તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈટ હાઉસ:પાંખો તો છે જ... બસ, ઊડવાનું શરૂ કરો!

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સફળતાની ટોચે પહોંચવું હોય તો યાદ રહે કે પતંગ પવનમાં જ ઊડીને આભની ઊંચાઈઓને આંબે છે

- રાજુ અંધારિયા

પતંગ આકાશમાં મુક્તપણે કઈ રીતે ઊડી શકે છે? હકીકતમાં પતંગ હવામાં અદ્ધર ઊડે છે એનું કારણ એ છે કે પતંગને એની સાથે બાંધેલી દોરી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલા એને નીચેની તરફ ખેંચે છે એનાથી વધુ પતંગને પવન ઉપરની તરફ ધક્કો લગાવે છે. પવન પતંગ પર બળ લગાવે છે અને પવનની એ તાકાત પતંગને હવામાં આકાશ તરફ ધકેલે છે. પતંગ ગગનમાં ઊડી શકે એ માટે એને ઉપરની તરફ લઇ જતી તાકાત એના વજન કરતાં વધારે હોવી જોઈએ.

દરેક માણસને પણ સફળતાના આભમાં ઉડ્ડયન કરવાની મહત્વાકાંક્ષા હોય જ છે. એ માટે આપણને પણ અમુક એવા ધક્કાની જરૂર પડે જે આપણને નેક્સ્ટ લેવલે લઇ જાય. જે બાબતમાં સફળતા મેળવવી છે એના માટે સૌથી મોટું કોઈ પ્રેરકબળ હોય તો એ છે એ સ્તરે પહોંચવાની મહત્વાકાંક્ષા ‘શા માટે’ છે એનો જવાબ. નજર સામે આ ‘શા માટે’ સતત રહે તો એ એક મોટું પ્રેરકબળ બની જાય ને વ્યક્તિએ આગળ ધપવા માટેનું એક કારણ બની જાય. એ તો હકીકત છે કે માણસ પાસે કોઈ કારણ હોય ત્યારે એ બમણા જોશથી પોતાની કામગીરી કરતો હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં રાતોરાત સફળતા મળતી નથી. સફળતાના શિખરે પહોંચવા એક પછી એક અનેક કદમ ઉઠાવવા પડે છે. ક્યા કદમ ક્યારે ઉઠાવવા એનું સ્પષ્ટ અને પામી શકાય એવું સચોટ આયોજન કરવું એ પણ એક અગત્યનો પુશ છે. સફળતાની ઊંચી ઉડાનમાં બહાનાંબાજીને કોઈ અવકાશ નથી. ક્યારે શું કરવું કે ન કરવું અને એમ કરતાં ક્યાં પહોંચ્યા એનો અંદાજ લગાવવો એ પણ અગત્યનું પાસું છે. આ પ્રોસેસમાં જો ધીરા પડ્યા તો એ માટેની જવાબદારી લેવા તૈયાર રહેવું ને બહાનાંબાજીમાં સમય ન વેડફવો. બીજી બાજુ, સફળતાની સીડીના જેટલા પગથિયાં ચડતાં જાવ એટલા પોતાને શાબાશી આપતાં રહીને સ્વ-પ્રોત્સાહિત પણ થતાં રહો.

દરેક વ્યક્તિની જિંદગીમાં ચડાવ-ઉતાર તો આવતાં જ રહે છે. આ એક કડવી વાસ્તવિકતા છે. અથાક પ્રયત્નો પછી પણ કોઈ વાર એવું બને છે કે ધાર્યું પરિણામ ન મળે, પીછેહઠ કરવાની નોબત આવે. ભલે એવું બને, પણ હાથમાં લીધેલી બાબતને છોડી દેવાની કાયરતા કદી બતાવવાની નથી. ભલે સંઘર્ષ કરવો પડે, કોઈ વાર પડી પણ જવાય, કોઈ મજાક કે ઉપહાસ પણ કરે, કદાચ તમે એકલાં પણ પડી જાવ, તમારા પ્રયત્નોને સ્વીકૃતિ કદાચ ન પણ મળે. આ બધી વિપરીત બાબતોની વિરુદ્ધ, જેમ પતંગ આગળ વધતો રહે છે એમ, તમે દૃઢતાપૂર્વક તમારા લક્ષ્ય ભણી પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો સાથે આગેકૂચ કરતાં રહો. એક સમય એવો જરૂર આવશે જ્યારે તમે વિજેતા બનીને ઊભરી આવશો. તમે જે ઊંચાઈને આંબવા માંગતાં હો, શક્ય છે કે અન્ય લોકો એ લક્ષ્યને પામી ગયા હોય. આથી તેઓએ શું પ્રયાસો કર્યા હતા, પાછા પડવાનું થયું ત્યારે કેવી રીતે પોતાને સંભાળીને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહ્યા હતા એ જુઓ. એ લોકોની સકસેસ સ્ટોરીમાંથી તમને ઘણુંબધું પ્રોત્સાહન મળી રહેશે. આથી આકાશ જેવી ઊંચાઈને આંબવું છે, તો યાદ રાખો કે પતંગ પવનમાં જ ઊડીને આભની ઊંચાઈઓને આંબે છે, એટલે અવરોધો આવવા છતાં આગળ વધતા રહેવું એ જ સફળતાની સીડીની ટોચે પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો