તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:એકંદરે બધું બરાબર છે

બી.એન. દસ્તૂર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિમાગને સિગ્નલો મળતા રહે છે કે જે ચાલી રહ્યું છે તે ‘બરોબર’ નથી

અખબારોમાં, ટેલીવિઝન ઉપર, સોશિયલ મીડિયામાં અતિરેક થઇ રહ્યો છે, નકારાત્મક અને ડરામણા સમાચારોનો. શું ક્યારે કઇ રીતે કરવું, ન કરવું એના વીડિયો દિવસના દસ જોવા મળે છે. દિમાગને સિગ્નલો મળતા રહે છે કે જે ચાલી રહ્યું છે તે ‘બરોબર’ નથી. બનવા જેવું બનતું નથી, ન બનવા જેવું બનતું રહે છે. આ બધાંની મોંકાણમાં રોજ બે-પાંચ આત્મહત્યાના સમાચારો વાંચવા અને સાંભળવામાં આવે છે. ત્રીસ વર્ષનો તારક હાર્ટએટેકમાં, કે અકસ્મામતમાં ઊકલી જાય તો જે લાગણી થાય એના કરતાં, એેંશીના અમથાભાઇ કોરોનાથી વયાં જાય એનું જોર વધારે, ડર વધારે. શું કરવું, શું ન કરવું એ ચક્કરમાં કર્મનો કરનાર જ ભૂલાઇ જાય છે. માનસિક સ્થિતિ, સ્ટ્રેસ પચાવવાની ક્ષમતા, ઇમોશનલ બેલેન્સની વાતો થતી નથી. આજની તાતી જરૂરિયાત છે, સ્થિતિ અને સંજોગોની ઐસીતૈસી કરી ખુશ રહેવાની. બીજા કરોડો કરતાં તમે વધારે નસીબદાર છો એ હકીકતને વાગોળવાની, લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની, પડ્યા પછી ઊભા થવાની અને એવું મહેસૂસ કરવાની કે મારે માટે એકંદરે બધું બરાબર ચાલી રહ્યું છે. ટીકાઓ કરવાથી, ગુસ્સે થવાથી, માથું કૂટવાથી તમારા સેલ્ફ એસ્ટિમમાં ઓટ આવશે. નકામા હોવાની લાગણી થશે. સ્ટ્રેસ વધશે અને સ્ટ્રેસથી થતા રોગોનો શિકાર બનવાની નોબત આવશે. સેલ્ફ એસ્ટિમ એટલે તમારી જાત માટેનો તમારો અભિપ્રાય. સેલ્ફ એસ્ટિમ ઘટે એટલે ચિંતા, ડર વધે. કંઇક ખોટું બની બેસશે એવા ડરની મોંકાણમાં તમે ન કરવાનું કરી નાખશો કે પછી કરવા જેવું ન કરશો. તમારી સપોર્ટ સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી નાખશો. માટે... એટિટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ રાખો. બીજા લાખો લોકો કરતાં તમને વધુ નસીબદાર છો. ‘દુ:ખદર્શન’ દૂર કરો. અંધજન મંડળ, સિનિયર સિટિઝનોના નિવાસો, હોસ્પિટલો વગેરેમાં આંટો મારી આવો. ‘યોગ’ની સાચી વ્યાખ્યા કરો. જે કરો એ પૂરી તાકાત અને આવડતથી કરો. સૌને સ્મિત, પ્રશંસા જેવા પોઝિટિવ સ્ટ્રોક્સ આપો. રોજ સારું કામ કરવાનું નક્કી કરો. એમ કરશો તો નકારાત્મક વિચારોથી મુક્તિ મળશે. ક્રિએટિવિટી અને ઇનોવેશન વધારો. ચીલાચાલુથી દૂર રહો જેથી કંઇ નવું કરવાના ચક્કરમાં તમને નકારાત્મક વિચારો કરવા માટે ન હશે સમય, ન થશે ઇચ્છા. ઘણાને તમારા ટેકાની, પ્રેમની, દોસ્તીની જરૂર છે. એમના માટે સમય ફાળવો. રવિવારે વીતેલા અઠવાડિયાંનું બેલેન્સ શીટ બનાવો. વિચારશો તો થોરામાં ઘનું એ સમજાશે કે જિંદગી વ્યસ્ત રાખો. જીવ બળાપો કરવાનો, સ્ટ્રેસ લેવાનો સમય જ ન હોય તો બ્રહ્મજ્ઞાન થશે કે, ‘એકંદરે બધું બરાબર છે.⬛baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...