કંઠી બે ભાગમાં વહેંચાઇ તેનું મૂળ કારણ છે, વચ્ચે સ્થિત નવી નાળ. મુંદ્રાની નાળ સાથે જોડાયેલી આ નાળ સલામત નાળ વહાણો માટે તોફાન વખતે આશીર્વાદ સમાન છે. પહેલાં ત્યાં બંદરીય સગવડ તરીકે મનુષ્ય કૃતિની ફકત ૧ દીવાદાંડી હતી અને એક ઓરડો કે જ્યાં માલની મુસાફરીની ઉત્તર-ચડ આસાનીથી થઇ શકતી નહિ. ઉલ્લેખિત છે કે કચ્છને લગભગ ત્રણેય બાજુ દરિયો છે. લખપતથી વાગડના શિકારપુર સુધી આશરે ૧૨૦ માઈલ વિસ્તારનો છે તે દાંતાવાળો ન હોતા ઘણાખરો એકસરખો છે અને તેમાં વચ્ચે વચ્ચે કેટલીક નાની –મોટી નાળ અંદર ઓછી- વધુ થયેલી હોઈ તેની અંદર દરિયાના પાણી ભરાઇ રહે છે. જે મોટી નાળો છે, તે દરિયાનું પાણી જોસથી ધસી આવતાં બનેલી છે. તેમાં પાણી ઓછા-વધુ પ્રમાણમાં સદાય ભરાયેલું રહે છે. જ્યારે કેટલીક નાળ નદીમાંના વેગથી બનેલી છે. તેમાં ભરતી વખતે પાણી ભરાય છે, કે કાયમી થોડું ભરાયેલું રહે છે, બસ. આ નાળો ખતરનાક નથી, જો દરિયાની અંદર ગમે તેવાં તોફાન થાય પણ વહાણ કે સ્ટીમરો આ નાળમાં વટાઈ આવે તો પણ તે સલામત રહી શકે છે. કચ્છની જો વાત કરવામાં આવે તો એ નાળોમાંથી કેટલીક નાળોની કુદરતી રચના સરસ બક્ષાઈ છે. હિંદમાં આવી ઊંડી, લાંબી, પહોળી અને ઊંડા પાણીની પણ સલામત નાળ થોડીક જ હશે. આ નાળામાં કેટલીક પર તો બંદરીય વિકાસ ધોમ થયો છે. લખપતથી માંડવી સુધીનો દરિયો અરબી સમુદ્રમાં ગણાય છે અને માંડવીથી શિકારપુર સુધીનો જોકે કચ્છ કાઠીયાવાડ વચ્ચે અખાત રૂપે છે, પરંતુ તેને નામ કચ્છનું અપાયુ છે; જે કચ્છના અખાત તરીકે ઓળખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.