સપાટીય જળસ્ત્રોતો બાદ આપણે ભૂગર્ભજળની જો વાત કરીએ તો, કંઠી વિસ્તારને કનકાવતી સાગ પત્થર તથા કાંપના ઓછી ઊંડાઇના થરોના રૂપે ભૂગર્ભજળ સંગ્રહ કરવા માટે કુદરતી વરદાન મળ્યું છે, જે આ વિસ્તારનાં તમામ ગામો તથા તેને અડીને આવેલાં ગામો માટે જીવાદોરી સ્ત્રોત છે. આ સ્ત્રોતને પણ વ્યાપક રીતે અસર થયેલી છે, જેમાં કંઠીના મધ્ય ભાગ કે જ્યાં આ થરોની જાડાઇ ઘણી જ વધારે છે તથા ભૂગર્ભજળ સ્ત્રોતો ઘણા ઊંડા ગયા છે, જેને લઇને આ ખડકની શેરી આવેલા જન્મજાત ખારાશવાળા ખડકોમાંથી ખારાશ ઉપર આવી રહી છે. જ્યારે ઓછી ઊંડાઇના કાંપના થરોમાં તો દરિયાના પાણીએ સ્થાન લઇ લીધું છે. આમ, ટૂંકમાં કહીએ તો અંધાધૂંધ વિકાસની ઝડપમાં આપણે કંઠીના ટકાઉપણાં ઉપર ચિંતન-મનન કરવાનું ક્યાંક ભૂલી ગયાં છીએ અને તેને દિન-પ્રતિદિન વધુ નાજુક પરિસ્થિતિમાં ધકેલી રહ્યાં છીએ. કંઠી વિસ્તારના સ્ત્રોતો વચ્ચે તૂટી રહેલા સંતુલન વૈજ્ઞાનિક ભાષામાં ‘જળચક્ર’માં આવેલ નકારાત્મક બદલાવોને સકારાત્મક પરિણામોમાં બદલાવાના વિકલ્પોની ચર્ચા હવે પછીની લેખમાળામાં વણી લઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.