તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુકથા:મંદબુદ્ધિ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંદબુદ્ધિ મયૂર તરીકે ઓળખાતા મયૂર વર્ષો પછી આક્રંદ કરી ઊઠ્યા

- હેમલ વૈષ્ણવ

નનામી ઘરની બહાર નીકળી. મયૂરભાઈને બધાએ સમજીને દૂર રાખેલા. આફ્ટરઓલ એમનું કંઈ કહેવાય નહીં. પીઠ પાછળ તો ‘મયૂર મંદબુદ્ધિ’ જ કહેવાતા ને? પણ મયૂરભાઈ આજે તો બિલકુલ સ્વસ્થ હતા. લોકોમાં ચણભણ ચાલતી હતી... ‘સુલેખા હતી તો આનું ઘર સચવાયું. ઠીક છે હાથશાળમાં કપડું વણવાની આછી-પાતળી નોકરી છે એટલે, બાકી સુલેખાબેને પાર્ટ-ટાઈમ નોકરી સાથે બાપ-દીકરાને બરાબર સંભાળી લીધેલા. પારિતોષને પણ ભણાવવાનું કામ એમનું જ, એટલે તો દર વર્ષે પહેલો નંબર લાવે છે.’

થોડા શબ્દો મયૂરભાઈના કાને પડ્યા, ચહેરા પર સહેજ ચિંતા ધસી આવી. હવે પારિતોષનું શું? હાથની મુઠ્ઠી જકડાઈ ગઈ અને બીજી પળે ચહેરા પર સ્મિત આવી ગયું. ‘સુલુ ગઈ, પણ આ મંદબુદ્ધિને કોઈ અસર હોય એવું...’ કોઈ ગણગણ્યું. ‘હોય હવે, આવા લોકોને બહુ આઘાત ના લાગે.’ એક બની બેઠેલા મનોચિકિત્સકે જ્ઞાન વહેંચ્યંુ. આજે પારિતોષ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો. સુલેખાના ફોટાને પગે લાગતા પારિતોષ પાછળ મયુરભાઈ ઊભા હતા.‘આ લે, તારી મમ્મી પાલવના છેડે થોડા સિક્કા બાંધી રાખતી, તું લેશન કરી લે એટલે એક સિક્કો આપતી. એ ગઈ એ દિવસે હું તો સાવ બઘવાઈ ગયેલો. મને ખબર હતી કે બધા આવશે પછી મને તો એની પાસે જવા પણ નહીં મળે. લોકો આવે એ પહેલાં મેં તો દોડીને... પછી તો મને રોજ ચિંતા થાય કે હવે એના વગર તું મારી જેવો... મુઠ્ઠીમાં રોજ એના પાલવનો છેડો પકડીને સુઈ જતો તંયે શાંતિ થતી. તારામાં પણ એનું જ લોહી હોં, ગ્રેજ્યુએટ થઇ ગયો…’ સિક્કા બાંધેલા પાલવનો કપાયેલો છેડો, પારિતોષને પકડાવતા, મયૂરભાઈના ચહેરા પર પહેલા બાઘા જેવું સ્મિત, પછી ચશ્માના જાડા કાચ પાછળ આંસુનું એક ટીપું અને પછી... અને પછી... આટલા વર્ષે ધોધમાર આક્રંદ! henkcv12@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો