તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની abcd:જવાબદારીનું મેનેજમેન્ટ

બી.એન. દસ્તૂર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉસ્તાદ ‘ઝૌક’ મર્હૂમની એક પ્રસિદ્ધ ગઝલનો મત્લા (પ્રથમ શેર) : લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે, અપની ખુશી ન આએ, ન અપની ખુશી ચલે. નથી આવ્યા આપણી મરજીથી, નથી ઊકલી જવાના આપણી મરજીથી, પણ એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચેનો સમય આપણો પોતાનો છે. જિંદગી આપણી પોતાની છે અને ચાલવી જોઈએ આપણી મરજી મુજબ. વાસ્તવમાં આવું બનતું નથી. ઓછેવત્તે અંશે, જિંદગીની દોર આપણે બીજાના હાથમાં આપી દઈએ છીએ, સમય અને શક્તિ બરબાદ કરીએ છીએ, આસપાસના સૌ કોઈનું પર્સેપ્શન મેનેજ કરવામાં. જરૂર છે જિંદગીની જવાબદારી લેવાની અને નિભાવવાની, ‘ઈન્ટર્નલ બનવાની’. મનોવિજ્ઞાનની ભાષામાં, ઈન્ટર્નલ એવી વ્યક્તિ છે, જે એના વિચાર, વાણી અને વર્તનની જવાબદારી સ્વીકારે છે અને પરિણામે એ પોતાની જિંદગીનો રૂખ નક્કી કરી શકે છે, મુસીબતો સાથે લડી શકે છે. સમસ્યાઓને ચેલેન્જમાં બદલી શકે છે. 1. ઈન્ટર્નલ બનવું આસાન ભલે ન હોય, પ્રયત્ન કરવામાં શું વાંધો? નક્કી કરો કે તમારી પ્રાયોરિટી તમે પોતે છો. જિંદગી તમારી છે, એની ગુણવત્તા નક્કી કરવાની જવાબદારી તમારી છે. 2. શરીર તમારું છે. એને સાચવવું એ તમારી જવાબદારી છે. શું ખાવું-પીવું, શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. સલાહ-સૂચનો માગવાની છૂટ છે, પણ આખરી નિર્ણય ફક્ત તમારો. 3. ‘અબક-તબક’ની ફિલસૂફી ઉપર અમલ કરો. દિવસે આંખ ખોલતાં જ નક્કી કરો ‘અબક’- અમે બનતું કરીશું. બની શકે એવું બધું જ કરીશું. રાત્રે આંખ બંધ કરતાં પહેલાં પૂછો ‘તબક?’ - તેં બનતું કર્યું? 4. આવતી કાલનું પ્લાનિંગ કરતાં એ યાદ રાખો કે આવતી કાલે તમે જીવતા હશો એની કોઈ ગેરંટી નથી. કાલે ફાંસીની સજા છે એવું માની ‘છેલ્લી ઈચ્છા’ પૂરી કરી નાંખો. સંપૂર્ણ જવાબદારીથી, વકીલોની ભાષામાં પૂરી શુદ્ધિમાં, કોઈ જાતનાં દબાણ, ધાકધમકી વિના. 5. વહેલી સવારે ટોઈલેટની સીટ ઉપર બેસી, નકામી ચીજો સહિત તમારા ઈગોને ફ્લશ કરી નાંખો. તમારાથી બહેતર ઈન્સાનોની સંખ્યા અબજોમાં છે. ઈગોનો વાઈરસ, કોવિડ કરતાં વધારે ખતરનાક છે. 6. લોશુંક (લોકો શું કહેશે?)ની બીમારીથી દૂર રહો. તમે સફળ છો કે નિષ્ફળ, તમે સારા છો કે નઠારા, એ નક્કી તમારે કરવાનું છે. અન્ય કોઈનો અભિપ્રાય જોઈતો હોય તો અરીસામાં દેખાતી વ્યક્તિનો લો. 7. જાત તરફ દયાભાવ રાખો. વિચાર, વાણી, વર્તનમાં કંઈ બફાઈ જાય તો તમારા જજ બની ‘વોર્નિંગ’ આપો, સજા નહીં. અપરાધભાવ અનુભવશો તો ડિપ્રેશનથી ઊકલી જશો. 8. નકામી, હાનિકારક, અસામાજિક ગેરકાયદેસર વ્યક્તિઓથી દૂર રહો. તમે પ્રેમ કરો અને તમને પ્રેમ કરે એવી વ્યક્તિઓને સાચવવાની જવાબદારી સ્વીકારો.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો