તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુકથા:તરક્કી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલની પરવશ આંખોમાં રહેમની યાચના હતી

દંગાબાજો ગોપાલની મરણતોલ હાલત કરીને ભાગી ગયા હતા. હવાલદાર ઉમેદસિંહ એકલો જ હતો. આજુબાજુ જોઈને એણે ગોપાલની કાંડા ઘડિયાળ, વીંટી કાઢી લીધાં. ગોપાલની પરવશ આંખોમાં રહેમની યાચના હતી. ગોપાલના પાકીટ સુધી પહોંચેલા હાથ એમ્બ્યુલન્સની સાઈરન સાંભળીને અટકી ગયા અને એ જ ક્ષણે ગોપાલના શ્વાસ પણ! ઘટનાસ્થળે દોડી આવેલી ગોપાલની પત્ની અને નાના દીકરાએ તો એટલું જ જોયું કે ગોપાલના શરીરને એમ્બ્યુલન્સમાં ચડાવવામાં ઉમેદસિંહ મદદ કરી રહ્યો હતો. ‘સાયેબ, આને પણ તમારી જેમ મોટા ઓફિસર બનવું છે, આશીર્વાદ આલોને...’ કૃશકાય સ્ત્રી સાથે આવેલો છોકરો સબ ઇન્સ્પેક્ટર ઉમેદસિંહને પગે લાગ્યો. ‘સાયેબ, તમુને તો ક્યાંથી યાદ હોય, પણ સાત વરહ મોર્ય, મારા ધણીને ગુંડાઓએ મારી નાખેલો. એની ઘડિયાળ, વીંટી ઈ લોકો લઇ ગયેલા, પણ સાયેબ તમે ઈમના છેલ્લા શ્વાસે એની હાર્યે હતા. બસ ઈ દહાડેથી મારો નાનકો તમારા જેવા પોલીસ બનવાની રઢ લઈને બેઠો સે. મુ પણ તમારી જેવા નેક માણહની તરક્કીની પ્રાર્થના કરતી હોં, આજે તમુને આ ફટફટિયું હાંકતા ભાળીને બવ હરખાઉં સું હોં.’ આશીર્વાદ માટે હાથ ઊંચો કરતા ઉમેદસિંહને પેટમાં એકદમ ચૂંથારા જેવું લાગ્યું. હમણાં અવારનવાર એવું થઇ જતું, પણ આજનો ચૂંથારો થોડો વિશેષ જ હતો. મા-દીકરા સાથે માંડ નજર મિલાવીને ઉમેદસિંહે મોટર સાઇકલ મારી મૂકી. વધતા જતા ચૂંથારાને કારણે એની મોટરસાઈકલ અનાયાસે ફેમિલી ડોક્ટરની ગલીમાં વળી ગઈ. પેલાં મા-દીકરાના ચહેરાવ આંખ આગળથી ખસતા ન હતા, અને એ ચહેરાઓ પાછળ ગોપાલની યાચક આંખો પણ. ડોક્ટરના ઓટલા પાસે મીંચાઈ ગયેલી ઉમેદસિંહની આંખો હોસ્પિટલના વોર્ડમાં ખૂલી ત્યારે એની જાણ બહાર કોલોન કેન્સર પણ ત્રીજા સ્ટેજ સુધી તરક્કી કરી ચૂક્યું હતું.⬛ henkcv12@gmail.comગાબાજો ગોપાલની મરણતોલ હાલત કરીને ભાગી ગયા હતા. હવાલદાર ઉમેદસિંહ એકલો જ હતો. આજુબાજુ જોઈને એણે ગોપાલની કાંડા ઘડિયાળ, વીંટી કાઢી લીધાં. ગોપાલની પરવશ આંખોમાં રહેમની યાચના હતી. ગોપાલના પાકીટ સુધી પહોંચેલા હાથ એમ્બ્યુલન્સની સાઈરન સાંભળીને અટકી ગયા અને એ જ ક્ષણે ગોપાલના શ્વાસ પણ! ઘટનાસ્થળે દોડી આવેલી ગોપાલની પત્ની અને નાના દીકરાએ તો એટલું જ જોયું કે ગોપાલના શરીરને એમ્બ્યુલન્સમાં ચડાવવામાં ઉમેદસિંહ મદદ કરી રહ્યો હતો. ‘સાયેબ, આને પણ તમારી જેમ મોટા ઓફિસર બનવું છે, આશીર્વાદ આલોને...’ કૃશકાય સ્ત્રી સાથે આવેલો છોકરો સબ ઇન્સ્પેક્ટર ઉમેદસિંહને પગે લાગ્યો. ‘સાયેબ, તમુને તો ક્યાંથી યાદ હોય, પણ સાત વરહ મોર્ય, મારા ધણીને ગુંડાઓએ મારી નાખેલો. એની ઘડિયાળ, વીંટી ઈ લોકો લઇ ગયેલા, પણ સાયેબ તમે ઈમના છેલ્લા શ્વાસે એની હાર્યે હતા. બસ ઈ દહાડેથી મારો નાનકો તમારા જેવા પોલીસ બનવાની રઢ લઈને બેઠો સે. મુ પણ તમારી જેવા નેક માણહની તરક્કીની પ્રાર્થના કરતી હોં, આજે તમુને આ ફટફટિયું હાંકતા ભાળીને બવ હરખાઉં સું હોં.’ આશીર્વાદ માટે હાથ ઊંચો કરતા ઉમેદસિંહને પેટમાં એકદમ ચૂંથારા જેવું લાગ્યું. હમણાં અવારનવાર એવું થઇ જતું, પણ આજનો ચૂંથારો થોડો વિશેષ જ હતો. મા-દીકરા સાથે માંડ નજર મિલાવીને ઉમેદસિંહે મોટર સાઇકલ મારી મૂકી. વધતા જતા ચૂંથારાને કારણે એની મોટરસાઈકલ અનાયાસે ફેમિલી ડોક્ટરની ગલીમાં વળી ગઈ. પેલાં મા-દીકરાના ચહેરાવ આંખ આગળથી ખસતા ન હતા, અને એ ચહેરાઓ પાછળ ગોપાલની યાચક આંખો પણ. ડોક્ટરના ઓટલા પાસે મીંચાઈ ગયેલી ઉમેદસિંહની આંખો હોસ્પિટલના વોર્ડમાં ખૂલી ત્યારે એની જાણ બહાર કોલોન કેન્સર પણ ત્રીજા સ્ટેજ સુધી તરક્કી કરી ચૂક્યું હતું.⬛ henkcv12@gmail.com

અન્ય સમાચારો પણ છે...