તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફબીટ:માતા-પિતા અને સંતાનો...

3 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
 • કૉપી લિંક
 • સંબંધો ખોખલા નહીં, પણ નિર્મળ અને નિખાલસ હોવા જોઇએ

માતા-પિતાને પોતાના સંતાનોથી ફરિયાદ હોય છે. સંતાનોને પોતાનાં માતા-પિતાથી ફરિયાદ હોય છે. આ અરસ-પરસની અને દરેકના ઘરની ઘટના છે. આનો ઉકેલ ફરિયાદોમાં જ છે. માતા-પિતાને સંતાનો મોટા થઇ ગયા છે, જાતે નિર્ણય લેતાં થઇ ગયા છે, એમની પોતાની ે અંગત જિંદગી છે એનો ખ્યાલ જ નથી રહેતો. એમને માટે સંતાનોની ઉંમર વધે છે એટલું જ. સંતાનો માટે માતા-પિતા ‘જુનાં’ થઇ ગયાં છે. એમને સ્વતંત્ર જિંદગી જીવવી છે. એમને માતા-પિતાએ જિંદગીમાં માત્ર ભૂલો જ કરી છે એવું લાગ્યા કરે છે, કારણ કે એટલે સંતાનો પાસે હોવા જોઇએ એટલા પૈસા અને સુખસુવિધા નથી. સંતાનોને એમ લાગે છે કે અમને ઉછેર્યા એ એમની ફરજનો ભાગ છે. હવે માથે ન પડવું એ એમની જવાબદારીનો ભાગ છે. માતા-પિતાને લાગે છે કે સંતાનોને ઉછેરીને મોટા કર્યાં એનો મતલબ એમ નહીં કે એ અમારી સાથે અજુગતો વર્તાવ કરે. ફરિયાદો બધે જ છે અને રહેવાની. રોજ રાત્રે દુનિયાભરની ફરિયાદો મૂંગી થઇને ચૂપચાપ ઊંંઘી જાય છે અને બીજા દિવસે સવારે એ જ ફરિયાદો પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે.

શરદી થઇ હશે ત્યારે ડોક્ટરની ગોળી સાથે પોતાના રૂમમાં બેસીને જે પ્રાર્થના કરે છે તે મા છે. અડધી રાત્રે કશુંક થયું હોય અને ડોક્ટરે ઊંંઘની ગોળી સાથે દવા આપીને માતાને ઉંઘાડી હોય ત્યારે આખી રાત પડખાં ફેરવતાં અને માતા-પિતાના રૂમમાં ડોકિયું કરી આવતાં સંતાન જ હશે. બંનેની ફરિયાદો સાચી છે, પરંતુ એમાં ઇચ્છા છે. માતા-પિતાની ઇચ્છા અને સંતાનોની ઇચ્છામાં વર્ષોનો અંતરાય છે. બંને જાણે છે, પણ મોહ છુટતો નથી. દીકરો તમારા હાથનું જમવાનું ન ખાય એનો મતલબ એવો નથી કેે તમે જમવાનું સારું નથી બનાવતાં. એનો અર્થ એ પણ નીકળે છે કે તમારી ઉંમર થઇ છે અને એ રસોઇયો રાખવા માંગે છે.

માતા-પિતાએ સંતાનોમાં મૂકેલી વધારે પડતી પઝેસિવનેસ છોડવી જોઇએ. સંતાનોએ માતા-પિતાની પોતે નજીક છે, એવું ફીલ કરાવવું જોઇએ. આવું વારંવાર કરવું પડતું હોય છે, કારણ કે અસર ઓછી થાય ત્યારે વાત વણસી જતી હોય છે. ઘણા એવા કુટુંબો જોયા છે જે એક છત નીચે રહેતાં હોય અને સંપન્ન, પ્રસન્ન હોય. ઘણા એવા પણ કુટુંબો આપણે જોતાં જ હોઇએ છીએ જે માત્ર એક છત નીચે રહેતાં હોય છે, બાકી કશું જ નથી હોતું. સંબંધ ભરોસો માંગે છે અને ભરોસાની ગંગોત્રી પ્રેમ છે. પ્રેમ હશે તો બીજું કશું જ નહીં હોય તો પણ બધું સરખું જ ચાલશે. પ્રેમ નથી એટલે ફરિયાદો છે. પ્રેમ હોય તો બધું જ બાજુ પર રહી જાય છે. પ્રેમની ખોટ વર્તાય છે. આંખોની ભાષા ભૂલી પડી છે. અબોલા એટલે જ વધ્યા છે. હળવાશ હળવી નથી રહી.

પોતે માતા-પિતા નહોતા ત્યારે સંતાનો હતા અને સંતાનો હવે માતા-પિતા બન્યા છે એનો ખ્યાલ આવશે અને ભીતરનો સ્વીકારભાવ આવશે ત્યારે પ્રશ્નો ઓછા અને પ્રેમ વધારે થઇ જવાનો. આપણા સંબંધો ખોખલા ન હોવા જોઇએ જે પ્રત્યેક પળે દરબાર ભરીને બેઠેલા રાજાની જેમ જી-હજુરી માંગ્યા કરે. સંબંધો નિર્મળ અને નિખાલસ હોવા જોઇએ. ગમા-અણગમા અણગમતા નહીં બલ્કે એમાં કૃતજ્ઞતાની ભીનાશ હોવી જોઇએ. સંબંધમાં કોણે, કોના માટે કેટલું કર્યું એ અગત્યનું નથી, શું પામ્યાં એ અગત્યનું છે. પ્રેમનું પણ એવું જ છે.
ઓન ધ બીટ્સ :
ઘણું જીવે તેમ છતાં કોઇ નક્કર કામ ન આવે,
ઘણા આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.
-કિરણસિંહ ચૌહાણ
ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો