તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુકથા:બળાત્કારી

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુવામાંથી ખેમીની લાશ મળી આવી હતી

- હેમલ વૈષ્ણવ

બેરેકના અધખુલ્લા બારણાં તરફ એક છેલ્લી નજર નાખીને જેસંગ અંધકારમાં સરકી ગયો. એક વરસથી જેલમાંથી ભાગી છૂટવાની બનાવેલી યોજના આખરે પાર આવી હતી. પાછા પકડાઈ જવાય એ પહેલાં બસ એકવાર સંતુડીને મળી લેવું હતું. પેલો ગોઝારો દિવસ કે જ્યારે શહેરના છેડાના કુવામાંથી ખેમીની લાશ મળી આવી હતી. કાળો કામો મિલમાલિક જયચંદના દીકરા અને એના ભેરુઓએ કરેલો,પણ જયચંદ પહોંચેલી માયા હતો. ઇન્સ્પેક્ટર સાથે મીલીભગત કરીને ગરીબ જેસંગને સળિયા ભેગો કરી દીધેલો. બળાત્કારીઓ માટે જેલર વાઘેલાની આ જેલ દોઝખ જેવી હતી. જેલરના કોરડાનો માર,ગડદાપાટું, જેસંગે બધું જ સહન કર્યું હતું. બસ, એક જ વાત સહન નહોતી થતી કે સંતુડી છેલ્લા વરસથી મળવા પણ નહોતી આવી.

જોકે, જેસંગનો બધો ગુસ્સો ઉતરી ગયેલો જ્યારે એને સમાચાર મળેલા કે સંતુડીને તો એના બાપા પિયર લઇ ગયેલા અને બળાત્કારી જેસંગને મળવાની મનાઈ કરી દીધેલી. બળાત્કારી જેસંગની પેરોલની અરજી તો વાઘેલાએ આગળ વધવા જ નહોતી દીધી. દૂર અંધકારમાં બે ઓળા જેસંગે જોયા. જેલરની દીકરી સેજલને ગામનો ઉતાર જેવો પેલો જયચંદનો દીકરો, ફોસલાવીને ભગાડી જતો હતો. ‘હરામખોર...’ જેસંગની ત્રાડ સાંભળીને પેલો તો ભાગ્યો, પણ એની પાછળ નાસવા જતી સેજલને જેસંગે પકડી લીધી. અવાજ સાંભળીને દોડી આવેલા વાઘેલાએ દૂરથી જેસંગના હાથમાં છટપટાતી સેજલને જોઈ અને એની રિવોલ્વરની ગોળી જેસંગની ગરદન વીંધી ગઈ. ડચકા ખાતા જેસંગના છેલ્લા શબ્દો માત્ર સેજલને જ સંભળાયા... ‘સેજુબા, ઈ નરાધમની પાંહે ના જજો... જેલરસાબને કેજો કે, હું તમારું અપહરણ કરીને..બાઈમા તમારી આબરૂ પણ જળવાઈ જાહે...ને સંતુડી કોઈ દિ મળે તો કેજો કે હું બળાત્કારી…નથી’ બોલતા પહેલાં જેસંગની આંખ મીચાઈ ગઈ. henkcv12@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો