સો ટચની વાત:દોડમાં ટકી રહીને વિજયી બનીએ!

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીવનના કપરા સમયમાં આગળ વધવા માટે એવું તો શું કરી શકાય કે તે સમય પસાર થઈ જાય અને પરિણામ પણ સારાં આવે. આ માટે ખાસ કરીને કેટલીક બાબતો ખાસ સૌએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેમકે, Âઆપણે એવી માનસિકતા રાખીએ કે કોઈ પણ સંજોગોમાં નબળાં કે કઠોર બનવાને બદલે વધારે મજબૂત અને શ્રેષ્ઠ બનીશું. ગમે તેવી પરિસ્થિતિમાં ડરીશું નહીં અને હિંમતથી સામનો કરીશું. Âઆપત્તિને અવસરમાં બદલવા માટે અભિમાનને નનૈયો ભણીશું. સંકટને આર્થિક સફળતામાં બદલવા માટે વિચારો બદલીશું, નવાં કામો કરીશું. Âકોઈ પણ વાતમાં મૂંગા રહેવાની જરૂર નથી. આગળ આવીને પહેલ કરવાની ટેવ વિકસાવવી જરૂરી છે. એને પ્રાથમિક ટેવ બનાવવી જોઈએ. માત્ર બેસી રહેવાથી કંઈ જ નહીં થાય, પ્રયત્નો કરવાનું ન છોડવું જોઈએ. Âસર્જનાત્મક બનીને કાર્યપદ્ધતિ ઉપર અમલ કરો. સર્જનાત્મક બનવા માટે વિચારશીલ બનવું પણ જરૂરી છે. નવા દૃષ્ટિકોણો અપનાવો. યોજના બનાવીને કામ કરો. Âકોઈ પણ ધ્યેય મેળવવા માટે કે વિજયી બનવા માટે શક્તિશાળી હોવું જરૂરી નથી, પણ અંતિમ સમય સુધી એ દોડમાં ટકી રહેવું મહત્ત્વનું છે. ⬛

અન્ય સમાચારો પણ છે...