તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:આયુષ્યમાં આનંદનું અત્તર મહેકાવવાનું રહસ્ય

ડૉ. પ્રશાંત ભીમાણી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે આપણી જાતને જ સાચી માનીને બીજાને નેગેટિવ બોક્સમાં મૂકી દેતાં હોઇએ છીએ

ત્તરંજનદાદાની આસપાસ વોકિંગ ગાર્ડનમાં હંમેશાં મંડળી જામેલી જ રહે. વળી, આજે તો એમનો એક્કાણુંમો જન્મદિવસ હતો. એમનો પરિવાર ખૂબ મોટો. મિત્રવર્તુળનો પરિઘ ક્ષિતિજને આંબે એટલો વ્યાપક. અરે! એમની આસપાસની ઉંમરના લોકો પણ એમને ‘હેપ્પી ગ્રાન્ડપા’ નામથી ઓળખે. એમની ચોથી પેઢીની દૂર્વાને ખૂબ આશ્ચર્ય થતું હતું. દાદાજી આટલા હેપ્પી કેવી રીતે રહી શકે છે! એને તો વાતે-વાતે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડ્ઝ સાથે માથાકૂટ થાય. અઢાર જણનો સંયુક્ત પરિવાર એક જ સોસાયટીમાં સામસામેના ઘરોમાં રહે. દાદા બધા પ્રત્યે સરખો જ ભાવ રાખે. છતાં દૂર્વાને કંઇ મજા ન આવે. દૂર્વાને એવું જ લાગે કે, મારા ફ્રેન્ડ્ઝ મને ઇમ્પોર્ટન્સ નથી આપતાં. મમ્મી પણ ચિડાય છે. દૂર્વાના ટીનએજ ટેન્ટ્રમ્સ અને નિરાશાવાદ પરિવારમાં પ્રવેશવા મથી રહ્યા હતાં. તણાવ ફૂંફાડા મારી રહ્યો હતો. દાદાજીને એ વાત ધ્યાનમાં આવી. દર રવિવારે સવારે આખો પરિવાર સાથે લંચ લેતો. એમણે વાત શરૂ કરી. ‘આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારા બધાં પાસેથી એક ગિફ્ટ જોઇએ છે. એ પહેલાં મારી વાત સાંભળો. કદાચ તમારા સૌની સરખામણીમાં સૌથી વધારે તકલીફો મારા જીવનમાં જ આવી હશે. એ તકલીફો આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક હતી, પણ દરેક માટે મેં પ્રયત્ન કરવાનો છોડ્યો નહીં. ઘણી વાર આપણે આપણી જાતને જ સાચી માનીને બીજાને નેગેટિવ બોક્સમાં મૂકી દેતાં હોઇએ છીએ, પણ દર વખતે એવું ન પણ હોય. દરેક વ્યક્તિમાં અને દરેક પરિસ્થિતિમાં મેં હંમેશાં પોઝિટિવિટી જોવાનો પ્રયાસ કર્યો છે. મારું જીવન લાંબુ અને ખુશહાલ પણ છે. નાની નાની નેગેટિવિટીને મનમાં ભરી રાખવાથી તે વખત જતાં વિકરાળ બને છે. મારા મૃત્યુ પછી મને શ્રદ્ધાંજલિ આપવા કરતાં આ બધી બાબતોને મનમાં સાચવી રાખીને એનો અમલ કરશો તો એ સાચી શ્રદ્ધાંજલિ મને લાગશે.’ ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ’ નામની જર્નલમાં તાજેતરમાં જ એવું સંશોધન પ્રસિદ્ધ થયું છે કે, નિરાશાવાદી લોકો કરતાં આશાવાદી લોકો 15% વધુ લાંબુ જીવન જીવે છે. આશાવાદી માનસિકતા ચોક્કસપણે સ્ટ્રેસ ઘટાડે છે. આસપાસના લોકો સાથે વધુ એડજસ્ટમેન્ટ કરવામાં મદદરૂપ થાય છે. તેમ જ શરીર અને મન માટે સ્વસ્થ વર્તન તરફ વ્યક્તિને દોરી જાય છે. આપણને કોઇ સમજતું નથી એવી દુર્ભાવનાને મનમાં મોટી કરવાથી નુકસાન આપણું જ થાય છે. ઘણી વાર આપણી જાતને બધાંને સમજાવવાની જરૂર નથી હોતી. માત્ર જરૂર હોય છે પોતાની જાતને સમજવાની. વિનિંગ સ્ટ્રોકઃ જો આશાવાદના પાયામાં વાસ્તવિક વિચારણા હોય તો ‘આયુષ્યમાં આનંદનું અત્તર અવશ્ય ભળે’. ⬛drprashantbhimani@yahoo.co.inચિ

અન્ય સમાચારો પણ છે...