તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:આ આદતો પોઝિટિવ ઇમેજ બનાવશે

6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુક રેકના પુસ્તકો સામેની વ્યક્તિને દર્શાવે છે કે તમે સમજદાર છો

- ડૉ. ઉજ્જ્વલ પાટની

હું તમને કેટલીક નાની-નાની, પરંતુ ક્રાંતિકારી આદતો વિશે જણાવી રહ્યો છું જેનાથી બીજાના મગજમાં તમારી એક સકારાત્મક એટલે કે પોઝિટિવ છબિ બને છે. આ પ્રેક્ટિલ આદતો છે અને તેના પર કોઈ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી. ⚫ કોઈના માટે લિફ્ટ કે દરવાજો ખોલવો : જો તમે કારમાંથી ઉતરનારી બીજી કોઈ વ્યક્તિ માટે દરવાજો ખોલી દો તો તેના અવચેતન મગજમાં તમારી આ વિનમ્રતા હંમેશને માટે અંકિત થઈ જશે. જો તમે હોટલ, મોલની લિફ્ટ કે કોઈ ઓફિસના દરવાજાને પોતાની સાથે આવનારા લોકો માટે થોડી ક્ષણો માટે ખોલીને રાખો અને પછી તમે પ્રવેશ કરો તો સામેની વ્યક્તિના મગજમાં તમારી પર્સનાલિટીને લઈને ઘણાં પ્રકારની સકારાત્મક ભાવનાઓ પેદા થાય છે.

⚫ હંમેશાં સમયસર પહોંચો : જે લોકો સતત ક્યાંય પણ નિર્ધારિત સમયે પહોંચે છે, તેનાથી ધીરે-ધીરે લોકોના મગજમાં એક સંદેશો જાય છે કે આ વ્યક્તિ અનુશાસિત તથા વિશ્વાસને લાયક છે અને પોતાના જીવન વિશે ગંભીર છે. ⚫ ટેબલ પર સારાં પુસ્તકો રાખવા : જો તમારા ટેબલ પર અથવા બુક રેકમાં દુનિયાના મહાન લોકોનાં બે-ચાર સારાં પુસ્તકો રાખેલાં હોય તો અજાણતાં જ સામેની વ્યક્તિના અવચેતન મગજમાં એ સંદેશો જાય છે કે આ વ્યક્તિ વિદ્વાન છે. પુસ્તકોની પોતાની એક ભાષા હોય છે. તે પોતે જ કહે છે કે આ વ્યક્તિ સમજદાર છે, શીખવામાં વિશ્વાસ ધરાવે છે, ભવિષ્ય બનાવવા ઇચ્છે છે, દુનિયાથી આગળ રહેવા માંગે છે ને વિચારો ઊંચા છે. ટેબલની આસપાસ લાગેલાં મહાપુરુષોના મોટિવેશનલ કોટ્સ સંદેશ આપે છે કે તમે સકારાત્મક છો, ભીડથી અલગ ને કંઈક ઊંચું વિચારો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો