બ્લેક એન્ડ વ્હાઈટ:ક્યારેક નંબર વન બનવા માટે ખુશી નહી, દુઃખ અનુભવવું પડે!

આશુ પટેલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુલાઈ, 2022ના બીજા સપ્તાહમાં યુનાઈટેડ નેશન્સે દુનિયામાં વસ્તીવધારાના અંદાજ વિશેના આંકડાઓ જાહેર કરતી વેળાએ અનુમાન કર્યું કે નવેમ્બર, 2022 સુધીમાં દુનિયામાં માણસોની વસ્તી 8 અબજ સુધી પહોંચી જશે અને ભારત આવતા એક વર્ષ સુધીમાં ચીનને પાછળ રાખીને સૌથી વધુ માણસોની વસ્તી ધરાવતો દેશ થઈ જશે. યુનાઈટેડ નેશન્સે એવો પણ અંદાજ માંડ્યો છે કે 2030 સુધીમાં દુનિયામાં માણસોની વસ્તી 8 અબજ, 50 કરોડ સુધી પહોંચી જશે, 2050 સુધીમાં દુનિયાની વસ્તી 9 અબજ, 70 કરોડ થઈ જશે અને 2080 સુધીમાં દુનિયાની વસ્તી 10 અબજ, 40 કરોડ સુધી પહોંચી જશે. યુનાઈટેડ નેશન્સના આ આંકડા આવ્યા છે ત્યારે દુનિયાના જુદા જુદા દેશોની વસ્તી વિશે થોડી વાત કરીએ. ચાઈનામાં 143 કરોડ, 93 લાખ, 23 હજાર, 776 માણસોની વસ્તી છે. ચીનમાં દર વર્ષે 55 લાખ જેટલા માણસોનો વસ્તીમાં ઉમેરો થાય છે (છેલ્લા આંકડા 2020ના છે. એ વર્ષે ચીનમાં 55 લાખ 40 હજાર, 90 નાગરિકોનો ઉમેરો થયો હતો). ચીનનો વિસ્તાર 93 લાખ 88 હજાર, 211 સ્કવેર કિલોમીટર છે અને દુનિયાની 18.47 ટકા વસ્તી ચીનમાં વસે છે. એની સામે આપણા દેશની વસ્તી 138 કરોડની છે અને 0.99 ટકાના વસ્તીવધારા સાથે દર વર્ષે 1 કરોડ, 35 લાખ લોકોનો વસ્તીવધારો થાય છે. ચીનના 93,88,211 સ્કવેર કિલોમીટર વિસ્તાર સામે ભારતનો વિસ્તાર 29 લાખ, 73 હજાર, 190 સ્કવેર કિલોમીટર છે. વિશ્વની કુલ વસ્તી પૈકી 17.70 ટકા ભારતની વસ્તી છે. બાય ધ વે, ચીનનાં 61 ટકા લોકો શહેરોમાં વસે છે જ્યારે ભારતનાં 35 ટકા લોકો શહેરોમાં વસે છે હવે બીજા દેશોની વસ્તી અને ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એટલે કે અમેરિકામાં 33 કરોડની વસ્તી છે. એમાં 0.59 ટકાના વધારા સાથે 19,37,734 લોકોનો 2020માં ઉમેરો થયો હતો. અમેરિકાનું ક્ષેત્રફળ છે 91,47,420 સ્કવેર કિલોમીટર અને આખી દુનિયાની વસ્તીમાં અમેરિકાની વસ્તીનો ફાળો 4.25 ટકા જ છે. જી હા, માત્ર 4.25 ટકા! અમેરિકામાં શહેરોમાં વસતા લોકોની સંખ્યા 83 ટકા છે. પાકિસ્તાનમાં 2020ની ગણતરી પ્રમાણે 22 કરોડ, 8 લાખ, 92 હજાર, 340 માણસોની વસ્તી હતી અને એમાં 2 ટકાના વધારા સાથે 43,27,000 માણસોનો ઉમેરો થયો હતો. વિશ્વની કુલ વસ્તીમાં 2.83 ટકા વસ્તી પાકિસ્તાનની છે અને પાકિસ્તાનનું ક્ષેત્રફળ 7,70,880 સ્કવેર કિલોમીટર છે. બ્રાઝિલમાં 21 કરોડ, 25 લાખ, 59 હજાર, 417ની વસ્તી છે એમાં 0.72 ટકાના વધારા સાથે 15,09,890 લોકોનો વધારો થયો હતો અને વિશ્વની કુલ વસ્તીના 2.73 ટકા લોકો બ્રાઝિલમાં વસે છે અને બ્રાઝિલનું ક્ષેત્રફળ 83,58,140 સ્કવેર કિલોમીટર છે. વિશ્વની કુલ વસ્તીનાં 2.64 ટકા લોકો નાઇજિરિયામાં રહે છે. નાઇજિરિયાનું ક્ષેત્રફળ 9,10,770 સ્કવેર કિલોમીટર છે. બાંગ્લાદેશની વસ્તી 16 કરોડ, 46 લાખ, 89 હજાર, 383 છે અને ત્યાં 2020માં 1.01 ટકાના વધારા 1 કરોડ, 64 લાખ, 3 હજાર, 222 લોકોનો ઉમેરો થયો હતો. વિશ્વની કુલ વસ્તીનાં 2.11 ટકા લોકો બાંગ્લાદેશમાં વસે છે અને બાંગ્લાદેશનું ક્ષેત્રફળ માત્ર 1,30,170 સ્કવેર કિલોમીટરનું છે! રશિયામાં 14 કરોડ, 59 લાખ, 34 હજાર, 462ની વસ્તી છે. 2020માં ત્યાં 0.04 ટકાના વધારા સાથે માત્ર 62,206 લોકોનો ઉમેરો થયો હતો. રશિયામાં 74 ટકા લોકો શહેરોમાં વસે છે અને વિશ્વની વસ્તી પૈકી માત્ર 1.87 ટકા વસ્તી રશિયામાં છે! અને રશિયાનું ક્ષેત્રફળ 1,63,76,870 સ્કવેર કિલોમીટર છે! જાપાનમાં 12 કરોડ, 64 લાખ, 76 હજાર, 461ની વસ્તી છે. એમાં માઈનસ 0.30 ટકાનો ઘટાડો નોંધાયો હતો! અને એની વસ્તીમાં 3,83,840 માણસોનો ઘટાડો થયો હતો. વિશ્વની કુલ વસ્તીના 1.62 ટકા હિસ્સો જાપાનનો છે અને જાપાનનું ક્ષેત્રફળ 3,64,555 સ્કવેર કિલોમીટર છે. આ આંકડાઓ માથાના દુખાવા જેવા લાગશે, પણ અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશની વસ્તી તથા વસ્તીવધારા વિશે કઠોર અને કડવી વાસ્તવિકતા સમજવા માટે આ આંકડાઓ જરૂરી હતા. આપણા દેશમાં એક સૌથી મોટો પ્રશ્ન વસ્તીવધારાનો છે. વસ્તીવધારાને કારણે બેરોજગારીનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધતું જ રહેવાનું. વિશ્વના ઘણા દેશોની કુલ વસ્તી છે એનાથી વધુ વસ્તી દર વર્ષે આપણા દેશમાં ઠલવાય છે. બેફામ વસ્તીવધારો કોઈપણ દેશ માટે બહુ મોટા ખતરા સમાન ગણાય, પણ વસ્તીવધારાને નાથવાની વાત પણ છેડાય એ સાથે એકસામટા એક હજાર કાળોતરા વીંછી કરડ્યા હોય, ધરતી રસાતાળ થઈ ગઈ હોય, આભ ફાટી પડ્યું હોય, મેરામણે માઝા મૂકી દીધી હોય કે સૂરજ પશ્ચિમમાં ઊગ્યો હોય એ રીતે ઘણાં લોકો પ્રતિક્રિયા આપે છે. વસ્તીવધારો કોઈ પણ દેશ માટે ભયંકર બોજરૂપ સાબિત થઈ શકે છે, પણ આપણા દેશના મોટા ભાગના સામાન્ય નાગરિકો અને પોતાને અસામાન્ય ગણતા બૌદ્ધિકોથી માંડીને તમામ રાજકીય પક્ષો - બધાં પોતપોતાના હિતમાં વિચારે છે અથવા પોતાની આઈડિયોલોજીના સમર્થનમાં વિચારે છે. આપણા દેશનાં લોકો આઈડિયોલોજી કરતાં દેશને વધુ મહત્ત્વ આપતાં થઈ જશે ત્યારે દેશનું ભલું થશે.{

અન્ય સમાચારો પણ છે...