સ્ટાર્ટઅપ ટોક:સેલિબ્રિટીઝને આકર્ષી રહી છે સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં અલગ અલગ પ્રકારના રોકાણકારો દ્વારા અલગ અલગ લેવલ પર રોકાણ કરવામાં આવે છે. આજથી દસ વર્ષ પહેલાં જેને જરા પણ ધ્યાનમાં લેવામાં નહોતી આવતી એવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે ખૂબ જ લોકપ્રિય અને સ્વીકૃત થઇ રહી છે. યુવાન ઉદ્યોગ સાહસિકોમાં સ્ટાર્ટઅપ ફંડિંગ, એન્જલ ઇન્વેસ્ટર, પીચ ડેડ, સ્ટા​​​​​​​ ડ્યુ-ડીલીજન્સ વગેરે જેવા શબ્દોના ઉપયોગ વધ્યા છે. આજનો સામાન્ય માણસ પણ સ્ટાર્ટઅપ સાથે જોડાવા માંગે છે અને આ દોડમાં ફિલ્મસ્ટાર અને રમતજગતના લોકો પણ ઘણા સમયથી આગળ પડતા જોવા મળ્યા છે. આજે ખાસ વાત કરીશું રમતજગત અને મનોરંજન ક્ષેત્રે જોડાયેલા સેલિબ્રિટી સ્ટાર્સની કે જેઓ સ્ટાર્ટઅપ સાથે કોઇ ને કોઇ રીતે જોડાયેલા જોવા મળ્યા છે. પ્રખ્યાત ક્રિકેટર યુવરાજસિંહ હેલ્ધીયન્સ નામના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે. આ સ્ટાર્ટઅપ હેલ્થ ચેકઅપ અને હેલ્થ સપ્લિમેન્ટનું કામ કરે છે અને યુવરાજસિંહના રોકાણ બાદ વિદેશમાંથી પણ લગભગ ત્રણ મિલિયન ડોલરનું રોકાણ થયેલ છે. ભારતના લગભગ 150 જેટલા શહેરોમાં આ સ્ટાર્ટઅપ ફેલાયેલું છે. આ જ રીતે શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ મહત્ત્વની છે અને ક્રિકેટર રોબિન ઉથ્થપાએ હેલ્ધી માઇન્ડ નામના માનસિક રોગોના શિકાર લોકો માટે કામ કરતાં સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું. એન્ક્ઝાઇટી, ડિપ્રેશન અને માનસિક તણાવ અનુભવતા લોકોને માર્ગદર્શન આપવાનું કામ હેલ્ધી માઇન્ડ કરે છે. રોબિન ઉથ્થપાએ ઓનલાઇન ટિફિન સેવા પૂરી પાડતાં સ્ટાર્ટઅપ ઇટિફિનમાં પણ રોકાણ કર્યું છે. ભારતના ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ સ્પોર્ટ્સ 365 નામના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. સ્પોર્ટ્સ 365 એ સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સ માટેનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે. અનિલ કુંબલે આ બાબતમાં સાવ જુદા પડે છે. સ્પેક્ટાકોમ નામનું સ્પોર્ટ્સ ટેક્નોલોજીમાં કામ કરતું એક અલગ સ્ટાર્ટઅપ પોતે જ શરૂ કર્યું છે, જેની મુખ્ય પ્રોડક્ટ પાવર બેટથી ક્રિકેટરનો રીયલ ટાઇમ ડેટા છે અને ભવિષ્યમાં આ ડેટા ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. આ ઉપરાંત, સચિન તેન્ડુલકરે પણ અલગ અલગ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. જેઓ ઓનલાઇન ટ્રાવેલ, આઇઓટી બેઇઝ ટેક્નોલોજી સેલિબ્રિટી ઇ-કોમર્સ વગેરે જેવા બિઝનેસમાં કાર્યરત છે. ફિલ્મ સ્ટારની વાત કરીએ તો આ લિસ્ટ ઘણું લાંબુ છે. હાલ નાયકા નામના સ્ટાર્ટઅપનો પબ્લિક ઇશ્યૂ આવી રહ્યો છે. આ સ્ટાર્ટઅપમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ એક હિસ્સો ધરાવે છે. નાયકા એ ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે, જે પબ્લિક ઇશ્યૂ દ્વારા 5300 કરોડ ઊભા કરવા જઇ રહ્યું છે. આલિયા ભટ્ટે 2014માં સ્ટાઇલટ્રેકર નામના સ્ટાર્ટઅપમાં એક નાનો હિસ્સો ખરીદ્યો હતો. ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપ ડિજિટ ઇન્સ્યોરન્સમાં રોકાણ કર્યું છે. દીપિકા પાદુકોણે પણ લગભગ ત્રણ જેટલા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. વર્ષ 2019થી 2021 સુધીમાં આ અભિનેત્રીએ સ્ટાર્ટઅપમાં સારા એવા પ્રમાણમાં રસ લીધો છે અને રોકાણો વધારતી ગઇ છે. ઓનલાઇન ડેટિંગ એપ બમ્બલમાં પણ તેનું રોકાણ છે. દક્ષિણ ભારતની અભિનેતી કાજોલ અગરવાલ પણ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે. ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ ઓક્રીમાં તેએ લગભગ 15 ટકા હિસ્સો ખરીદ્યો છે. રીતેશ દેશમુખ અને એની પત્ની જેનેલિયા સ્ટાર્ટઅપમાં કામ કરે છે. એમણે પોતાનું સ્ટાર્ટઅપ ઇમેજિન મીટ શરૂ કર્યું છે, જે નોનવેજ ખાનારા લોકોને હિંસા કર્યા સિવાય પ્લાન્ટબેઝ્ડ મીટ પીરસે છે. જેમાં પ્રોટીન અને નાળિયેરના તેલની માત્રા ઘણી હોય છે. નોનવેજ ખાનારા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. મનોરંજન જગતમાંથી સુનીલ શેટ્ટી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, એ.આર. રહેમાન, બોમન ઇરાની વગેરેએ પણ સ્ટાર્ટઅપમાં નાનો-મોટો હિસ્સો ખરીદ્યો છે જે એક હકારાત્મક બાબત છે. {

અન્ય સમાચારો પણ છે...