તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- બી.એન. દસ્તૂર
આજથી 3,00,000 વર્ષ પહેલાં દુનિયામાં માનવીઓની ચાર સ્પીશીઝની (SPECIES)ની વસ્તી હતી. આજથી 50,000 વર્ષ પહેલાં ફક્ત આપણે હોમો સેપિયન્સ ટકી રહ્યાં, બાકીના અદૃશ્ય થઈ ગયા. જે ત્રણ સ્પીશીઝ ઉકલી ગયા એ બધા આપણા કરતાં વધારે કદાવર, મજબૂત અને સ્માર્ટ હતા. ડાર્વિનની સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની થિયરી મુજબ આપણી હસ્તિ નાબૂદ થઈ ગઈ હોત. જંગલમાં એક નિયમ છે. જે આપણી જમાતના નથી એ આપણા દુશ્મનો છે. એની સાથે કોઈ સંબંધો બંધાતા નથી. પરિણામે આ નિયમના આશિકો ઓછા થતા ગયા. તાકાત અને અગ્રેશનના પ્રતીક જેવા વાઘ અને સિંહને આપણે ‘સાચવવા’ પડે છે. સોશિયલ ન્યુરોસાયન્સ એ વિજ્ઞાન છે જે આપણાં દિમાગની સ્ટડી કરે છે. આ ખૂબ જ મુશ્કેલ કામ છે. સેંકડો વર્ષોના અભ્યાસ પછી પણ આપણે આપણી ખોપરીમાં ગોઠવવામાં આવેલાં આ સુપર કમ્પ્યૂટરનો તાગ મેળવી શકતા નથી.
1929માં ઓસ્ટ્રિયાના ન્યુરોલોજિસ્ટ કોન્સ્ટિનટીન વોન ઈકોનોમોએ દિમાગમાં રહેલાં ‘સ્પિન્ડલ સેલ્સ’નો વ્યાપક અભ્યાસ કર્યો અને એવું સજેસ્ટ કર્યું કે, આ સ્પિન્ડલ સેલ્સ (ઈકોનોમો સાહેબના માનમાં આજે એ ‘ઈકોનોમો સેલથી ઓળખાય છે)ની બદૌલત આપણે કોના ઉપર વિશ્વાસ મૂકવો, કોની સાથે સંબંધો બાંધવા, કોને સાથ-સહકાર આપવો, કોના બિહેવિયરનું અનુકરણ કરવું એ નક્કી કરી શકીએ છીએ અને પ્રગતિ કરતા રહીએ છીએ.
આવા સ્પિન્ડલ સેલ્સ આખી દુનિયાના હજાર સ્પીશીઝમાંથી આશરે સોમાં જ જોવા મળે છે. હાથી, વ્હેલ, વાંદરાઓમાં આવા સ્પિન્ડલ સેલ્સ છે. ગુસ્સો, પ્રેમ, સહાનુભૂતિ, સમાનુભૂતિ જેવી લાગણીઓ પણ આ સ્પિન્ડલ સેલ્સની દેણ છે એવું માનવામાં આવે છે. જ્યારે આ ન્યુરોનને નુકસાન પહોંચે ત્યારે સ્કિઝોફ્રીનિઆ, અલ્ઝાઈમર જેવા રોગો થવાની શક્યતા વધી જતી જોવામાં આવે છે. આપણાથી વધારે મજબૂત, કદાવર અને સ્માર્ટ એવા અન્ય જીવોની બાવજૂદ આપણે ટકી રહ્યા. ખૂબ પ્રગતિ કરી, કારણ કે આપણામાં ‘સોશિયલ ઈન્ટેલિજન્સ’ છે. જેને આપણે ઓળખતા પણ નથી. એની પાસેથી આપણે માહિતી અને જ્ઞાન મેળવી લઈએ છીએ. મદદ આપી, માગી અને લઈ શકીએ છીએ. સંબંધો બાંધીએ છીએ. જે વ્યક્તિ કે ગ્રૂપ આપણને પસંદ છે તે વ્યક્તિ ગ્રૂપની બિહેવિયર આપણે અપનાવી લઈએ છીએ. સોશિયલ ઇન્ટેલિજન્સ, સોશિયલ ન્યુરોસાયન્સના જન્મના 5 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ‘રોલ મોડલ’ની વાત કરી હતી. ગીતામાં કહ્યું છે, ‘જે શ્રેષ્ઠ માનવી કરે છે એવું વર્તન અન્ય લોકો કરે છે. એ જે પ્રમાણ નક્કી કરે છે એનું લોકો અનુકરણ કરે છે.’
મિરર ન્યુરોન્સ ન્યુરોલોજિસ્ટોએ સ્પિન્ડલ ન્યુરોન્સ ઉપરાંત મિરર ન્યુરોન્સ ઉપર પણ વ્યાપક સંશોધનો કર્યા છે. મિરર ન્યુરોન્સની બદૌલત અન્યનું અનુકરણ કરી આપણી બિહેવિયર, એ વ્યક્તિ જેવી અનાયાસે કરીએ છીએ. અનુકરણ કરી શીખવાની શરૂઆત તો ખૂબ જ નાની વયથી શરૂ થઈ જાય છે. જે કાંઈ આપણે શીખી લઈએ છીએ, એમાંનું મોટાભાગનું શીખી લઈએ છીએ અન્યનું અનુકરણ કરીને. આપણા દિમાગમાં રહેલાં મિરર ન્યુરોન્સ જે વ્યક્તિ આપણને પસંદ કરે છે એની બિહેવિયરનું પ્રતિબિંબ ઊભું કરે છે. માટે જ મિરર ન્યુરોન્સ કહેવાય છે. જે લીડર ઉપર આપણે ભરોસો રાખીએ છીએ, જે લીડર આપણને પસંદ છે એના વિચાર, વાણી, વર્તનનું આપણે અનુકરણ કરીએ છીએ. તમને, મને, સૌને વાર્તાઓ પસંદ છે. હજારો વર્ષોથી વાર્તાના માધ્યમથી આપણે શીખતા, શીખવતા આવ્યા છીએ. ન્યુરોલોજી પ્રમાણે, જે વાર્તા કરે છે અને જે વાર્તા સાંભળે છે એનાં મિરર ન્યુરોન્સ એકબીજા સાથે નાતો બાંધી લે છે. જેમાં અચ્છા અચ્છા ન્યુરોલોજિસ્ટોની ચાંચ ડૂબતી નથી એ સમજવાની તકલીફ લેવાને બદલે થોરામાં ઘનું સમજી લઈએ કે દોસ્તી, સાથ-સહકારમાં સમજદારી છે. baheramgor@yahoo.com
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.