તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:પ્રશંસા નહીં, પરોપકારાર્થે ધનોપાર્જન : ડો. માલિની

પ્રકાશ િબયાણી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડો. માલિની સાબા ગરીબીને મૂળમાંથી દૂર કરી દેશને ગરીબીમુક્ત કરવા ઇચ્છે છે

ડો. માલિની સાબા, સાયકોલોજિસ્ટ, લેખિકા, મહિલા અધિકારોનાં ગ્લોબલ વકીલ અને સિંગલ મધરથી પણ પહેલાં એવાં સેલ્ફમેડ બિઝનેસવુમન છે, જે પરોપકારાર્થે કમાણી કરે છે. તેમણે સ્થાપેલ સાબા ગ્રુપનો મુખ્ય બિઝનેસ છે - કોમોડિટી. તે સાથે ફાર્માસ્યુટિકલ્સ, ફિનટેક, ગોલ્ડ માઇનિંગ, એન્ટરટેનમેન્ટ, રિયલ એસ્ટેટ, અતિથિસત્કાર સેક્ટરમાં પણ સાબા ગ્રુપ સક્રિય છે. આ ગ્રુપની 15 કંપનીઓનો વ્યવસાય 20 દેશોમાં ફેલાયેલો છે. સાબા ગ્રુપ 5000 લોકોને સીધી આજીવિકા અપાવે છે જેમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે. ડો. માલિની સાબાએ પોતે એક સમયે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવાથી તેમને માતા-પિતા પાસેથી જ જરૂરિયાતમંદોને મદદ કરવાના સંસ્કાર મળ્યા. સ્કૂલમાં ભણતાં હતાં, ત્યારે તેઓ પોતાના કપડાં, ભોજન, બુક્સ અને પોકેટમની સુધ્ધાં દાનમાં આપી દેતાં હતાં. યુવાવસ્થા આવતાં તેમણે નિર્ણય કર્યો કે પોતે ખૂબ રૂપિયા કમાશે અને પોતાની કમાણીનો એક ભાગ પરોપકાર પાછળ ખર્ચશે. આવી આગવી વિચારસરણી સાથે તેમણે ચોખાનું ટ્રેડિંગ શરૂ કર્યું. જ્યારે કોમોડિટી બિઝનેસ પર આજે પણ પુરુષોનું વર્ચસ્વ છે ત્યારે વીસ વર્ષ પહેલાં ડો. માલિની સાબાએ એશિયામાંથી શરૂઆત કરી હતી. આજે દસ સેક્ટરમાં એમનો બિઝનેસ દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટ સુધી વિસ્તરેલો છે. ડો. માલિની ભાવિ બિઝનેસમાં રોકાણ કરે છે અને શાંતિથી એ બિઝનેસને નફાકારક બનાવવા માટે પ્રોફેશનલ્સને સોંપી દે છે. તેઓ સાચા અર્થમાં મૃદુ, દયાળુ અને કેરિંગ મહિલા છે પણ જો કોઇ ખોટું બોલે અથવા છેતરપિંડી કરે તો તેમને છોડતાં નથી. પોતાની પુત્રીને પણ તેઓ સારું શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યાં છે. તેમના મતે, ધનાઢ્ય માતા-પિતાનાં સંતાન હોવાથી જ પૈસા મેળવવાનો અધિકાર નથી મળતો. ધન સાથે સંકળાયેલી જવાબદારી નિભાવવી એ જ સાચી સંપત્તિ છે.’ ડો. માલિની સાબા સાબા ગ્રુપની અડધી કમાણી તેથી અનાનક ફાઉન્ડેશન દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોનાં સ્વાસ્થ્યસંભાળ અને શિક્ષણ, આર્ટ અને કલ્ચર, રોજગાર પાછળ ખર્ચે છે. તેઓ ગરીબોના માનવાધિકાર માટે પણ લડત આપે છે. બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં ડો. માલિનીએ પરંપરાગત સાઉથ અને સાઉથઇસ્ટ એશિયન ડિશીસની સરળ રેસિપી પર એક પુસ્તક પણ લખ્યું છે. એમણે એક સોશિયલ મીડિયા કોમ્યુનિટી ‘ધ સિંગલ વર્કિંગ મધર’નું ગ્રુપ પણ બનાવ્યું છે, જે સિંગલ મધરને વર્કિંગ વુમન બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. કોવિડ મહામારી દરમિયાન તેમણે દુનિયાના અનેક દેશોમાં ગરીબોને ભોજન અને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. ડો. માલિની ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનાં મિત્ર છે અને ક્લિન્ટન ફાઉન્ડેશનનાં એચઆઇવી કાર્યક્રમ સાથે જોડાઇને આફ્રિકામાં એઇડ્સનો ભોગ બનેલાંને મદદ પણ કરી ચૂક્યાં છે. તેમણે એક અબજ લોકોને પાયાની સુવિધાઓ અપાવીને ગરીબીની ચૂડમાંથી છોડાવવા ઇચ્છે છે જેથી ગરીબીની શૃંખલાને પણ જેમ આપણે લોકડાઉન દ્વારા કોરોનાના ચેપની શૃંખલા તોડી તે રીતે તોડી શકાય. ડો. માલિનીને અનેક એવોર્ડ મળ્યાં છે, જેમ કે, આંત્રપ્રીન્યોર અને ફીલાન્થ્રાફિસ્ટ ઓફ ધ યર એવોર્ડ, કલ્પના ચાવલા અને મધર ટેરેસા એવોર્ડ તથા ફેડરેશન ઓફ પીસ એવોર્ડ. જોકે ડો. માલિની સાબા ગ્લોરી કે પ્રશંસા માટે નહીંં, પણ પરોપકારાર્થે ધનોપાર્જન કરે છે. ⬛ prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો