તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- હેમલ વૈષ્ણવ
‘તમારો માલ તો કાયમ ચોખ્ખો, ડાઘાડુઘી વગરનો જ હોય છે ને? પણ શું કે હમણાં માલ પડ્યો છે, જરૂર નથી.’ મેનેજરે કહ્યું અને પ્રશાંતભાઈ એ જ કાયમના સ્મિત સાથે ઊભા થયા. બહાર ગયા પછી જ એમને યાદ આવ્યું કે એમની કેપ તો મેનેજરના ટેબલ પર જ રહી ગઈ હતી. ‘માલ તો લઇ લઈએ, પણ આમનો હવે શું ભરોસો? ગરબડ થાય તો રિટર્ન કરવા માટે કોને પકડવાના?’ મેનેજરના શબ્દો પ્રશાંતભાઈને કાને પડ્યા અને ધોમધખતા તડકામાં એ કેપ લીધા વગર જ નીકળી પડ્યા.પોતાની ઓફિસ સુધીનો રસ્તો એમને બહુ લાંબો લાગ્યો.
‘પ્રશાંતભાઈ, આ આકાશ છે. હવે માલ સપ્લાય કરવા જાવ ત્યારે એને સાથે રાખજો. તમારે એટલો કામનો બોજો ઓછો…’ બોસે આકાશની ઓળખાણ કરાવી. ‘આપણી કંપનીનો માલ ડાઘાડુઘી વગરનો જ હોય એ શાખ પ્રશાંતભાઈએ જ ઊભી કરી છે હોં.’ બોસે આકાશ પાસે એમના વખાણ કર્યા. માંગી નહોતી તો પણ આ મદદ કેમ મળતી હતી, એ સમજતા એમને વાર ન લાગી... કદાચ આકાશ એમની જગાએ… પ્રશાંતભાઈ અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યા... કિમોને કારણે વાળ ઊતરી ગયા હતા. હવે કદાચ પ્રશાંતભાઈ ડાઘ વગરની પ્રોડક્ટ વેચનાર સેલ્સમેન નહીં, પણ કેન્સરવાળા પ્રશાંતભાઈ તરીકે ઓળખાતા હતા. પ્રોડક્ટ રિટર્ન કરવી હોય તો એ હયાત હશે કે નહીં એની માલ ખરીદનારને શંકા હતી, તો પ્રશાંતભાઈ ન હોય તો એમનું રિપ્લેસમેન્ટ પણ બોસ તૈયાર કરી રહ્યા હતા. કિમોથેરાપી પછી કેન્સર કંટ્રોલમાં આવ્યું હોવા છતાં બધા માટે એ ટાઈમ બોમ્બ થઇ ગયા હતા. બીજે દિવસે મોડેથી બધાને ખબર પડી હતી કે ડાઘાડુઘી વગરની પ્રોડક્ટ વેચનાર સેલ્સમેને જિંદગી પર લાગેલો કેન્સરનો ડાઘો આગલી રાતે જ સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ લઈને સાફ કરી નાખ્યો હતો! henkcv12@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.