હેલ્થ અપડેટ:ગરમ પાણી પીવાના અનેક ફાયદા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક સંશોધન અનુસાર ગરમ પાણી પ્રવાહી પદાર્થ તેમજ તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જો ચા-કોફી પીતા હો તો ધીમે ધીમે એમાં પણ ઘટાડો થતો દેખાશે

જે લોકો પેટ, વજન, સ્કિન કે વાળની સમસ્યાથી ત્રસ્ત છે, તેમણે ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. દરરોજની તમારી આ એક નાનકડી ટેવથી અનેક ફાયદા થશે. તમે ક્યારેય વિચાર્યું છે ગરમ પાણી શરીર માટે કેટલું લાભદાયક છે? શરીરના મોટાભાગના રોગ પેટથી શરૂ થાય છે. જો તમારું પેટ સ્વસ્થ છે તો તમે બીમારીઓથી દૂર રહેશો. સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત સ્નાયુઓને આરામ મળે છે. શરૂમાં ગરમ પાણી પીવાનું તમને નહીં ગમે, પણ ધીરે ધીરે તેના ફાયદા દેખાવા લાગસે. ગરમ પાણી ક્યારે પીવું જોઈએ? આપણામાંથી મોટાભાગનાં લોકો જાણે છે કે દરરોજ સવારે ગરમ પાણી પીવાથી લાભ થાય છે. ગરમ પાણી શારીરિક કાર્યો કરવામાં પણ મદદરૂપ બને છે. ઠંડું પાણી ફક્ત તરસ છીપાવે છે, પણ એનાથી ફાયદો નથી થતો. ઘણાં લોકો રાત્રે ગરમ પાણી નથી પીતા, પણ એવું નથી. રાત્રે પણ તમે ગરમ પાણી પી શકો છો. વજન ઘટાડે જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે અને જિમમાં પરસેવો પાડીને કે ડાયટિંગ કરીને પણ ખાસ કંઈ વજન ઘટાડી નથી શક્યા તેમણે ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી પેટમાં રહેલા હાનિકારક પદાર્થો બહાર નીકળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આવું કરવાથી તમે લાંબા સમય સુધી કંઈ ખાધા વિના રહી શકો છો. આવું રોજ કરવાથી તમારું વજન ઝડપથી ઉતરવા માંડશે. પાચનતંત્ર સુધરે ઘણાં લોકો દિવસમાં ફક્ત ચારથી પાંચ ગ્લાસ પાણી પીવે છે. આટલું ઓછું પાણી પીવાથી પાચનતંત્ર સુકાઈ જાય છે. એમાં કબજિયાત પણ થઈ શકે છે. આંતરડાંની સમસ્યા થાય છે, પણ ગરમ પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. માસિકમાં લાભદાયક ગરમ પાણી મહિલાઓને માસિક વખતે ખૂબ જ દુખાવો થતો હોય છે અને એ સાથે બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ વખતે તેઓ યોગ્ય રીતે કામ કરી શકતી નથી, તેમનો મૂડ હોતો નથી. એવામાં જો તેઓ ગરમ પાણી પીવાનું રાખે તો તેમને ઘણો ફાયદો થશે. પેટમાં દુખાવો થાય ત્યારે ગરમ પાણીનો શેક કરવાથી ઘણી રાહત મળશે. શરદી-ખાંસીમાં આરામ જે લોકોને વધારે પડતી ઠંડી લાગતી હોય કે શરદી-ઉધરસ રહેતા હોય તેમણે ગરમ પાણી પીવું જોઈએ. શરદી-ઉધરસનો તે રામબાણ ઈલાજ છે. ગરમ પાણી પીવાથી ગળાને ઘણી રાહત મળે છે. ખારાશ દૂર થાય છે. વિશેષજ્ઞોનું માનીએ તો સવારે ખાલી પેટે નવશેકું પાણી કરો ત્યારે એમાં થોડું લીંબું ઉમેરો તો એના બીજા અનેક ફાયદા છે. તણાવ દૂર કરે ગરમ પાણી પીવાથી તણાવ અને ચિંતાથી પણ મુક્તિ મળે છે. અેક સંશોધન અનુસાર ગરમ પાણી પ્રવાહી પદાર્થ તેમજ તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જો તમે ચા-કોફી પીતા હો તો ધીમે ધીમે એમાં પણ ઘટાડો થતો દેખાશે. મૂડ બદલવામાં ગરમ પાણી ફાયદેમંદ છે.

અન્ય સમાચારો પણ છે...