જાણવું જરૂરી છે:ઈન્દ્રિયમાં દુ:ખાવો થાય છે. શું કરું?

ડૉ. પારસ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન: મારી ઉંમર ચોપ્પન વર્ષની છે. મને છેલ્લાં ચારેક વર્ષથી સંભોગમાં તકલીફ થાય છે. સેક્સની શરૂઆતમાં અંદર પ્રવેશ કરતી વખતે ઇન્દ્રિયમાં ઢીલાશ આવી જાય છે. જો વધુ જોર કરવા જઉં તો દુ:ખાવો થાય છે. પત્નીને પણ પૂરતી ભીનાશ ના હોવાથી તે દુ:ખાવાની બૂમો પાડે છે. તો આ સ્થિતિમાં મારે શું કરવું? ઉકેલ : આપની તકલીફ લાંબા સમયથી છે. ઘણી વાર ઉંમરની સાથે પુરુષત્વના હોર્મોન્સનું પ્રમાણ ઓછું થઇ જવાથી પણ ઇન્દ્રિય ઉત્થાનની તકલીફ અનુભવાતી હોય છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશરની દવાઓ, તણાવપૂર્ણ જિંદગી, દારૂ, તમાકુ, સિગારેટ વગેરે પણ પુરુષને નપુંસક બનાવી શકે છે. એટલે સેક્સોલોજીસ્ટને મળીને પ્રથમ તો ઢીલાશનું કારણ જાણી લો, કારણ કે જો ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળપ્રયોગ તો ન જ કરવો. નવી આવેલી ઓરલ દવાઓ, ઇન્જેક્શન, વેક્યૂમ પંપ, યુરેથ્રલ સપોઝીટરી વગેરે વિકલ્પો હવે આપણા દેશમાં પણ શક્ય બન્યા છે. પત્નીના સુકા યોનિમાર્ગનું કારણ મેનોપોઝ હોઇ શકે છે. ફોરપ્લે એટલે કે સંભોગ પૂર્વની રમતોમાં સમય વધારે આપો અને જરૂર જણાય તો પ્રવેશ પૂર્વે સ્ટરાઇલ લ્યુબ્રિકન્ટ જેલીનો ઉપયોગ કરો કે જેથી ઘર્ષણને કારણે થતો દુ:ખાવો ના થાય. પ્રશ્ન: મારી પત્નીની ઉંમર 48 વર્ષની છે. તેને ચાર વર્ષ પહેલાં માસિક અનિયમિત થઈ ગયેલું અને છેલ્લાં બે વર્ષથી માસિક સંપૂર્ણ બંધ થઈ ગયું છે. અમે જ્યારે પણ જાતીય જીવન માણીએ છીએ ત્યારે એને હંમેશાં એવો ડર રહેતો હોય છે કે જો હું સ્ખલન અંદર કરી દઈશ તો તેને ગર્ભ રહી જશે અને ઘણી બધી વાર આ બીકના કારણે તે સેક્સનો પૂરતો આનંદ પણ લઈ શકતી નથી. આપની પાસેથી જાણવું છે કે હવે તેને ગર્ભ રહેવાની શક્યતા ખરી? ઉકેલ : માસિક બંધ થવાની ક્રિયાને મેડિકલ ભાષામાં મેનોપોઝ કહેવામાં આવે છે. માસિક બંધ થવાનું દરેક સ્ત્રીઓમાં અલગ અલગ ઉંમરે બનતું હોય છે. સામાન્ય રીતે પિસ્તાલીસ વર્ષથી પચાસ વર્ષની અંદર મોટાભાગની સ્ત્રીઓને તેમનું માસિક બંધ થઈ જતું હોય છે અને તેઓ મેનોપોઝમાં આવી જતાં હોય છે. આ સમયગાળો કોઈક સ્ત્રીમાં ચાલીસ વર્ષનો પણ હોઈ શકે અને બાવન વર્ષે પણ આવું થઈ શકે છે. જ્યારે માસિક બંધ થવાનું હોય તે પહેલાં સામાન્ય રીતે માસિક અનિયમિત થતું હોય છે અને પછી ધીરે ધીરે બંધ થઈ જતું હોય છે. જ્યારે માસિક બંધ થાય ત્યારે સ્ત્રીને સ્ત્રીબીજ બનવાનાં બંધ થાય છે અને બાળક થવા માટે સ્ત્રીબીજ અને પુરુષના શુક્રાણુનું મિલન થવું જરૂરી છે. પરંતુ જ્યારે સ્ત્રીબીજ બનતા જ ના હોય ત્યારે વીર્ય સ્ખલન અંદર કરવાથી પણ બાળક રહેવાની કોઈ શક્યતા રહેતી નથી. આપની પત્નીને તો બે વર્ષથી માસિક સંપૂર્ણ બંધ છે. માટે આપ બંને નિશ્ચિંતપણે બાળક રહેવાની ચિંતા વગર જાતીય આનંદનો લુપ્ત માણી શકો છો.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...