તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- સુરેશ મિશ્ર
આજે આપણે કેટલાક વિવિધ પ્રકારનાં બગીચાઓની ચર્ચા કરીશું, જે ભૂતકાળમાં તો ખૂબ મનોહર હતા અને તેમાંથી ઘણા આજે પણ એટલા જ મનોહર છે. આ બગીચા મોગલો દ્વારા એક વિશિષ્ટ શૈલીમાં બનાવવામાં આવ્યા હતા. જેને ચારબાગ શૈલી કહેવામાં આવે છે. ચારબાગ વાસ્તવમાં ઇરાની સ્થાપત્યનો એક ખાસ ભાગ હતો અને અહીં ઇમારતની સાથે સુંદર ચારબાગ શૈલીનાં બગીચા બનાવવામાં આવતા હતા. તેમાં વિશાળ લંબચોરસ જમીનની ચારે બાજુ દીવાલો ચણી અને ચાર ભાગમાં વહેંચવામાં આવતા હતા. આ ચાર ભાગોમાં ચારબાગ શૈલીનો બગીચો વિકસિત કરવામાં આવતો હતો. ભૂપ્રદેશની મધ્યમાં એક ઇમારત બનાવવામાં આવતી હતી. તેમાં ખાસ ચોક્કસ તત્વો હતા. જેમ કે, બગીચામાં જળાશય, તેની બાજુમાં ચાલવા માટેના રસ્તા, એના કિનારે પાણીની નહેરો અને અસંખ્ય ફુવારાઓ. હુમાયુની સમાધિ દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન નજીક છે. સમાધિની આસપાસનો વિશાળ બગીચો ચારબાગ શૈલીનો છે. તેની વાસ્તુરચના મીરક મિર્ઝા ગયાસે કરી હતી. તેનો ચારબાગ ત્રીસ એકરમાં ફેલાયેલો છે. ચારબાગનો સૌથી સુંદર નમૂનો આગ્રામાં તાજમહેલ ખાતે એક મનોહર બગીચો પણ છે. ભારતમાં ચારબાગનું નિર્માણ મોગલ સામ્રાજ્યના સર્જક બાબરના આગમનથી શરૂ થયું. તેના ભારતમાં આગમન પછી, તેમાં સુવ્યવસ્થિત બગીચાઓ અને પાણીની નહેરોનો ઘણો અભાવ વર્તાયો હતો. પોતાની આત્મકથા ‘બાબરનામા’માં બાબર ફરિયાદ સ્વરૂપે લખે છે – ‘હિંદુસ્તાનના શહેરો અને વસાહતોમાં વહેતું પાણી એટલે કે નહેરો ક્યાંય નથી... હિંદુસ્તાનના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો ખૂબ જ ફીકા છે, બધા સરખા અને એકરસ… અહીંના બગીચામાં ન તો વહેતું પાણી છે કે ન તો તેની ફરતે દીવાલો છે.’ ચારબાગ બાબરની મનપસંદ શૈલી હતી. આગ્રામાં તેમણે ચારબાગ બનાવવા માટેની વિસ્તૃત સૂચના આપી.
અકબરે પણ દિલ્હી અને આગ્રામાં ચારબાગ શૈલીના બગીચા બનાવડાવ્યા. કેટલાક ચારબાગ નદીઓનાં કિનારે બનેલી ઇમારતોની સાથે બનાવવામાં આવ્યા. જેમ કે, આગ્રાનો તાજમહેલ. ચારબાગ શૈલીના બગીચાઓની પરંપરા મોગલોના પતન પછી પણ યથાવત્ રહી. સફદરજંગ ખાતે આવેલ મકબરો, જે દિલ્હીમાં વર્ષ 1754માં બંધાયો હતો, તેમાં પણ ચારબાગ શૈલીનો મનોહર બગીચો છે. જહાંગીરનાં સમય દરમિયાન કાશ્મીરમાં શાલીમાર બાગ અને શાહજહાંના સમય દરમિયાન નિશાંત બાગ બનાવવામાં આવ્યા. આ તમામ બગીચાઓના નિર્માણની યોજનાઓ ભલે અલગ હોય પણ તે બગીચાઓ જોવા જાવ તો અત્યંત મનોરમ્ય છે.
ઇમારતો, ચારબાગની નહેરો અને ફુવારાઓ માટે નજીકની નદી અથવા કુવામાંથી પર્શિયન વ્હીલનાં ઉપયોગથી પાણી ઊલેચવામાં આવતું હતું. હુમાયુની સમાધિના ચારબાગ, આગ્રામાં સિકંદરા ખાતે અકબરની સમાધિના ચારબાગ અને ધોલપુર તથા શાલીમાર બાગ માટે આ જ રીતે પાણી ઊલેચવામાં આવતું હતું. કહેવાનો અર્થ એ કે ચારબાગમાં બગીચાઓ તો બનાવવામાં આવતા જ હતા, પણ તેની સાથે સાથે બગીચાની સુંદરતા વધારવા માટે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ, પાણી માટેની સૂઝબૂઝ મોગલોની લાક્ષણિકતા હતી. મધ્યકાળમાં પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયામાં કેટલાય ચારબાગ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચારબાગના બે ઉદાહરણો વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક આગ્રાના તાજમહલનો ચારબાગ અને બીજો ઇરાનના ઇસ્ફહાન શહેરમાં બનેલ ‘ચહારબાગ એ અબ્બાસી’ જે ઈરાનના શાહ અબ્બાસ દ્વારા 1596માં બનાવવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.