તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:પિતાના વ્યવસાયમાં 15 ગણો ગ્રોથ લાવનારાં વિનતી સરાફ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલાઓને સ્વચ્છ વાતાવરણ અને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે

- પ્રકાશ બિયાણી

દીકરીનો ઉછેર દીકરાની જેમ કરો અને એ મેળવો જે વિનોદ સરાફને મળ્યું છે. તેમના દ્વારા સ્થપાયેલી વિનતી ઓર્ગેનિક લિમિટેડ 1990માં 66 કરોડ રૂ.નો વાર્ષિક ધંધો કરતી હતી. જ્યારે આજે એક હજાર કરોડ રૂ.થી વધારેનો બિઝનેસ કરે છે. ફોર્બ્સે વિનતી ઓર્ગેનિકને એશિયાની 200 બેસ્ટ અંડર વન બિલિયન ડોલર કંપનીઓની યાદીમાં સામેલ કરી છે, જે વિનતી સરાફ મુતરેઝાની મહેનત છે. જેમણે 2006માં પોતાના પિતાએ સ્થાપેલી વિનતી ઓર્ગેનિકને ટ્રેઇની તરીકે જોઇન કરી હતી. આજે કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ છે.

રાજસ્થાનના ફત્તેહપુરમાં એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાં 1952માં જન્મેલા વિનોદ સરાફે માત્ર 19 વર્ષની વયમાં બિટ્સ પિલાનીથી ગોલ્ડ મેડલ સાથે એમબીએની ડિગ્રી મેળવી. એમણે 7 વર્ષ ભીલવાડાના ટેક્સટાઇલ ક્ષેત્રમાં નોકરી કરી અને પછી આદિત્ય બિરલા ગ્રુપ જોઇન કર્યું. ત્યાં પોતાના પરફોર્મન્સથી તેઓ મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર (ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન) બન્યા. આ નોકરી દરમિયાન તેઓ એક ફ્રેન્ચ આરએન્ડડી ઓર્ગેનાઇઝેશનના સંપર્કમાં આવ્યા. આ ઓર્ગેનાઇઝેશને ઇબુપ્રોફેન ડ્રગની સ્પેશિયાલિટી કેમિકલ ઇસોબ્યૂટિલ બેનઝેન (આઇબીબી) વિકસાવ્યું હતું. ભારતમાં ઇબુપ્રોફેન તો ઘણી બને છે, પણ આઇબીબી કોઇ નથી બનાવતું. આ જાણ્યા પછી વિનોદ સરાફે 1990માં મહારાષ્ટ્ર પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં બેંકની લોન અને પોતાની બચતનું રોકાણ કરીને પોતાની મોટી દીકરી વિનતીના નામ પરથી વિનતી ઓર્ગેનિકની સ્થાપના કરી. વિનોદ સરાફે દેશમાં પ્રથમ વાર આયાત થતા કેમિકલ્સ આઇબીબીનું ઓપ્શન બનાવ્યું હોવાથી તેઓ પહેલા જ દિવસથી નફો મેળવવા લાગ્યા. વર્ષ 2002માં પોલીમર્સ બનાવવામાં ઉપયોગી મોલિક્યુલ એટીબી બનાવવાનું મશીન પણ લગાવડાવ્યું, પણ આ બિઝનેસને ધારી સફળતા ન મળી.

વિનોદ સરાફ દીકરી વિનતીને સેલ્સ વિઝિટ અને બોર્ડ મીટિંગમાં સાથે લઇ જતા. વિનતીએ પણ પેનસિલવેનિયા યુનિવર્સટીમાંથી રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વ્હાર્ટન સ્કૂલમાંથી ફાઇનાન્સની સ્નાતકની ડિગ્રી મેળવી. 2006માં એ ભારત પાછાં ફર્યાં અને પિતાના વ્યવસાયમાં સહયોગી બન્યાં. એમણે વિવિધ વિભાગોના શોપ ફ્લોર પર ટ્રેનિંગ લેવાના બહાને વિનતી ઓર્ગેનિકના વર્કિંગ કલ્ચર અને પ્રોડક્ટ્સની સમજણ મેળવી. એમણે જોયું કે કંપનીનું એટીબી મશીન ખોટ કરે છે અને પિતા એ બંધ કરવાની તૈયારી કરે છે. ભારતમાં એટીબી માત્ર બે કંપનીઓ જ બનાવે છે અને દેશ-વિદેશમાં તેની માંગ પણ ઘણી છે. માર્કેટમાં માંગ હોવા છતાં ખોટ કેમ જાય તેનું કારણ શોધતાં વિનતીને ખ્યાલ આવ્યો કે ઉત્પાદનની ગુણવત્તા સારી નથી. વિનતીએ એટીબીનું સેલ્સ માર્કેટિંગ વધારતાં પહેલાં અમેરિકન સ્પેશિયાલિટી કેમિકલ્સ લીડર લુબ્રિજોલના નિવૃત્ત એક્ઝિક્યુટિવની વિનતી ઓર્ગેનિકના કન્સ્લટન્ટ તરીકે નિમણુક કરી. આ કન્સલ્ટન્ટે વિનતી ઓર્ગેનિકના એટીબીને વર્લ્ડ ક્લાસ બનાવી દીધું તો વિનતીએ એટીબીના વિદેશી ગ્રાહકોનો સંપર્ક કર્યો. બે જ વર્ષમાં વિનતી ઓર્ગેનિકની વિદેશોમાં એટીબીના કુલ વેચાણમાં નિકાસની ભાગીદારી 75% થઇ ગઇ. એટીબી વિનતી ઓર્ગેનિકનું અગ્રગણ્ય ઉત્પાદન બની ગયું. વિનતી સરાફનાં લગ્ન મોહિત મુતરેઝા સાથે થયાં છે. બે સંતાનનાં માતા વિનતીના પતિ મોહિત ટ્રેડિંગ ફર્મ ધરાવે છે. વિનતીના મતે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામ કરતાં મહિલાઓ અચકાય છે, પણ હવે કારખાનાંના શોપ ફ્લોર પહેલાં જેવા નથી રહ્યાં. મહિલાઓએ બેક ઓફિસથી નીકળીને શોપ ફ્લોર પર મોરચો સંભાળીને પોતાની જાતને પુરવાર કરવી જોઇએ. prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો