મેનોપોઝ:મેનોપોઝ સ્ટેજ, ડાયટ લો બેસ્ટ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજિંદી લાઈફમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લેવાથી તમારા શરીરમાં પણ ઓછા પ્રમાણમાં ફેટ જાય છે. મેનોપોઝ પિરિયડમાં તમારા ડાયટમાં દાળ, સોયાબીન, ફળ તેમજ લીલાં શાકભાજીનો સમાવેશ કરો

ડો. ભક્તિ સામંત (ચીફ ડાયટિશિયન) મેનોપોઝ દરમિયાન કે એ પછી પણ મહિલાઓમાં ઘણી બધી તકલીફો જોવા મળે છે. વાળ ખરવા, સ્થૂળતા, ડાયાબિટીસ, હાડકાં નબળાં પડવા આ તમામ સમસ્યાઓ એ ઈશારો કરે છે કે અત્યાર સુધી જે બેદરકારી આપણે આપણાં શરીર સાથે રાખી છે તે હવે બિલકુલ નહીં ચાલે. ખાણીપીણીમાં બેદરકારી અને ઉપવાસ દરમિયાન જે રીતે આપણે શરીરને તકલીફ પહોંચાડીએ છીએ તે આગળ જતા મેનોપોઝ સ્ટેજમાં મહિલાઓ માટે નુકસાનકારક બને છે. હેલ્ધી ડાયટ મેનોપોઝ જર્નલમાં એક સંશોધનમાં જણાવવામાં આવ્યું કે મેનોપોઝ પછી થતી શારીરિક સમસ્યાઓને હેલ્ધી ડાયટથી દૂર કરી શકાય છે. નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેનોપોઝ પછી હોટ ફ્લેશ (શારીરિક ગરમાવો કે અચાનક તાવ જેવી સ્થિત) અનુભવતી મહિલાઓની સમસ્યા 80 ટકા દૂર થઈ શકે છે, જો તેઓ બેસ્ટ ડાયટ લે તો. આ સંશોધનમાં મેનોપોઝ સ્ટેજમાં મહિલાઓને સંપૂર્ણપણે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લેવાનું કહેવામાં આવ્યું. એના 12 અઠવાડિયાં પછી 79 ટકા મહિલાઓએ માન્યું કે આ મુજબ ડાયટ લેવાથી તેમની ગંભીર હોટ ફ્લેશની સમસ્યા દૂર થઈ છે. આ ઉપરાંત 60 ટકા મહિલાઓએ પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લીધાં પછી ખુદને હોટ ફ્લેશથી સંપૂર્ણ રીતે મુક્ત જાહેર કરી. આ મહિલાઓના ડાયટમાં ખાસ તો સોયાબીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રોજિંદી લાઈફમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લેવાથી તમારા શરીરમાં પણ ઓછા પ્રમાણમાં ફેટ જાય છે. એ સાથે જ તમારા શરીરને વધુ પ્રમાણમાં ફાઈબર, એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન મળે છે. ડો. સામંતના કહેવાનુસાર મેનોપોઝ પિરિયડમાં તમારા ડાયટમાં દાળ, સોયાબીન, ફળ તેમજ લીલાં શાકભાજીનો સમાવેશ કરો. એનાથી તમે પોતે ફિટ છો એવું તમને ચોક્કસ લાગશે. મહિલાઓ તણાવ અનુભવે છે જે રીતે પિરિયડ્સ બાબતે ખુલીને ઘરમાં વાત થતી નથી, એ રીતે જ મેનોપોઝને પણ ઘરમાં થતી ચર્ચાથી દૂર રાખવામાં આવે છે. ઘરની મહિલાઓની પિરિયડ સાઈકલ શું છે, એની સચોટ જાણકારી ઘરમાં પિતા કે ભાઈને નથી હોતી. એવી જ રીતે મેનોપોઝથી પીડાતી મહિલાઓ કોઈ શારીરિક કે માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે છે, છતાં ઘરના સભ્યોને એની જાણ હોતી નથી. મેનોપોઝ સ્ટેજ સુધી પહોંચતા સુધીમાં તો આ મહિલાઓ હોર્મોનલ ચેન્જ, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને નબળાઈનો શિકાર બને છે. આ રીતે મહિલાઓ તણાવનો ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...