તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સક્સેસ સ્ટોરી:વન મેન આર્મી બનીને ટોચ પર પહોંચાડી પાવર મેક

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર મેક ફાઉન્ડેશન નિયિમત રીતે રક્તદાન અને આઇ કેર શિબિરનું આયોજન કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને પુસ્તકો પૂરાં પાડે છે

દેશના વડાપ્રધાન હંમેશાં કહે છે કે આપણા દેશમાં દુનિયાના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા અને સામર્થ્ય છે. આનું ઉત્તમ ઉદાહરણ છે હૈદરાબાદની પાવર મેક કંપની. આ કંપનીએ 1999માં ટાટા ગ્રૂપના ટ્રામ્બે (મુંબઇ) સ્થિત પાવર પ્લાન્ટના મેઈન્ટેનન્સથી શરૂઆત કરી હતી. છેલ્લાં થોડાંક વર્ષોમાં પાવર મેકે ‘અદાણી પાવર’, ‘એલ એન્ડ ટી’, ‘ભેલ’, ‘એનટીપીસી’, ‘રિલાયન્સ’, ‘જેએસપીએલ’, ‘સ્ટરલાઇટ’ જેવી અનેક કંપનીઓના થર્મલ, હાઇડ્રો, ન્યુક્લિયર તથા ગેસ સંચાલિત મેગા પાવર પ્રોજેક્ટ્સની સંપૂર્ણ જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી છે. દેશમાં 40 હજાર મેગાવોટ વીજ ઉત્પાદન વધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવનારી પાવર મેકે ‘સીમેન્સ’, ‘જનરલ ઇલેક્ટ્રિક’ અને ‘એલએમઝેડ’ જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત કોરિયન કંપની ‘ડૂસાન’ અને ચાઇનીઝ કંપનીઓ ‘સેપકો-વન’, ‘સેપકો-થ્રી’ અને ‘સ્ટેપક’ના પણ પાવર પ્લાન્ટ સ્થાપ્યા છે. પાવર મેકને બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ પ્રોજેક્ટ હાઉસકીપિંગ, એક્સેલન્સ ક્ન્સ્ટ્રક્શન મેનેજર એવોર્ડ અને બેસ્ટ પાર્ટનર જેવા અનેક એવોર્ડ્સ મળ્યા છે. પાવર મેકના સ્થાપક સીએમડી સજ્જા કિશોર બાબુ (એસકેબી)એ રોજગારીની તકો ઊભી કરી છે. તેમણે 6000 કરતાં વધુ લોકોને પ્રત્યક્ષ અને 30 હજાર કરતાં વધારે લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડી છે. 1963માં સિંગુપાલમ (ગુંટૂર, આંધ્રપ્રદેશ)માં એક ખેડૂત પરિવારમાં જન્મેલા સજ્જા કિશોર બાબુ ગ્રામીણ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી એન્જિનિયર બનવા માટે વિજયવાડા પહોંચી ગયા. નાગાર્જુન યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રી મેળવી. 28 વર્ષની ઉંમરે એન્જિનિયર કંપની ઇન્ડવેલ કન્સ્ટ્રક્શનમાં ટ્રેઇની તરીકે જોડાયા. 14 વર્ષની નોકરીમાં પોતાની કર્મનિષ્ઠા અને પ્રતિભાના જોરે તેઓ કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર બન્યા. તેમણે સાર્વજનિક ક્ષેત્રની એન્જિનિયરિંગ અને પાવરના સાધનો બનાવનારી કંપનીઓ સાથે સારા પ્રોફેશનલ સંબંધો પણ કેળવ્યા. 49 વર્ષની ઉંમરે આ સંબંધોના ભરોસે જોખમ ખેડ્યું અને સેવકમાંથી માલિક બનવાની ઇચ્છાથી પાવર મેક કંપની સ્થાપી. તેમની પ્રતિભાથી પરિચિત ટાટા ગ્રૂપે સૌથી પહેલાં પોતાના પાવર પ્લાન્ટ્સના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ તેમને સોંપ્યો. પાવર મેકે પાંચ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો એટલે તેમને બેન્ક ગેરન્ટી મળવા લાગી, જે કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટ મેળવવા માટેની અનિવાર્ય શરત હતી. ‘ભેલ’ પાસેથી રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરની માન્યતા મળ્યા પછી પાવર મેકે પાછું વાળીને જોયું નહીં. વાસ્તવિકતાની ધરતી પર રહીને એસકેબી ફિલ્ડમાં પોતાની ટીમને લીડ કરે છે. વન મેન આર્મીની જેમ તેમણે પાવર મેકને ટોચ પર પહોંચાડી છે. આજે કોઇ પણ પ્રકારનો અને કોઇ પણ આકારનો ક્યાંય પણ પાવર પ્રોજેક્ટ્સ હોય, પાવર મેકની બરાબરી કોઇ કરી શકે એમ નથી. કેલિફોર્નિયાથી એમએસની ડિગ્રી મેળવેલા એસકેબીના પુત્ર રોહિત પાવર મેકમાં પિતાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે. પુત્રી વિગોથાએ મેડિસિનનું શિક્ષણ મેળવ્યું છે. એસકેબીએ સ્થાપેલું પાવર મેક ફાઉન્ડેશન નિયિમત રીતે રક્તદાન અને આઇ કેર શિબિરનું આયોજન કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને પુસ્તકો પૂરાં પાડે છે. પાવર મેક ફાઉન્ડેશન વિજયવાડામાં નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સર્વિસનું પણ સંચાલન કરે છે. અનેક સ્કૂલોના ક્લાસરૂમમાં સાધનો આપેલાં છે. એસકેબી આવી જનહિતની પ્રવૃત્તિઓની જાતે દેખરેખ લાગે છે. આ જ તેમનો સ્વભાવ છે કે જે કરો, દિલ અને દિમાગથી કરો.⬛

અન્ય સમાચારો પણ છે...