તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાં ગોળીબાર:ટ્રોલ બહાદુરની માનસિક ડાયરી!

3 મહિનો પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
 • કૉપી લિંક
 • સોશિયલ મીડિયામાં રોજ ભારતની વસ્તીથી વધારે ગાળો ઠલવાય છે!

સોશિયલ મીડિયાના વ્યાપ પછી દેશમાં નવા પ્રકારના લડવૈયાઓની આખી સેના ઊભી થઈ ગઈ છે. એમને ‘ટ્રોલર્સ’ કહેવામાં આવે છે. ’70ના દશકમાં બિચારા સલીમ-જાવેદે માત્ર એક ‘એંગ્રી યંગ મેન’ પેદા કર્યો તો, પણ 2020 સુધીમાં તો આ સોશિયલ મીડિયાએ કરોડો ‘એંગ્રી મેન’ પેદા કરી દીધા છે. આમાંના કેટલાક યંગ છે, કેટલાક પ્રૌઢ છે છતાં બધા બાળક છે. (બુદ્ધિના હિસાબે) આ ટ્રોલરો હંમેશાં ગુસ્સામાં જ હોય છે. એમનું હથિયાર મોબાઈલનું કી-પેડ છે. એમનો દારૂગોળો ગાળો અને અપમાનો છે. એમનું જો કોઈ રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવવામાં આવે તો એમનો સિમ્બોલ હશે ‘ઊંધો અંગૂઠો!’ એમને કશું જ ગમતું નથી. ખાસ કરીને જે લોકો સફળ છે, જાણીતા છે અને મોબાઈલમાં બકવાસ કરવા સિવાય કંઈ પણ ‘કામ’ કરતા હોય એવા લોકો માટે આ ઉગ્રસેનાને ભારે ચીડ છે! આજે અમુક લોકોને લાગે છે કે વેબ-સીરિયલોમાં ગાળો બહુ વધી ગઈ છે. અરે ભાઈ, તમે જરા સોશિયલ મીડિયામાં તો જુઓ? અહીં રોજ ભારતની વસ્તી કરતાં પણ વધારે ગાળો ઠલવાય છે! આવી ‘ગાળ-રિસાઈકલ’ ફૌજના લડવૈયાઓના દિમાગમાં શું ચાલતું હશે? એક ઝલક… ***

ઉહુંહું… આજે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. ઉપરથી સાલી આ કબજિયાત હેરાન કરે છે. લાવ, બ્રશ કરતાં પહેલાં મોબાઈલથી થોડો ફોર્સ લગાવી દઉં… હાશ! બે ચાર ક્રિકેટરો, છ-સાત ફિલ્મી હિરોઈનો, આઠ-દસ ન્યૂઝ એન્કરો, પંદર-વીસ ભક્તો અને ત્રીસ-ચાલીસ સેક્યુલરિયાઓને રેન્ડમલી, કોઈ ટોપિક જાણ્યા-સમજ્યા વિના ગંદી ગાળો સાથેની કોમેન્ટો લખી નાંખી પછી જરા ખુલાસીને ઝાડો થયો… મને લાગે છે કે મેડિકલ કોલેજોમાં આ બંને પ્રકારના ઝાડા વિશે ભણાવવું જોઈએ, પણ સાલા ડોક્ટરો તો લૂંટવા જ બેઠા છે ને… ***

ચાલો, હવે ચા પીતા પહેલાં સેલ્ફી લઈને સ્ટેટસ મૂકું, Having chay with… અબે, આ શું? ત્રાસ છે યાર! અહીં Ch ટાઈપ કરું છું કે તરત કોઈ ગાળ લખાઈ જાય છે, દિમાગની કઢી થઈ જાય છે… હજી F લખું ત્યાં તો ચાર અક્ષરની ગાળ આવી જાય છે! અરે કોઈ ભાઈબંધને Mad લખવું હોય તો પણ પૂરા નવ અક્ષરની ગાળ આવી જાય છે! આમાં ને આમાં ‘ફાધર્સ-ડે’ના દિવસે જ લોચો વાગી ગયો હતો… બાપા એવા બગડ્યા હતા કે મને છત્રીએ છત્રીએ માર્યો હતો… યાર, આ ‘ઓટો-સ્પેલર્સ’ને ગાળો ચોપડાવી હોય તો કોના એકાઉન્ટમાં જવાનું? ***

સાંજ પડી રહી છે. આજે ઓફિસમાં વચ્ચે વચ્ચે ઘણું કામ થયું. લગભગ દોઢસો જેટલી છોકરીઓના એકાઉન્ટમાં જઈને દોઢડાહ્યી, ચાંપલી, કાર્ટુન, સેક્સ-બ્યુટિ, લવ-યુ, ભાવ શું છે? આતી ક્યા ખંડાલા એવું ઘણું બધું લખ્યું. છતાં ફક્ત બત્રીસ જ છોકરીઓએ મને બ્લોક કર્યો. રિસેસમાં નેતાઓનો વારો કાઢ્યો. દેશદ્રોહી, બળાત્કારી, ભ્રષ્ટાચારી, ડફોળ, ગધેડા, અક્કલમઠા… એવી ગુજરાતી ‘ટ્રોલડીયું’ કરી. અરે હા, ‘અક્કલમઠા’થી યાદ આવ્યું, એક લેખકના સોશિયલ મીડિયામાં આવી નવી નવી સરસ ‘વેજિટેરિયન’ ગાળો વાંચવા મળે છે. જોકે, નેતાઓ તો કદી કોઈ રિસ્પોન્સ આપતા જ નથી. (ઓળખી જાય તો ઢીબી નાંખવા માટે કાર્યકરો મોકલે છે) પણ લેખકોને ભેરવવાની બહુ મજા પડે છે. એમાં શું કરવાનું કે, શરૂશરૂમાં એમના વખાણ કરવાના. આઈ એમ યોર ફેન… (ફેનનો F ટાઈપ કરતી વખતે ધ્યાન રાખવાનું) સુંદર લેખ… અદ્્ભુત વિચારો… આપના ચરણ ક્યાં છે… એવું બધું લખવાનું. બિચારો ડાહ્યા ડાહ્યા જવાબો આપવા માંડે, પછી અચાનક જ કોઈ લેખનું ફક્ત હેડિંગ વાંચીને દે ધનાધન તૂટી પડવાનું! બિચારો લાંબા લાંબા ખુલાસા લખે તોય જવાબમાં ‘વાહિયાત દલીલ છે’, ‘બોગસ વાતો ના કરો’ એવું લખ્યા કરવાનું. છેવટે લખવાનું ‘સોરી, હું તો તમને કદી વાંચતો જ નથી! હાહાહાહા… તમારી કેવી નસ ખેંચી?’ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો