તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારની બપોરે:બેટા, મુઝકો ભી તો લિફ્ટ કરા દે

અશોક દવે10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઉસીસમાં રીલિઝ નથી કરવાનો, એથી થિયેટરમાલિકો સખત નારાજ થયા છે! કહે છે કે, સલમાન ખાન તો ઘેર બેઠાં ઓટીટી- પર ‘રાધે’ જોનારાંઓને ફ્રીમાં પોપકોર્ન આપવાનો છે!

ગયા સપ્તાહનો એક બાને લિફ્ટ કરાવવાનો હોરિબલ અનુભવ થવા છતાં શામળિયો સુધર્યો નહીં અને વડીલોને ગાડીમાં લિફ્ટ આપવાનો ડોડળીયો ઓછો થયો નહીં. બ્રાહ્મણ સંસ્કાર એટલે વડીલોને માન આપવાથી વૈકુંઠ ચરણનો સ્પર્શ થવા જેટલો ભાવ પેદા થાય. મેં નક્કી તો કરી લીધું હતું કે, માજીઓને લિફ્ટો આપી-આપીને ભલે એક દિવસ પગરિક્ષા થઈ જઉં, તો પણ એ પગરિક્ષામાંય આપીશ તો કોક માજીને લિફ્ટ જ! નારણપુરા ચાર રસ્તેથી હજી હું નીકળ્યો જ છું, ત્યાં કોઈ 65-70ની ઉંમરનાં બાએ અંગૂઠો બતાવી મને રોક્યો. મેં કાચ ઉતારીને પુત્રભાવે પૂછ્યું, ‘ક્યાં જવું છે, બા?’ ‘બા તારી મા હશે!’ એવો છણકો એમની આંખોમાં ‌ઊપસી આવ્યો. ‘બા’ શબ્દ એમના પેટની આરપાર નીકળી ગયો. મોઢું બગાડીને છણકા સાથે મારું ગ્રામર સુધાર્યું. ‘હું કોઈ બા-ફા નથી. તમારી જ ઉંમરની છું.’ આટલું બોલ્યાં પછી તીખું સ્માઈલ પણ આવ્યું. ઘડીભર હું ચમક્યો, ‘બાઓ મારી ઉંમરની ક્યારથી થવા માંડી...?’ ‘ભ’ઇ, તમારા ગૂગલ મેપમાં પ્રહલાદનગર નાંખી દેજો અને ટૂંકા રસ્તે લઈ જજો.’ મને થયું કંઈ ગેરસમજ થઈ છે, બેન મને ‘ઓલા’ કે ‘ઉબર’વાળો સમજી બેઠાં છે. એમનો વાંકેય નહોતો. મને ખાખી ગાંધી ટોપી અને બંને ખભે પટ્ટાવાળાં ખાખી કપડાં સારાં નથી લાગતાં એટલે નથી પહેરતો, પણ વધુ ગેરસમજ ન થાય માટે મેં ચોખવટ કરી લીધી, ‘બા, તમે કંઈ જુદું…’ ‘બા કોને કહે છે? હું તને બા જેવી લાગું છું? જરા વિચારીને…’ ‘તો બેન, હું તમને ટેક્સીવાળો લાગું છું? જરા વિચારોને…’ આ સવારી તો જવા દેવી પડી. અરે સોરી… સવારી શેની? હું તો લિફ્ટો આપવા બેઠો છું અને એય વિના મૂલ્યે! મને એમણે ટેક્સીવાળો ધારી લીધો, એમાં એમનો વાંક અને મને વાંધોય નહોતો, પણ માતાતુલ્ય ભાવના એ સ્વીકારી ન શક્યાં, એનો અફસોસ રહી ગયો. ⬛ ⬛ ⬛ ‘બેટા, મને જરા વિજય ચાર રસ્તે ઉતારી દઈશ?’ સાલું બાઓની કંઈ જ ખબર પડતી નથી. લગભગ મારી ઉંમરની લાગે, એ મને ‘બેટા’ કહીને સંબોધે અને જેણે મને બેટા કહીને લિફ્ટ માંગવાની હોય તે મને રિક્ષાવાળો સમજીને ગાડીમાં બેસી જાય છે! ઈનફેક્ટ, ઘણા વખત પછી મારે કોઈ ‘સેન્સિબલ’ કામે જવાનું હતું એટલે મોડું થઈ રહ્યું હતું.‘મોડું તો બહુ થઈ ગયું છે બા… પણ બેસી જાઓ.’ ‘તારે મને અડધા વિજયે ઉતારવી હોય તો ઉતારી દેજે, પણ રસ્તામાં મને એકેય વાર ‘બા’ ના કહેતો!’ અસલના જમાનામાં બુકાનીધારીઓ નિ:સહાય મહિલાનું અપહરણ કરી જતા, પણ આમાં તો માસ્ક બાએ પણ પહેર્યું હતું. એટલે કોણ કોનું કિડનેપિંગ કરી રહ્યું છે, તે વટેમાર્ગુઓને ખ્યાલ ન આવે. વિજય આવ્યું એટલે મેં ગાડી ધીરી પાડી. એ બોલ્યાં, ‘બેટા, વાંધો ન હોય તો મને યુનિવર્સિટી ઉતારીશ? મારે ત્યાં બે મિનિટનું કામ છે!’ મારી ઘડિયાળ મને આખા શરીરે ખૂંચ્યા કરતી હતી, પણ વિજયથી યુનિવર્સિટી બહુ આગળ ન કહેવાય. મેં કીધું, ‘અરે, એમાં શું? ત્યાં મૂકી જઉં!’ હું એક્ચ્યુલી, ગુજરાત યુનિવર્સિટી સમજ્યો હતો, પણ ત્યાં પહોંચ્યા પછી બાએ ચહેરા ઉપર ચિંતાના ભાવો લાવી કહ્યું, ‘ભ’ઈ, તમે અમદાવાદમાં રહો છો? આ તમે ક્યાં લાવ્યા? મેં તો એડ્રેસમાં પાંજરાપોળ જેવું કંઈક વાંચ્યું હતું. કહે છે કે, આટલામાં જ છે. જરા ત્યાં લઈ લો ને! આ જુઓ, નેહરુ નગર ચાર રસ્તા આવી ગયા. થેન્ક યુ ભાઈ… મારે અહીં જ જવું હતું. અહીં યુનિવર્સિટી જેવું દેખાય છે, ભાઈ?’ મને હવે તો બકિંગહામ પેલેસ દેખાવા માંડ્યો હતો. ઘડિયાળમાં જો-જો કરવાને લીધે, એ શું બોલ્યાં, તેનો મને ખ્યાલ નથી, પણ ભજીયાવાળાની દુકાનેથી પડીકું બંધાવીને, હું ગાડી રીસ્ટાર્ટ કરું એ પહેલાં ચેક રીબાઉન્સ થઈ ચૂક્યો. બા હડફડહડફડ પાછાં આવીને દરવાજો ખોલીને બેસી ગયાં,‘ભાઈ, ઉંમરમાં તો તમારી બા બરોબરની છું, છતાં આજીજી કરવી પડે છે. જાણું છું, તમારે મોડું થાય છે, છતાં ગરજવાનને અક્કલ ન હોય, એ ધારીને રીક્વેસ્ટ કરું છું, વાંધો ન હોય તો મને અંજલિ ચાર રસ્તા મૂકી જશો? ઊતરી જઈશ ને આશીર્વાદ આપીશ.’ મારામાં આમેય બહારથી દેખાય છે, એના કરતાં અક્કલ ઓછી છે ને એમાંય બામાં મને મારી મા દેખાતી હતી, એટલે મોડું થવાનું માંડી વાળીને હું એમને અંજલિ ચાર રસ્તે ઉતારવા ગયો. અંજલિથી સાણંદ થઈને પાછું તો આવવાનું હતું, પણ એ કંઈ નક્કી નહોતું કે પાછા આવ્યાં પછી મારે એમને વિજય ઉતારવાનાં છે કે ગાડી એમને સોંપી દેવાની છે! હાલમાં હું બીઆરટીએસમાં સફર કરું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો