સ્ટાર્ટઅપ ટોક:આ વર્ષે ભારતને સૌથી વધારે 33 યુનિકોર્ન સ્ટાર્ટઅપ મળ્યાં

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે 2021નું વર્ષ ખૂબ જ ધમાકેદાર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતનાં 33 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ ગયાં છે. એમાં સૌથી લેટેસ્ટ સ્ટાર્ટઅપ ‘કાર દેખો’ છે, કે જેણે લીપફ્રોગ ઈન્વેસ્મેન્ટ દ્વારા 250 મિલિયન ડોલરનું ફંડિગ ભેગું કર્યું છે. જો આ ઝડપથી સ્ટાર્ટઅપની જર્ની આગળ વધશે તો સંખ્યા વર્ષના અંત સુધીમાં 40ને પાર થઈ શકે છે. એવામાં એ જાણવું જોઈએ કે આ સ્ટાર્ટપ્સે એવું તો શું કર્યું કે આ ક્લબમાં સામેલ થવામાં તેને સફળતા મળી! એમાં કોરોના મહામારી અને ટેક્નોલોજીએ શું ભાગ ભજવ્યો એ પણ જાણીએ. યુનિકોર્ન, ડેકાકોર્ન અને હેક્ટોકોર્ન યુનિકોર્ન એટલે એક એવું સ્ટાર્ટઅપ કે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ શબ્દનો ઉપયોગ વેન્ચર કેપિટલ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત ‘કાઉબોય વેન્ચર્સ’ના સ્થાપક ‘એઈલીન લી’એ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. 10 અબજ ડોલરના મૂલ્યાંકનથી ઉપરનાં સ્ટાર્ટઅપ્સને ડેકાકોર્ન સ્ટાર્ટઅપ્સ કહેવામાં આવે છે અને 100 અબજ ડોલરના મૂલ્યાંકન સુધી પહોંચનારાં સ્ટાર્ટઅપને હેક્ટોકોર્ન કહે છે. ધરખમ પરિવર્તન બાયજૂસે ભારતમાં અભ્યાસની રીતને સદંતર બદલી કાઢી, જ્યારે ફાર્મઈઝીએ લોકોની દવા ખરીદવાની રીતમાં ધરખમ પરિવર્તન ઊભું કર્યું. આ કંપનીઓએ 1 અબજ ડોલર સુધીની સફર પૂરી કરી. 2021માં યુનિકોર્નની દોડ ડિજિટ ઈન્શ્યોરન્સ સાથે શરૂ થઈ હતી. ફિનટેકથી માંડીને ઈ-ફાર્મસી અને અેટલે સુધી કે ક્લાઉડ કિચન સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનવામાં સફળ થઈ રહ્યાં છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપનાં ફીચર્સ ડિસરપ્ટિવ ઈનોવેશન : મોટાભાગના યુનિકોર્ન્સે એ ક્ષેત્રને ડિસરપ્ટિવ કર્યું છે જેની સાથે તે જોડાયેલું છે. ઉ.દા. ફ્લિપકાર્ટે ભારતમાં ખરીદી કરવાની રીત બદલી, ઓલા કેબે પણ લોકોની આવવા-જવાની રીત બદલી નાખી. આ ઉપરાંત ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સે લોકોની ફૂડ હેબિટને ચેન્જ કરવામાં સફળતા મેળવી. ઈન્ડસ્ટ્રીના સ્ટાર્ટર : મોટાભાગે એવું જોવા મળે છે કે યુનિકોર્ન એ પોતાની ઈન્ડસ્ટ્રીના સ્ટાર્ટર હોય છે. તે લોકોની કામ કરવાની સ્ટાઈલને ચેન્જ કરે છે અને ધીરે ધીરે પોતાની જરૂરિયાતો ઊભી કરે છે. તે પોતાની પ્રોડક્ટને સતત ઈનોવેટ કરે છે કે જેથી ઈન્ડસ્ટ્રીમાં પછીથી આવનારા બીજા કોમ્પિટિટર્સ સાથે હરીફાઈ કરી શકાય. હાઈ ટેક્નોલોજી : યુનિકોર્નમાં એક સામાન્ય ટ્રેન્ડ એવો છે કે તેમનું બિઝનેસ મોડલ ટેક્નોલોજી પર ચાલે છે. ઉ.દા. ડિજિટે એપ દ્વારા ઈન્શ્યોરન્સની સુવિધા આપી. અર્બન કંપનીએ ભારતમાં હેન્ડીમેન હાયર કરવા માટે એપ ડેવલપ કરી. ઓલાએ કેબ સર્વિસ માટે એપ બનાવીને લોકોનું ટ્રાવેલિંગ એકદમ સરળ બનાવી દીધું. ગ્રાહક કેન્દ્રિત : લગભગ 62% યુનિકોન બિઝનેસ ટૂ કન્ઝ્યુમર (B2C) કંપનીઓ છે. તેમનું લક્ષ્ય ગ્રાહક માટે દરેક વસ્તુને સરળ બનાવવી અને તેમનાં રોજિંદાં જીવનનો હિસ્સો બનવાનું છે. આ સ્ટાર્ટઅપની એક ખાસિયત છે કે તેમાં ગ્રાહક ઉપર ફોકસ કરવામાં આવે. યુનિકોર્નની દોડમાં ટેક્નોલોજી અને કોવિડની ભૂમિકા કોવિડ મહામારી દરમિયાન દેશ અને દુનિયામાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ઝડપથી વધ્યું. એનાથી ડિજિટલ બિઝનેસને પ્રોત્સાહન મળ્યું અને 2021માં ભારતનું યુનિકોર્ન લિસ્ટ 70 પર પહોંચી ગયું. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આટલી ઝડપથી ગ્રો કરવામાં ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ અને લાર્જર સ્માર્ટફોન યૂઝર બેઝની ભૂમિકા મહત્ત્વની રહી છે. આવનારા સમયમાં નાનાં શહેરોમાં ઈન્ટરનેટ યૂઝર્સ વધવાની સાથે ડિજિટલ બિઝનેસ પણ વધશે. વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર્સના અનુમાન મુજબ 2025 સુધીમાં ભારતમાં 150 યુનિકોર્ન હશે. {

અન્ય સમાચારો પણ છે...