જાણવું જરૂરી છે:હસ્તમૈથુનથી નામર્દ થઈ જવાય?

3 મહિનો પહેલાલેખક: ડૉ. પારસ શાહ
  • કૉપી લિંક

સમસ્યા : મારી ઉંમર પચીસ વર્ષની છે. હું એમ. બી. એ.માં અભ્યાસ કરું છું. મારી સમસ્યા એ છે કે મારું લિંગ બહુ નાનું છે. તેની લંબાઇ 10-11 સે.મી.ની આસપાસ છે. મારી હસ્તમૈથુન કરવાની આદતને લીધે લિંગ નાનું થઇ ગયું છે. મને આ કુટેવ નાનપણથી જ પડી ગયેલી છે અને હજી પણ છે. ઉપર મારી લિંગની જે લંબાઇ લખી છે એ ઉત્તેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે. મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે ઓછામાં ઓછી લંબાઇ 14 સે.મી.ની હોવી જોઇએ. મિત્રો કહે છે કે હસ્તમૈથુનથી વ્યક્તિ નામર્દ થઇ જાય છે. નપુંસકતા આવી જાય છે અને તે વ્યક્તિના શુક્રાણુ નષ્ટ થઇ જાય છે. મારાં લગ્ન ટૂંક સમયમાં છે. મને માનસિક રીતે આ જ સવાલો ઉદ્દભવતા હોય છે કે શું હું મારી પત્નીને શારીરિક સુખ આપી શકીશ? આ ચિંતાના લીધે મારું શરીર પણ સુકાઇ ગયું છે. બે-ચાર સેક્સોલોજિસ્ટને બતાવી ચૂક્યો છું. તેઓ દવાનો ખર્ચ 6,000થી 10,000 સુધી બતાવે છે. હું આટલા પૈસા ખર્ચી શકું તેમ નથી. તમે યોગ્ય દવા બતાવશો?

સમસ્યા : ડોક્ટર સાહેબ, હું ખરેખર ખૂબ જ મુંઝાઇ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી. મારા વિવાહ બે મહિના પહેલાં સુરતમાં જ થયાં છે. મને છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલી. એ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો એનો અર્થ એવો કે મારી પત્નીને પહેલાં ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને હું કેવી રીતે કહું? અને જો હું એમને ના કહું તો હું આખી જિંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. તમે નહીં માનો, પણ આ વાત જાણ્યા પછી મને રાત્રે બિલકુલ પણ ઊંઘ નથી આવતી કે કોઇ જ વાતમાં મને રસ પણ પડતો નથી. પ્લીઝ, મારી મૂંઝવણનો સચોટ જવાબ આપવા વિનંતી. ઉકેલ : તમારા મિત્રનાં પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે. પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે, જેથી તેઓ ડાયેટિંગ કરીને વજન ઉતારે છે. તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયેટિંગ કરીને વજન ઉતારેલા પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીકવાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધ-ધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. તેથી તમારી પત્નીના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

ઉકેલ : સૌ પ્રથમ તો તમે એ જાણી લો કે હસ્તમૈથુન એક આદત છે, પણ બીમારી નથી. જિંદગીમાં મોટાભાગના પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓએ ક્યારે ને ક્યારે તો હસ્તમૈથુન કર્યું જ હોય છે. જો હસ્તમૈથુનથી નપુંસકતા આવતી હોય કે શુક્રાણુ નષ્ટ થતા હોય તો ભારત દેશની વસ્તી આટલી વધી જ ના હોત. તમે એક વાત જાણી લો કે જો હસ્તમૈથુન યોગ્ય રીતે થાય તો તે હંમેશાં ફાયદાકારક જ હોય છે. બીજી વાત કરીએ પુરુષની ઈન્દ્રિયની, તો પુરુષની ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં પાંચ સેન્ટિમીટરની હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે, કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની લંબાઇ પણ પંદર સેન્ટિમીટર છે, પણ તેમાં સેન્સેશન બહારના ભાગમાં અને આગળના ભાગમાં પાંચ સેન્ટિમીટરમાં જ છે. બિનઉત્તેજીત અવસ્થામાં ઇન્દ્રિયનું કામ માત્ર પેશાબ કરવાનું જ છે, માટે તે સમયે તેની લંબાઇ એક સેન્ટિમીટર હોય તો પણ એનાથી કોઇ જ ફરક પડતો નથી. જે રીતે નાક લાંબું કરવાથી બીજાથી વધારે ઓક્સિજન લઈ શકાતું નથી, કાન લાંબો કરવાથી વધારે સાંભળી શકાતું નથી. તે જ રીતે જો ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં પાંચ સેન્ટિમીટરની હોય તો લંબાઇ વધારવાથી સ્ત્રીના જાતીય સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી. આ ઉપરાંત આ દુનિયામાં કોઇ દવા કે તેલથી ઇન્દ્રિયની લંબાઇ વધી શકતી નથી. માત્ર ઓપરેશન દ્વારા જ ફાયદો થઇ શકે. માટે આપે જે ડોક્ટરને બતાવેલ છે તે મને તો લેભાગુ જ લાગે છે. મારી તો તમને એ જ સલાહ છે કે તમે કોઇ પ્રકારની ચિંતા કર્યા વગર લગ્ન કરી લો. લગ્નજીવનની શરૂઆત પ્રેમ અને વિશ્વાસથી થાય છે. નહીં કે ઇન્દ્રિયની લંબાઇના આધારે. તેમ છતાં પણ કંઇ પણ તકલીફ હોય તો દર સોમવારે મને તમે રાજસ્થાન હોસ્પિટલમાં બતાવી શકો છો. ત્યાં કોઇ જ ફી લેવામાં આવતી નથી.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...