તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હું પ્રખર બુદ્ધિશાળી છું, એની મને એકલાને જ ખબર છે, પણ નાનું છોકરુંય કરી બતાવે એવા ફાલતુ કામોમાં મને સમજ નથી પડતી, એની તો અડધા ગુજરાતને ખબર છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઇડનને રાજ કેવી રીતે ચલાવવું, એની પરફેક્ટ સલાહો હું આપી શકું છું. (એ માંગવા આવે તો!) પણ અમદાવાદના રસ્તાઓ ઉપર ગાડી કેમ ચલાવવી, એ મારી જાણકારી અંગે શહેરભરના ટ્રાફિક પોલીસો સાથે મારા વિચારો મળતા નથી અને ફરીથી આવી નહીં ચલાવું. એની ખાતરી દર વખતે મને હજાર રૂપિયામાં પડે છે. હવે નવું તૂત નીકળ્યું છે. ગાડી એકલો ચલાવતો હોઉં તોય મોંઢાની ચડ્ડી પહેરી રાખવી પડે છે, નહીં તો હજાર-બે હજારની ચોંટે! આમાં શહેર પોલીસે એ ખુલાસો કર્યો નથી કે, માસ્ક ભલે પહેર્યું હોય, પણ શરીરના બાકીના કપડાંમાં બધું જેશીક્રષ્ણ ચલાવ્યું હોય તો ગુનો બને કે નહીં? એમના દાવા મુજબ, માસ્ક પહેરવાથી કોરોનાના વાઇરસ મોંઢામાં દાખલ ન થાય, પણ શરીર ઉપર બીજે બધે ચોંટે કે નહીં, એનો સત્તાવાર ખુલાસો હજી થયો નથી. મને માસ્ક પહેરવામાં મોટી તકલીફ એ થાય છે કે એ પહેર્યાં પછી હું સિસોટી વગાડી શકતો નથી. ટૂથપિક વડે દાંતમાંથી ફોતરું કાઢી શકતો નથી. માંડ કોઇ મારી સામે હસ્યું હોય ને હું હસીને જ જવાબ આપું તો એ ત્યાં સુધી પહોંચતો નથી. આવા બંધ કવરમાં બીડેલા સ્માઇલોનો આ લોકડાઉન પછી મારા મોંઢામાં વપરાયા વગરના સ્માઇલોનો ઢગલો પડ્યો છે. એક નાનકડો ફાયદો પણ થયો છે કે, પહેરેલા માસ્કે ઉઘાડેછોગ જેને સ્માઇલો આપવા હોય, એ આપી દેવાય ને એનો ગોરધનેય એમાં આપણું કંઇ તોડી ન શકે… સુઉં કિયો છો? માસ્કમાં તો એનાથીય મોટી બદમાશી કરવાની તક મળે છે. ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરી રાખવું એવું ફરમાન રાજ્ય સરકારે કરેલું છે, પણ ‘શું’ ડ્રાઇવ કરતી વખતે પહેરવું પડે, એની ચોખવટ થઇ નથી. કોઇને ગાંડી કરી મૂક્યાને અંગ્રેજીમાં I drove him mad કહેવાય છે, પણ એ તો હું દર બુધવારે કરું છું. તો લાખો વાચકો માસ્ક પહેરીને મારા લેખો વાંચે, એ આશા રાખવી જરા વધારે પડતું છે. જોકે, આમાં તો અદેખાઇ જ દેખાઇ આવે છે. સ્કૂટરવાળો એકલો જતો હોય તો માસ્ક પહેરવો પડે છે તો ગાડીવાળો કઇ મોટી લંકા લૂંટી આવ્યો તે એને માસ્ક નહીં પહેરવાનું? આપણે તો હાથલારી ખેંચવાવાળા કે સ્કૂટર ઉપર વાઇફને ખેંચવાવાળાઓને પણ માફ કરતા નથી. બંનેએ માસ્ક પહેરવું જ પડે. ડ્રાઇવિંગ ઉદ્યોગના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, કારમાં બાજુમાં વાઇફ બેઠી હોય તો ગોરધન મોંઢાને બદલે કાન ઉપર માસ્ક દબાવીને પહેરે તો એને પરમ શાંતિનો અનુભવ થાય છે. (બાય ધ વેસ મને ડાબા કાને ઓછું સંભળાય છે! કોઇ પંખો ચાલુ કરો, ભ’ઇ!) જોકે, સંસ્થા જાણવા માંગે છે કે, અમારી પાસે માસ્કો પહેરાવો છો, તો રેલવેની ટ્રેનો ચલાવનારાઓ પાસે પહેરાવો છો કે નહીં? ડ્રાઇવિંગ તો એય કરે છે! હજી ક્લબો પૂરેપૂરી ખુલી નથી, પણ ખુલશે ત્યારે પૂલમાં માસ્ક પહેરીને ભૂસકા મારવાના કે ન પહેરીએ તો ચાલે, એ સૂચના હજી મળી નથી. આ હાળું રોજેરોજ માસ્ક પહેરવાની આદતને કારણે સવારે ઉઠ્યા પછી ભાન રહેતું નથી અને પહેરેલા માસ્કે બ્રશ અને દાઢી થઇ જાય છે! જોયા પછી બાય ખીજાય છે. આને કારણે મૂછો કેવા શેપમાં રાખવી, દાઢી કેવી ચકાચક રાખવી એ કોયડો ઉકેલાતો નથી. શેવ-ક્રીમની જાહેરખબરોમાં કોઇ લાંબી છતાં કોમળ યુવતી પેલા ઢાંઢાના મુલાયમ ગાલ ઉપર સુંવાળો હાથ ફેરવે છે, એ આજ સુધી મારાથી જોયું નહોતું જતું. ‘ખોટા માણસને પકડ્યો છે’ એવા જીવો બાળ્યે રાખતા. હવે નથી બળતા. માસ્ક ઉપર તો શેવિંગ લોશન લાગે નહીં ને? મેં તો એય જોયું છે કે, યુનિવર્સિટીની ફૂટપાથો ઉપર ચાની લારીએ એકબીજાની જૂઠી ચા પીનારા તો સેંકડો પડ્યા છે, પણ એવા હિંમતબાજોય એકબીજાનો ઉતરેલો માસ્ક પહેરતા નથી. ‘લાય ને જરા..! કાલે સવારે આલી દઇશ... અત્યારે છોકરી જોવા જવાનું છે, બોસ!’ હજી જોઇએ એટલું સાયન્સ આગળ વધ્યું નથી, એટલે ફેશન વર્લ્ડમાં માસ્કની બહેતરીન ડિઝાઇનો આવી નથી. ગુજરાત વિદ્યાપીઠ બાજુના કાકાઓ ખાદીના માસ્ક પહેરતા થયા છે, તો નવા વિચારોવાળા ડેન્ટિસ્ટોએ ચીતરેલા હસતા દાંત સાથે જડબું દેખાય એવા માસ્કની ભલામણ કરે છે. સી.જી. રોડ ઉપર હાથ-ટુ-હાથની ફાઇટ ઉપર ઊતરી આવેલા બે ગાડીવાળાને એકબીજાની બીક નહોતી લાગતી, પણ પોલીસવાળો આવીને બંનેને હજાર-હજારની ચોંટાડશે, એની બીકે એકબીજાનું માસ્ક ખેંચી કાઢવાની ધમકીઓ આપતા હતા. અર્થાત, રસ્તા વચ્ચે કોઇ ખેંચી ન કાઢે એવા મજબૂત માસ્કોની ડિમાન્ડ માર્કેટમાં આવવા માંડે છે. કહે છે કે, બહેનોએ ખાસ બેસણાંમાં પહેરવાના સફેદ દૂધ્ધ જેવા કડક માસ્ક માર્કેટમાં આવ્યા તો ખરા, પણ ત્યાં સુધીમાં દુનિયાભરના બેસણાં ‘ટેલિફોનિક’ થઇ ગયા. જોકે વીડિયોકોલની સહાયથી સ્વર્ગસ્થના સ્વજનને શોકસંદેશો આપતી વખતે નવા માસ્ક ઉપર અવારનવાર હાથ ફેરવીને પેલીનું ધ્યાન ખેંચી શકાય છે, પણ આ પદ્ધતિમાં ‘આ માસ્ક મારા ભાઇએ લંડનથી મોકલાવ્યું છે, પ્યોર સિલ્કનું છે…’ એવું પાર્ટીનું ધ્યાન દોરી શકાતું નથી. અલબત્ત, ક્લબમાં પછી મળાય કે ન મળાય, બંને પાર્ટીઓ પોતાના સિલ્ક કે પટોળા-માસ્કની વાતે ચડી જાય, એમાં હજી તાજો જ ઉપર ગયેલો ડોહો મર્યા પછીય હેડકીઓ ખાતો ખાતો રસ્તામાં પોતાનું માસ્ક ફાડીને ઘા કરી દે છે, ‘આના કરતાં હું મર્યો ન
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.