તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:સોશિયલ મીડિયા અને પોસ્ટ બ્રેક-અપ

ડૉ. પ્રશાંત ભીમાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન નક્કી થયાં હોય, છતાં વ્યક્તિ જાતીય-શારીરિક વ્યવહાર ન ઇચ્છે તો એનું સન્માન થવું જોઇએ

આમ તો નિહાર અને નીરજાનાં લગ્ન છ મહિના પહેલાં જ થવાનાં હતાં. કોવિડ ન હોત તો ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગની તૈયારીઓ સુદ્ધાં થઇ ગઇ હોત અને લગ્ન પણ થઇ ગયાં હોત, પણ, કોવિડનાં લોકડાઉનમાં એ બંનેના સંબંધમાં પણ સ્લો-ડાઉન આવી ગયું. એકબીજા સાથે કંઇ ને કંઇ વાતે ચકમક ઝરતી. બહુ ચર્ચાઓ પછી નિહાર અને નીરજા વારાફરતી વાત કરવા તૈયાર થયાં. નીરજાએ વાત શરૂ કરી, ‘ડોક્ટર, અમારાં એરેન્જ મેરેજ થવાનાં છે. જો થાય તો! અમે ફર્સ્ટ ફોર્મલ મિટિંગમાં જ નક્કી કરી લીધું હતું કે, આ જ મારો લાઇફ પાર્ટનર બનશે. નિહારે એ ફર્સ્ટ મિટિંગની જ સેલ્ફી ઇન્સ્ટા પર પોસ્ટ કરી હતી. પછી તો અમારી ઇન્સ્ટા-સ્ટોરીઝ અને પોસ્ટ એટલી બધી લોકોને ગમતી કે ક્યારેક અમે એ ન કરીએ તો પૂછવા ફ્રેન્ડ્ઝના ફોન આવે કે, ઇઝ એવરીથિંગ ઓકે? એ વખતે હું હા કહેતી હતી, પણ અત્યારે કહું છું, ‘આઇ ડોન્ટ નો’, કારણ કે હમણાંથી એની સોશિયલ મીડિયા લેંગ્વેજ બદલાઇ ગઇ છે. લાગે છે એને હવે મારામાં રસ નથી રહ્યો. હા, એટલું કહી શકું કે મેરેજ પહેલાં સેક્સ માટે હું તૈયાર નથી અને એની બહુ જ ઇચ્છા છે. કદાચ આ કારણ હોઇ શકે.’ નીરજાએ વિચારીને કહ્યું. અમેરિકાની ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા થયેલ એક સંશોધન ઓગસ્ટ 2020માં પ્રસિદ્ધ થયું હતું. એ મુજબ રિલેશનશિપમાં લોકો ઓનલાઇન વાતચીત, મેસેજ કે પોસ્ટમાં જે ભાષા વાપરે છે તે પરથી મહિનાઓ પૂર્વે બ્રેક-અપ વિશે આગાહી થઇ શકે છે. આ માટે રેડિટ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 6803 જેટલા યૂઝર્સની 10,27,541 જેટલી પોસ્ટસનું સંશોધકોએ વિશ્લેષણ કર્યું. બ્રેક-અપના છેક ત્રણેક મહિના પહેલાંથી એ લોકોની પોસ્ટમાં પદ્ધતિસરના ફેરફારો જોઇ શકાયાં. બ્રેકઅપના અઠવાડિયામાં એ ફેરફારો સૌથી વધુ હતાં. જે વળી પાછા નોર્મલ થતાં બીજા છ મહિના જેટલો સમય ગયો. જેમ-જેમ સબંધમાં તણાવ વધતો ગયો તેમ-તેમ ‘I’ અને ‘We’ જેવા શબ્દોનો વપરાશ વધ્યો હતો. નીરજા અને નિહાર સાથે લગ્નપૂર્વે સેક્સ સંબંધો વિશે કાઉન્સેલિંગ થયું. કોઇ વ્યક્તિ, ભલે ને લગ્ન નક્કી હોય, કોઇ પણ પ્રકારનો જાતીય-શારીરિક વ્યવહાર ન ઇચ્છે તો એનું સન્માન થવું જોઇએ. પરસ્પર ધીરજથી હૂંફ કેળવવી એ નિકટના સંબંધોની પૂર્વ શરત છે. વિનિંગ સ્ટ્રોકઃ આપણાં માની લીધેલાં બોક્સમાં સામેવાળાને ફિટ કરી દેવાની આપખુદ વૃત્તિ ક્યારેક પોતાને જ એ સંબંધમાં સાવ મિસફિટ કરી શકે.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...