તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇફ મેનેજમેન્ટ:લોકોમાં લોકપ્રિય બનવું છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તૈયારીપૂર્વકનું કામ કરવાની ટેવ સફળ બનાવે

દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે પોતાનું વ્યક્તિત્વ બીજા ઉપર અનોખી છાપ છોડે એવું હોય એટલે કે પ્રભાવશાળી હોય. લોકો વચ્ચે લોકપ્રિય બનવાનું કોને ન ગમે? પણ આવું અસરકારક, લોકોને આકર્ષે એવું વ્યક્તિત્વ કેવી રીતે ઘડાય? ખાસ કરીને તૈયારીપૂર્વકનું કામ કરવાની ટેવ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે. આવું સુંદર વ્યક્તિત્વ વિકસાવવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. ઘણી આદત જીવનમાં અપનાવવી પડે અને તેનો અમલ કરવો પડે. ⬛ જેમકે, તમે કોઈ પણ કામ કરો એ વખતે સૌપ્રથમ તો વિચારો કે એ કામ શા માટે કરો છો અને એનું કેવું પરિણામ આવશે! ⬛ ધ્યેય હંમેશાં નક્કી હોવો જોઈએ અને એ ધ્યેય પૂરો કરવા માટે કેવાં પગલાં લેવાનાં છે એની પણ પહેલેથી છેલ્લે સુધીની યાદી હોવી જોઈએ. ⬛ વાતચીત કરતી વખતે ફક્ત પોતે જ બોલ્યાં કરો એ ખોટું છે. બીજાની વાત પણ રસપૂર્વક સાંભળો. ⬛ નિષ્ફળતાનો સામનો હિંમતપૂર્વક કરો અને સફળ થાઓ તો અભિમાન રાખશો નહીં. નમ્ર બનો. ⬛ જે લોકો લઘુતાગ્રંથિથી પીડાતાં હોય તેમની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીને તેમની લઘુતાગ્રંથિ દૂર કરો. ⬛ કોઈપણ સમસ્યાનું સમાધાન ધીરજપૂર્વક, શાંતિથી વિચારીને લાવો, આક્રમક બનીને નહીં. ⬛ કુટેવોની યાદી બનાવીને એ કુટેવોને સુટેવોમાં ફેરવવાનું શરૂ કરો. ⬛ નકારાત્મક વિચારસરણીને દૂર કરીને હકારાત્મક વિચારસરણી અપનાવવી જરૂરી છે. ⬛ વારંવાર એકની એક વાત કહીને સામેવાળી વ્યક્તિમાં અણગમો ઊભો ના કરો. ⬛ કોઈ વ્યક્તિ દુ:ખી થાય એવી વાત ન કરવી. ⬛ વિપરીત પરિસ્થિતિમાં ગભરાવાને બદલે હિંમતપૂર્વક સામનો કરો. ⬛ લક્ષ્યપ્રાપ્તિ માટે સતત મહેનત કરવાથી જીવનમાં સફળતા ચોક્કસ મળે છે. ⬛ કોઈ ટીકા કરે તો ક્રોધ કરવાને બદલે લક્ષ્ય સુધી પહોંચવાની દિશામાં આગળ વધવું. ⬛ એ જરૂરી નથી કે જીવનમાં તમને કોઈ ને કોઈ મેન્ટર મળે. ખુદ મેન્ટર બનો અને પોતાની ખામીઓને દૂર કરો. આ પ્રકારની આદત વિકસાવવાથી વ્યક્તિત્વ નિખરે છે અને તમે સૌના દિલમાં સ્થાન મેળવો છો અને લોકપ્રિય બનો છો.⬛

અન્ય સમાચારો પણ છે...