તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયા:સૌથી ઊંચી છે સરહદ પારની સંવેદના!

સંજય છેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ નફરતની સરહદને હદ ના હોય! (છેલવાણી) બે દેશોની સરહદ પરના એક ગામમાં યુદ્ધ પૂરું થયા પછી પણ પાદર પર રાત્રે ખૂબ વિચિત્ર અવાજો આવતા. ગામનાં લોકોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે બંને દેશના મરી ગયેલા સૈનિકોનાં ભૂત રાત્રે સરહદ પર આવીને એકમેકનાં હાડકાંઓની અદલાબદલી કરે છે કે, કારણ કે કઇ સેનાનું કોણ બાજુ મરી ગયું એની ખબર જ નથી પડતી એટલે રાત્રે સૈનિકોનાં ભૂતો પોતપોતાનાં હાડકાં વીણી-વીણીને સરહદ પાર લઇ જાય છે ને દફનાવે છે! આમ તો આ યુદ્ધની ભયાનકતાની વાર્તા છે, પણ આવી વાતથી સાવ અલગ જ એક ઘટના સાંભળવા જેવી છે, કારણ કે માણસજાતે જમીન પર ખેંચેલી રેખાથી આગળ વધીને પણ સરહદ પારનો એક સંબંધ છે, સંવેદનાનો! હમણાં કોરોનાકાળમાં એક એવી ઘટના જાણવા મળી કે રુવાડાં ઊભાં થઇ ગયાં. વાત છે એક 24 વર્ષની જુવાન છોકરી અને 93 વરસની બૂઢી બાઇની. એક મહિના પહેલાં તેઓ સરહદની સામસામે રહેતાં હતાં ને એકબીજાથી અજાણ હતાં, પણ બીજી મેએ મિઝોરમમાં હોસ્પિટલમાંથી હાથ ઝાલીને વાઈરસને હરાવીને બહાર નીકળ્યાં, ત્યારે બંને એકબીજા સાથે લાગણીનાં તંતુએ જોડાયેલાં હતાં. 24 વર્ષની સી. ટી. રામનુનમાવી પાર્તેએ 93 વર્ષની અજાણ નિરાશ્રિત વૃદ્ધાની દસ દિવસ સેવા કરી હતી. તેના માટે એ ‘પીપી’ (મિઝોરમમાં ‘પીપી’ એટલે દાદીમા)’ હતી, જ્યારે ‘પીપી’ માટે ‘પાર્તે’ ભગવાને મોકલેલી ‘દેવદૂત’ સમાન હતી. કાયદાની વિદ્યાર્થિની પાર્તે 13મી એપ્રિલે કોરોનાની સારવાર માટે મિઝોરમમાં ઐઝવાલના કોવિડ સેન્ટરમાં દાખલ થઈ અને અઠવાડિયા પછી સાજી થઈને ઘરે જવાની હતી. ત્યારે એણે સાંભળ્યું કે એક 83 વર્ષની વૃદ્ધાનો કોઈ પરિવાર નથી. એને યાદ નથી તે ક્યાં આવી છે કે પછી કયા ગામેથી આવી છે! તેને ઘરે જવું હતું, પણ તે માંડ-માંડ પોતાનું નામ કહી શકી અને સતત પૂછતી હતી કે તેનો પરિવાર આવ્યો કે નહીં? ઇન્ટરવલ પંછી નદિયાં પવન કે ઝોંકે કોઇ સરહદ ના ઇન્હેં રોકે (જાવેદ અખ્તર) પેલી છોકરી પાર્તે પોતાની જાતને રોકી ન શકી. પાર્તેએ તરત ત્યાંના મેનેજમેન્ટને પૂછ્યું કે તે આ વૃદ્ધાની અટેન્ડન્ટ કે સહાયક બની શકે? સત્તાવાળાઓએ હા પાડી. વૃદ્ધા સાથે વાત કરતા પાર્તેને ખ્યાલ આવ્યો કે 93 વર્ષની વૃદ્ધા મ્યાનમાર (બર્મા)ની સરહદ ઓળંગીને આવી છે. ત્યાં ફેબ્રુઆરીમાં થયેલા મિલિટરી એક્શન પછી હજારો લોકો ત્યાંથી ભારત આવ્યાં છે. વૃદ્ધાને માત્ર એટલું જ યાદ છે કે તેની દીકરી ઐઝવાલમાં રહેતા માણસને પરણી છે! જેમ-તેમ કરીને પેલી છોકરી પાર્તેને દીકરીની ભાળ મળી. એનો પરિવાર પણ ઘરમાં ક્વોરન્ટાઈન થયેલો ને ખોવાઇ ગયેલાં દાદીમાને મળીને પરિવાર રડી પડ્યો. મિઝોરમ સરકારે કહ્યું કે મ્યાનમારના નિરાશ્રિતોને કાઢી નહીં મુકાય, કારણ કે બંને પ્રદેશોનાં લોકો વચ્ચે ઊંડો સંબંધ છે. જોકે, કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સરહદો બંધ કરી દેવી જોઈએ અને નિરાશ્રિતોને તેમનાં ભાગ્ય ઉપર છોડી દેવાં જોઈએ! પણ મિઝોરમના મુખ્યપ્રધાને દિલ્હી સરકારને લખ્યું કે મ્યાનમાર અને મિઝોરમની સરહદને ચીન દ્વારા બંધ કરાઈ છે, પણ એ મિઝો લોકો અમારા ભાઈઓ છે. ભારત આઝાદ થયું તે પહેલાંના અમારે સંબંધ છે ને તેમની વેદના પ્રત્યે મિઝોરમ આંખ આડા કાન ના કરી શકે, કારણ કે મ્યાનમારના નિરાશ્રિતોની સંખ્યા લગભગ 4-5 હજાર જેટલી છે. પાર્તે બધું યાદ કરતા કહે છે, ‘મેં દાદીમાને નાસ્તો અને ભોજન કરાવ્યાં, દવાઓ આપી, નવડાવ્યાં, તેમનાં કપડાં ધોયાં ને ટોઈલેટ પણ લઇ જતી. સૂતી વખતે બાઇબલ વાંચી સંભળાવ્યું. કેટલીકવાર તેમના યુવાનીના દિવસોની વાતો કરી. બસ એ બૂઢીને એટલું જ યાદ હતું કે જુવાનીમાં તેઓ ખૂબ સુંદર દેખાતાં હતાં!’ લોહીના કે ધરતીના સંબંધ વિનાનો આ નામ વિનાનો સંબંધ કેટલો પવિત્ર કેટલો સુંદર હોઇ શકે છે ને? કરોડો વાઇરસનાં જંતુઓ સામે આવી સંવેદનાનો એક ડોઝ પણ આપણને યાદ અપાવે છે કે માણસજાત પર શ્રદ્ધા રાખવા જેવું કશુંક હજી બચ્યું છે! એન્ડ ટાઇટલ્સ ઈવ:શું વિચારે છે? આદમ: પૂછવાનું રહેવા દે! તારા વિશે વિચારું છું.{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...