તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની ABCD:સ્ટ્રેસનું પ્રોસેસિંગ

બી.એન. દસ્તૂર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોલ ઉપર કેટલા સમયમાં પહોંચવાનું છે, તે નક્કી કરો

જના અનિશ્ચિતતાથી છલકાતા માહોલમાં સ્ટ્રેસનો સામનો કરવાની પ્રોસેસ વિશે લખવાની ફરમાઇશો આવતી રહે છે. આપણું દિમાગ એક અજોડ સુપર કમ્પ્યૂટર છે, જેમાં માહિતીઓનું મૂલ્યાંકન થતું રહે છે. વિકલ્પોની યાદી બનતી રહે છે ને દરેક વિકલ્પની ગુણવત્તા તપાસી નિર્ણયો લેવામાં આવે છે. લેવામાં આવેલો નિર્ણય કઇ દિશામાં જઇ રહ્યો છે, તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. સમસ્યા એ છે કે આપણું આ સુપર કમ્પ્યૂટર છે. ગણિતના દાખલા જેવું. એક પગલું ખોટું તો ખોટો જ આખો દાખલો. સમયનું પ્રેશર હોય, આવડત, જ્ઞાન, અનુભવ અને પ્રતિભા ઓછા પડે છે એવો અહેસાસ થતો હોય, લાગણીઓના પૂર ઉછળતા હોય તો દિમાગનું કમ્પ્યૂટર ખોટો જવાબ આપી શકે છે અને સ્ટ્રેસને મોકળું મેદાન મળી જાય છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો : જે પરિસ્થિતિ છે, સમસ્યા છે તેનું અલગ અલગ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરો. ભૂલશો નહીં કે આજની સમસ્યા, તમે ભૂતકાળમાં અનુભવેલી સમસ્યાથી જુદી હોય છે. ભૂતકાળનું બિહેવિયર આજે કામ કરી જશે એવું માની બેસવામાં ખતરો છે. પડશે એવા દેવાશેની ફિલસૂફી આજના માહોલમાં નકામી છે. સાધનો ભેગાં કરો : સમસ્યા સામે લડવા માટે જરૂરી એવા રિસોર્સ ભેગા કરો. જે રિસોર્સ હાજર છે તેનો મહત્તમ ઉપયોગ શી રીતે કરવો તે નક્કી કરો. પ્રોસેસ શીખી લો : શ્રીકૃષ્ણની ગીતા (18/14) માં આપવામાં આવેલી સલાહ ઉપર અમલ કરો. દરેક રિસોર્સની પ્રોસેસ અલગ હોય છે તે યાદ રાખી જરૂરી પ્રોસેસનું જ્ઞાન મેળવો. કાર ચલાવવાની પ્રોસેસની ખબર અને આવડત ન હોય તો કાર ચલાવવાનો વિચાર કરવાની પણ મનાઇ છે. જાણકારોની મદદ લો : સવાલો પૂછવામાં, જાણકારોની મદદ માગવામાં કશો પણ હિચકિચાટ રાખશો નહીં, કોઇ એક વિષયનો એક્સપર્ટ, બધી જ બાબતોનો નિષ્ણાત હોતો નથી, એ ધ્યાન રાખો. બિઝનેસની સમસ્યા આધ્યાત્મિક ગુરુ પાસે લઇ જનારાઓએ બિઝનેસના બારમા જમાડ્યા છે. સાચા સવાલો પૂછો : સાચા જવાબ માટે સાચા સવાલો પૂછવા જરૂરી છે. ‘મારે શું કરવું જોઇએ?’ એ સવાલ નકામો છે. પૂછો, ‘શું કરવાની જરૂર છે?’ સમસ્યા, ધમકીઓ ગંભીર હોય તો જેટલા વિકલ્પો સૂઝે, જેટલા વિકલ્પો જાણકારોએ આપ્યા હોય તેની યાદી બનાવો. દરેક વિકલ્પનો કોસ્ટ/બેનિફિટ રેશિયો તપાસો. તમારા સંતોષનું લેવલ નક્કી કરો. કેટલી માત્રામાં ક્યાં, કઇ રીતે, ક્યારે બાંધછોડ કરવી છે તે નક્કી કરો. શું કરવાનું નક્કી કર્યું અને શું કર્યું એ બંનેમાં તફાવત હોઇ શકે છે. ત્રેવડ કેટલી? ઓથોરિટી કેટલી? હિંમત કેટલી? રિસ્ક કેટલું? તમે પસંદ કરેલા વિકલ્પની આડઅસરોનો ભોગ બનનારી વ્યક્તિઓને અને ગ્રૂપ્સને વિશ્વાસમાં લો. નક્કી કરેલા વિકલ્પ ઉપર અમલ કરો : સંપૂર્ણ નિષ્ઠા અને પૂરી તાકાતથી નક્કી કરેલા વિકલ્પ ઉપર અમલ કરો. જે ગોલ નક્કી કર્યો છે તે સામે જ રાખો. આજના માહોલમાં નક્કી કરેલા રસ્તા ઉપર અસંખ્ય ડાયવર્ઝનો આવશે. પરિવર્તનોના તોફાનોમાં દિશાઓ બતાવતા પાટિયાં અસ્તવ્યસ્ત થતાં રહેશે. સાત સમુંદર પારથી આવેલા પ્રતિસ્પર્ધીઓ તમને એમની એસોલ્ટ રાઇફલોથી ઉડાડી દેવા તત્પર અને સક્ષમ હશે. ગોલ ઉપર કેટલા સમયમાં અને કઇ હાલતમાં પહોંચવાનું છે, તે પણ નક્કી કરો. ફીડબેક લેતા રહો : ગોલ તરફની સફરમાં ફીડબેક લેતાં રહો જેથી જરૂરી ફેરફાર કરી શકાય. ફીડબેક બે પ્રકારના આવે : કન્વર્જન્ટ અને ડાઇવર્જન્ટ. જે ફીડબેક એવો સિગ્નલ આપે કે બધું બરાબર ચાલી રહ્યું છે તો કહેવાય કન્વર્જન્ટ. જે ફીડબેક એવું દર્શાવે કે બધું બરાબર ચાલી રહ્યું નથી તે કહેવાય ડાઇવર્જન્ટ. વાસ્તવિકતાનું તમારું પર્સેપ્શન અને માહિતી પ્રોસેસ કરવાની તમારી આવડત, ફીડબેક ઉપર અસર કરી શકે છે. નિર્ણય ઉપર અમલ કરતા પહેલાં ફીડબેકનું માળખું તૈયાર કરી દો. સ્ટ્રેસ પ્રોસેસ કરવામાં જે અનુભવો મળે તેનું કડક ડોક્યુમેન્ટેશન કરો જેથી ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસ સામે લડવામાં આસાની રહે. પ્રતિભાવો, સવાલોનું સ્વાગત છે. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો