તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણવું જરૂરી છ:શું મારે જાતીય સુખથી આજીવન વંચિત રહેવું પડશે?

ડૉ. પારસ શાહએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સમસ્યા. મારી ઉંમર 26 વર્ષની છે. હું દેખાવે સુંદર અને શરીરે ભરાવદાર છું. આવતા મહિને મારા લગ્ન છે. મારા પતિ શરીરે એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલાં અમે એકબીજાને કિસ કરી હતી અને તક મળે ત્યારે થોડી શારીરિક મસ્તીઓ પણ માણી હતી. દસ દિવસ પહેલાં એકાંત મળતા અમે સમાગમ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રવેશ પહેલાં જ એમને સ્ખલન થઇ ગયું હતું. આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગઈ હતી, તે એકદમ નાના બાળક જેવું હતું. ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાંય પાછું મારા પતિનું શિશ્ન લગભગ બે-અઢી ઇંચ જેટલું જ છે. તો શું મારે જાતીય સુખથી આજીવન વંચિત રહેવું પડશે? ઉકેલ: સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શીધ્રસ્ખલન થવું તે સામાન્ય બાબત છે. ઘણીવાર લાંબા સમય બાદ કરેલ સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મનમાં રહેલ ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઈ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણો પણ ઘણીવાર સ્ખલન જલદી થઈ જતું હોય છે. જેની ચિંતા કરવાની જરૂર નથી. જેમ પહેલીવાર સાઈકલ ચલાવવાના પ્રયત્ન વખતે પડી જવાય છે, પરંતુ પછી મોટર સાઈકલ પણ ચલાવી શકાય છે તે પણ કોઇને પાછળ બેસાડીને. તે જ રીતે જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શીધ્રસ્ખલનની તકલીફ દૂર થતી જશે અને જો તેમ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં નવી આવેલી દવાઓથી શીઘ્રસ્ખલનમાં સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજુ તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયું હશે એટલે તે બાળક જેવું લાગતું હશે. સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે. આ અવસ્થામાં તેની લંબાઇ એક ઇંચ હોય તો પણ ચિંતા ના કરવી, કારણ કે આ સમયે તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે. ઉત્તેજિત અવસ્થામાં શિશ્નની લંબાઇ બે ઇંચ કે તેથી વધારે હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે. પાતળો પુરુષ જાડી સ્ત્રીની જાતીય ઇચ્છા સંતોષી ના શકે તે વિધાન તમારી સહેલીઓનું અજ્ઞાન છે. સમસ્યા. મારી ઉંમર 49 વર્ષની છે. આમતો બીજી કોઇ જ તકલીફ નથી. માત્ર ચાર વર્ષથી બ્લડપ્રેશર રહે છે. પણ છેલ્લાં એકાદ વર્ષથી ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી આવે છે. તો શું આ તકલીફને અને બ્લડપ્રેશરને કોઇ સંબંધ ખરો? ખાસ તો જણાવશો કે બ્લડપ્રેશરના દર્દીઓએ સેક્સમાં શું કાળજી લેવી જોઇએ? ઉકેલ: બ્લડપ્રેશરથી પુરુષને સીધેસીધી રીતે ઉત્થાનમાં તકલીફ નથી અનુભવાતી, પરંતુ અમુક બ્લડપ્રેશરની દવાઓની આડઅસરને કારણે ઇન્દ્રિયમાં નપુંસકતા આવી શકે છે, પરંતુ આ નપુંસકતા દરેક પુરુષને આવતી નથી. આથી ગભરાઇ જવાની જરૂર નથી બલ્ડપ્રેશરના દર્દીઓએ આટલી કાળજી રાખવાની જરૂર છે. * નિયમિત બ્લડપ્રેશર મપાવતા રહો અને એને કાબૂમાં રાખો. * જો બ્લડપ્રેશરની દવા લેતા હોવ અને ઇન્દ્રિયમાં ઉત્તેજનાની ઊણપ અનુભવાતી હોય તો તમારા ડોક્ટર જોડે બ્લડપ્રેશરને કાબૂમાં રાખતી દવાની જાતીય જીવન પર પડતી આડઅસરની તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો. * સામાન્ય રીતે બિટાબ્લોકર્સ, ડાઇયુરેટિક્સ અને થાયાઝાઇડ ગૂપ્રની દવાઓને કારણે નપુંસકતા આવી શકે છે. સામાન્ય રીતે દવાની આડઅસર થોડાક મહિનાઓ પછી અનુભવાતી હોય છે. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો