જલ સે કલ:રિચાર્જ પીટ

10 દિવસ પહેલાલેખક: યોગેશ જાડેજા
  • કૉપી લિંક

નાના વોકળા અથવા તો જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં આ પીટ બનાવી ઓછી ઊંડાઇના ખડકને રિચાર્જ કરી અને પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવામાં આવે છે. પરંતુ તેમાં અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જેમકે- ૧) નાના વોકળા, ખુલ્લી જમીન અને ખેતરની જમીનમાં કે જ્યાં પાણી ભરાય ત્યાં આવા રિચાર્જ પીટ બનાવવા માટેના સ્થળની યોગ્ય પસંદગી કરવી જોઈએ. ૨) એકવીફર જેટલા ફૂટથી શરૂ થતો હોય તેટલી તેની ઊંડાઇ રાખવી. ૩) વોકળામાં ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરના અંતરે આવા પીટ બનાવી શકાય. ૪) જે તે વિસ્તારમાં ઓછી ઊંડાઇનો ખડક હોય તેની ખાતરી કરી લેવી.{