હેલ્થ અપડેટ:દર છમાંથી એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બને છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણી બધી વાર સારવાર કે જાણકારીના અભાવને કારણે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે

સ્ટ્રો ક એ કોઇપણ ઉંમરની વ્યક્તિને આવી શકે છે. જો બ્રેઇન સ્ટ્રોક સિવિયર હોય તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. બ્રેઈન સ્ટ્રોકને કારણે વ્યક્તિ લકવાગ્રસ્ત થઈ શકે છે. કેટલીકવાર તો સારવાર કે જાણકારીના અભાવને કારણે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. શું છે બ્રેઈન સ્ટ્રોક? બ્રેઈન સ્ટ્રોક એ મગજની અંદર અચાનક થયેલો હુમલો છે. મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ ફાટવાથી અથવા તો મગજની નસોમાં રક્ત પ્રવાહમાં અવરોધને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. મગજના કેટલાક ભાગમાં લોહી ન પહોંચે ત્યારે સ્થિતિ વધારે બગડે છે. એ સમયે સ્ટ્રોકની સમસ્યાનું જોખમ વધુ જોવા મળે છે. લક્ષણો અને સારવાર ઘણી વાર બ્રેઈન સ્ટ્રોકનાં લક્ષણો નહીં જાણવાને કારણે પણ કેટલીક વ્યક્તિઓને આ તકલીફનો સામનો કરવો પડે છે. અચાનક અસંવેદનશીલ બની જવું, સમજવામાં અને બોલવામાં તકલીફ પડવા લાગે, આંખો પર અસર દેખાય, ચાલવામાં પણ તકલીફ પડે, વધારે પડતાં ચક્કર આવે, અચાનક માથું દુ:ખે તો તે બ્રેઈન સ્ટ્રોકનાં લક્ષણો છે. આ ઉપરાંત ઘણી વાર દર્દીનો ચહેરો એક તરફ ઝૂકી જાય, શરીરને સંતુલિત ન રાખી શકે, કોઈ કારણ વગર માથામાં સખત દુખાવો થાય, ખાસ કરીને એક્સરસાઈઝથી, વજન નિયંત્રણમાં રાખીને કે હેલ્ધી ડાયટથી બ્રેઈન સ્ટ્રોકને અટકાવી શકાય છે. વધુ પડતું મીઠું નુકસાનકારક એક સંશોધન મુજબ જે લોકો આહારમાં વધારે પડતું મીઠું લેતા હોય તેમને બ્રેઈન સ્ટ્રોક કે હાર્ટ ડિસીઝનું જોખમ વધારે રહે છે. વધારે પડતું મીઠું ખાવાથી ધમનીમાં લોહીનું પ્રમાણ વધે છે, એ કારણે પણ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે. વધુ પડતા મીઠાના સેવનથી હાઈ બ્લડપ્રેશર પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...