તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- નરભેરામ થાનકી
મારી ઉંમર પંદર વર્ષની હતી. ગામડાંના ચોખ્ખાં હવા-પાણી અને શુદ્ધ ઘી-દૂધથી પોષાયેલો મારો બાંધો આ ઉંમરે પણ મને અઢાર વર્ષના યુવાન જેવો દેખાડતો હતો. મૂછનો દોરો ફૂટી રહ્યો હતો, પરંતુ મનમાં વિજાતીય આકર્ષણ ફૂટવાને હજુ વાર હતી. હું જે ગામમાં રહેતો હતો ત્યાં હાઇસ્કૂલ ન હતી. મારે રોજ ત્રણ કિ.મી. ચાલીને બાજુના ગામમાં આવેલી શાળામાં જવું પડતું હતું. હું જે રસ્તે રોજ આવ-જા કરતો એ રસ્તા પર એક સુંદર વાડી આવેલી હતી. વાડીમાં એક નાની ઝૂંપડી અને કૂવો હતાં. વાડીના અલગ અલગ હિસ્સાઓમાં અનાજ, શાકભાજી અને ફૂલ-છોડ વાવેલાં હતાં. મારું ધ્યાન હંમેશાં ફૂલોથી શોભતા ભાગ ઉપર ચોંટી જતું હતું. હું ત્યાંથી પસાર થતી વખતે વાડી તરફ અવશ્ય જોઇ લેતો હતો.
એક દિવસ એવું બન્યું કે હું વાડી તરફ જોતાં જોતાં પસાર થતો હતો, ત્યારે વાડીના માલિકની પત્નીએ મને જોઇને કહ્યું, ‘તું જ રોજ અહીંથી નીકળતી વખતે મારી દીકરીની સામે તાકીતાકીને જોયા કરે છે ને? આજે ઝડપાઇ ગયો. આવ, આજે તને મજા ચખાડું.’ હું સમજ્યા વગર જ ડરી ગયો અને ત્યાંથી નાસી છૂટ્યો. પેલી સ્ત્રી બૂમો પાડવા માંડી. વાડીમાં બાંધેલી ઓરડીમાંથી એનો જુવાન દીકરો બહાર નીકળ્યો. એણે મારી પાછળ દોડીને મને પકડી પાડ્યો. મને મારતો-મારતો એ વાડી પાસે ખેંચી ગયો. એની મા ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ હતી. મેં બે હાથ જોડીને એને કહ્યું, ‘મને માફ કરો. હું તો વાડીને જોતો હતો. મારું ધ્યાન ક્યારેય તમારી દીકરી તરફ ગયું જ નથી.’
એ સ્ત્રીના હાથમાં કૂવામાંથી પાણી ખેંચવાનું જાડું સીંચણું હતું. એનો દીકરો મને મારવા માટે વાડીમાંથી મજબૂત બડીકો લઇ આવ્યો. મને લાગ્યું કે આજે મારું આવી બનશે. આ મા-દીકરો મારા હાડકાં-પાંસળા એક કરી નાખશે. હું મનોમન ભગવાનને વિનવી રહ્યો, ‘મને આમાંથી બચાવો. જો તમે પોતે ન આવી શકતા હો, તો કોઇને મોકલી આપો.’ બરાબર અણીના સમયે ઝૂંપડીમાંથી વાડીના માલિકની દીકરી બહાર આવી. દૃશ્ય જોતાવેંત તે મામલો પારખી ગઇ. એણે દોડીને પોતાની માનો હાથ ઝાલી લીધો અને કહેવા લાગી, ‘મા, મેં તને જેના વિશે ફરિયાદ કરી હતી તે આ ન હતો. એ બદમાશ તો બીજો કોઇ હતો. આ તો સારો છોકરો લાગે છે.’ મા-દીકરાએ મને છોડી દીધો અને કહ્યું કે હું ત્યાંથી જઇ શકું છું. જતાં પહેલાં મેં એક નજર પેલી છોકરી તરફ ફેંકી લીધી. ગામડાશાહી ઘાઘરી, પોલકું અને ઓઢણીમાં ઢંકાયેલો એનો દેહ અત્યંત ઘાટીલો અને આકર્ષક લાગી રહ્યો હતો. હું તેના લાવણ્યભર્યા સુંદર મોં સામે ધારીધારીને તાકી રહ્યો. પછી અચાનક હું હોશમાં આવ્યો કે આવું કરવાના આરોપસર તો મને પકડવામાં આવ્યો હતો. આ વિચાર આવતાં જ હું ત્યાંથી ચાલી નીકળ્યો. વાડીમાં ખીલેલાં અન્ય ફૂલોની વચ્ચે એક વણજોયેલું ફૂલ શોભી રહ્યું હતું.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.