કેકનો મોટો ટુકડો છીનવી લીધો. હું હોત તો નાનો ઉઠાવત... આદમ : બસ, તો તને જે જોઈતું હતું એ મળી ગયુંને? *** આદમ : વરસાદનું શું લાગે છે? ઈવ : પડશે ત્યારે રસ્તા ભીના થશે! *** આદમ : તું છાપું વાંચે છે? ઈવ : ના, ના જસ્ટ આ પેપર પર ત્રાટક કરું છું! *** આદમ : મારા દિમાગમાં એક વિચાર આવે છે. ઈવ : વિચાર તો દિમાગમાં જ આવેને, નાકમાં નહીં! *** આદમ : થાય છે કવિતા લખીને સમાજ બદલી નાખું. ઈવ : પહેલા તકિયાનાં કવર બદલો તોયે ઘણું. *** આદમ ઃ જો હું ખોવાઇ જઉં તો તું છાપાંમાં જા.ખ. આપીશ? ઈવ : હા ને લખીશ કે જ્યાં છે ત્યાં ખુશ રહે! *** આદમ : (એસ.એમ.એસ. પર) કોલ મી, આદમ! ઈવ : (એસ.એમ.એસ પર જવાબ) આદમ ! ઈવ : કાલે પિયર જઇશ. આદમ : હાશ, હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે! *** આદમ : તું પ્રેમ કરતી વખતે મારી જોડે વાત કરે? ઈવ : હા, તારો ફોન આવે તો વાત કરવી જ પડે ને! *** છોકરી ઃ તું મારી પાછળ કેમ પડ્યો છે? છોકરો ઃ એવું હોય તો તું મારી પાછળ પડ, મને વાંધો નથી! *** ઈવ : બાઇક ધીમી ચલાવ, મારા વાળ ઉડે છે. આદમ : આનાથી ધીમી કરીશ તો ઊભી રહી જશે! *** ઈવ: તું ઇમાનદાર ખરો? આદમ : હજી પકડાયો નથી! *** આદમ : દીકરો બાપની ધોતિયાની પાટલી ગોઠવી આપે એને શું કહેવાય? ઈવ : પાટલી-પુત્ર! *** ઈવ : મને મહિલા મંડળમાંથી ફ્રીમાં ગિફ્ટ મળી! આદમ : ફ્રીમાં? તો બે લઈ આવવી‘તી ને? *** આદમ : શું વિચાર્યું? ઈવ : એ જ કે કંઈક વિચારવું તો પડશે જ! *** ઈવ : મને ઓળખી? આદમ : તારો ફોન નંબર યાદ આવે છે ચહોરો નહીં! *** આદમ : એક જોક કહું? ઈવ : એના કરતાં જે કર્યું એ સાચું બોલી દેને! *** ઈવ : રમતમાં કોણ જીતે કે હારે એ અગત્યનું નથી. આદમ : તો સ્કોર બોર્ડ જખ મારવા હોય છે? ***​​​​​​​ ઈવ : શનિ-રવિ રિસોર્ટ જવું છે? આદમ : ઓકે! પણ તું એકલી ઘરમાં રહી લઇશ ને? એન્ડ ટાઇટલ્સ આદમ અને ઈવની જાહેર સૂચના: આ વરસે અમે સફરજન નહીં, પણ અડધી અડધી કોરોના રસી લઇને નવું વરસ મનાવવાનો સંકલ્પ કર્યો છે! sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો